સુશાંતની પ્રથમ ફિલ્મ કાઇ પો છે અંગે આતુર અંકિતા
મુંબઈ, 11 ફેબ્રુઆરી : ટેલીવિઝનની દુનિયાના હૉટ કપલ્સમાંના એક સુશાંત સિંહ રાજપૂત તથા અંકિતા લોખંડેની પ્રણયકથા અંગે તો દરેક જણ વાકેફ છે. પોતાના પ્રેમ સુશાંતની પ્રથમ ફિલ્મ કાઇ પો છેનો આતુરાતપૂર્વક ઇંતેજાર કરતાં અંકિતાએ જણાવ્યું - મને ખબર છે કે સુશાંતની ફિલ્મ જોયા પછી હું જરૂર રડી પડીશ. મને અને સુશાંતને આ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
તો બીજી બાજુ સુશાંતે જણાવ્યું - આ મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. અંકિતાએ મને ડગલેને પગલે ફિલ્મ માટે પ્રોત્સાહિત કર્યો છે. હવે અમે આતુરતા સાથે ફિલ્મની રાહ જોઇએ છીએ. આપને જણાવી દઇએ કે ફિલ્મ 25મી ફેબ્રુઆરીએ થિયેટરોમાં પહોંચી રહી છે, પરંતુ તેનું સ્પેશિયલ પ્રીમિયર 18મી ફેબ્રુઆરીએ થશે.
નોંધનીય છે કે એક સમયે અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે અફૅર અંગે ચર્ચામાં રહેનાર અભિનેતા અભિષેક કપૂરની પ્રથમ દિગ્દર્શિત કાઇપો છે ફિલ્મ છે કે જે તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે.
અભિનયમાં ફેલ થયા બાદ અભિષેક કપૂરે નિર્માણનો બીડો ઝડપ્યો છે. આ ફિલ્મ વડે ટેલીવિઝન કલાકાર સુશાંત સિંહ રાજપૂત સાથે લીડ રોલમાં રાજ કુમાર યાદવ તેમજ અમિત છે. આ ફિલ્મ ચેતન ભગતની જાણીતી નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત છે કે જે ત્રણ મિત્રોની વાર્તા છે. ત્રણે ક્રિકેટના ઘેલા છે, પરંતુ તેમનો ધર્મગુરુઓ સાથે ભેંટો થઈ જાય છે અને ત્યારે જ એક મિત્રને મિત્રની બહેન સાથે પ્રેમ થઈ જાય છે.