For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : અત્યંત બોલ્ડ છે કામસૂત્ર 3ડીનું ટ્રેલર!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 નવેમ્બર : ગ્લૅમરસ ગર્લ નામે જાણીતા શર્લિન ચોપરાની આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડીનું પ્રથમ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમ કે નામથી જ સ્પષ્ટ છે તેમ ફિલ્મ ખૂબ બોલ્ડ છે, તો ટ્રેલર પણ પોતાના નામને અનુરૂપ જ ખૂબ હૉટ તેમજ બોલ્ડ છે. ટ્રેલરમાં શર્લિન ચોપરા અત્યંત કામુક નજરે પડી રહ્યાં છે.

kamasutra-3d-sherlyn
કામસૂત્ર 3ડી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રૂપેશ પૉલે ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ પોતાની આ ફિલ્મનું પ્રીમિયર કૅન્સમાં કરે અને શક્ય છે કે તેમની આ ઇચ્છા ટુંકમાં જ પૂર્ણ પણ થઈ જાય. કામસૂત્ર 3ડી એક એવી એડલ્ટ ફિલ્મ છે કે જે બન્યા પહેલા જ ઘણી ફૅમસ થઈ ચુકી છે અને અનિચ્છાએ જ એક ખાસ વર્ગ આ ફિલ્મનો ઇંતેજાર કરી રહ્યો છે. ફિલ્મ ભારતની પ્રાચીન નવલકથા એટલે કે કામસૂત્ર પર આધારિત છે.

ફિલ્મમાં લીડ રોલ પ્લેબૉય મૅગેઝીન માટે ટૉપલેસ થનાર શર્લિન ચોપરા કરી રહ્યાં છે કે જેમણે ટ્વિટર ઉપર ઘણી રીતે ફિલ્મનું પ્રચાર કર્યું છે. શર્લિનને ટ્રેલરમાં જોઈને તો કોઈના પણ હોશ ઉડી જાય. ફિલ્મના હીરો મલ્ખાન સિંહ છે. ફિલ્મ દેશી અને વિદેશી એમ બે વર્ઝનમાં બની રહી છે. વિદેશી વર્ઝનમાં શર્લિન ચોપરા સમ્પૂર્ણપણે ન્યુડ પણ દેખાશે.

હાલ તો આપ માણો કામસૂત્ર 3ડી ફિલ્મનું ટ્રેલર :

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/qczuOGCagv8" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Kamasutra 3D trailer release. Its Full of Intimate scene and Sherlyn Chopra is looking very Hot. This film is directed by Rupesh Paul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X