For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: કામસૂત્રના દિગ્દર્શક રૂપેશ પૉલ મોદી પર બનાવશે ફિલ્મ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 જાન્યુઆરી : સાંભળતા વિચિત્ર લાગ્યું ને? પણ હકીકત આ જ છે કે શર્લિન ચોપરા સાથે કામસૂત્ર 3ડી ફિલ્મ બનાવનાર રૂપેશ પૉલ આજકાલ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીથી બહુ પ્રભાવિત છે અને તેથી રૂપેશ નરેન્દ્ર મોદી ઉપર ફિલ્મ બનાવી રહ્યાં છે. ફિલ્મ અડધા કરતા વધુ બની પણ ચુકી છે.

રૂપેશ પૉલે આ અંગે જણાવ્યું કે આ ફિલ્મ નરેન્દ્ર મોદીનું જીવન ચરિત્ર નથી અને આ અંગે તેમણે ગુજરાત સરકારને માહિતી પણ આપી દીધી હતી. પૉલે સ્પષ્ટ કર્યું કે આ ફિલ્મ મોદીના ચરિત્રથી ચોક્કસ પ્રભાવિત છે, પરંતુ તેના માટે ભાજપ કે કોઈ પણ રાજકીય પક્ષ તરફથી તેમને પૈસા નથી આપવામાં આવ્યાં. તેમણે પોતાની ઇચ્છાથી આ ફિલ્મના નિર્માણનું બીડુ ઝડપ્યું છે. ફિલ્મનું નામ નમો નમો રાખવામાં આવ્યું છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

વ્યક્તિગત રીતે મોદીના ફૅન

વ્યક્તિગત રીતે મોદીના ફૅન

રૂપેશ પૉલે જણાવ્યું - વ્યક્તિગત રીતે હું નરેન્દ્ર મોદીનો ફૅન છું અને મોદીથી પ્રભાવિત છું.

ભાજપનો પ્રચાર નહીં

ભાજપનો પ્રચાર નહીં

રૂપેશે જણાવ્યું - પરંતુ આ ફિલ્મ બનાવવા પાછળનો ઉદ્દેશ નરેન્દ્ર મોદી કે ભાજપના પ્રચારનો નથી. તેઓ આ ફિલ્મ દ્વારા લોકસભા ચૂંટણીમાં મોદી-ભાજપ માટે પ્રચાર કરવા નથી માંગતાં.

જોખમી કામ

જોખમી કામ

રૂપેશે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ઉપર ફિલ્મ બનાવવી જોખમી કામ છે. તેઓ સારી રીતે જાણી છે કે એક પણ ભૂલ તેમને ભારે પડી શકે છે. તેથી તેઓ સાવચેતીપૂર્વક ફિલ્મ બનાવી રહ્યાં છે.

મોદી વિરોધીઓને પણ ગમશે

મોદી વિરોધીઓને પણ ગમશે

રૂપેશ પૉલને પુરતો ભરોસો છે કે તેમના આ પ્રયાસને મોદીના ટેકેદારો કે વિરોધીઓ બંને પસંદ કરશે. ફિલ્મનું નામ પણ નમો નમો રાખવામાં આવ્યું છે.

મુલાકાતની ઇચ્છા નહીં

મુલાકાતની ઇચ્છા નહીં

રૂપેશ પૉલે જણાવ્યું - નથી હું ક્યારેય મોદીને મળ્યો છું અને નથી મુલાકાતની ઇચ્છા ધરાવુ છું, પરંતુ હું મોદીના વિચારો અને ગુજરાતમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોથી પ્રભાવિત છું.

English summary
Director Rupesh Paul, who is making a film inspired by the life of Gujarat Chief Minister Narendra Modi, claims that the movie is neither funded by any political party nor is propaganda ahead of this year’s general elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X