ડ્રગ્ઝ કનેક્શનમાં દીપિકાનુ નામ જોડાતા કંગનાએ કર્યો કટાક્ષ - સ્ટાર કિડ્ઝ પૂછે છે, માલ છે શું?
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસે બૉલિવુડના ઘણા કાળા પાનાંને ખોલીને મૂકી દીધા છે. ઝાકમઝોળથી ભરેલા સ્ટાર્સની દુનિયા વિસે ઘણા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત કેસમાં ડ્રગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) સામે ઘણી સેલિબ્રિટીઝના નામ સામે આવી રહ્યા છે. બૉલિવુડમાં ડ્રગ્ઝ નેક્સેસની તપાસમાં લાગેલી એનસીબી સામે શ્રધ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અન સારા અલી ખાન બાદ બૉલિવુડની ટૉપ અભિનેત્રી દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યુ છે. વૉટ્સએપ ચેટ દ્વારા દીપિકાનુ નામ બૉલિવુડ ડ્રગ્ઝ કનેક્શન સાથે જોડાયા બાદ અભિનેત્રી કંગના રનોતે કટાક્ષ કરીને ટ્વિટ કર્યુ છે.

કંગનાએ કર્યો કટાક્ષ
ડ્રગ્ઝ મામલે દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યા બાદ હવે કંગનાએ અપ્રત્યક્ષ પીતે દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યુ છે. કંગનાએ ટ્વિટ કરીને એક વાર ફરીથી સ્ટાર કિડ્ઝ પર નિશાન સાધ્યુ. કંગનાએ ટ્વિટ કરીને લખ્યુ - 'મારા પછી રીપિટ કરો, ડિપ્રેશન ડ્રગ્ઝ લેવાનુ પરિણામ છે. તથાકથિત હાઈ સોસાયટીના અમીર સ્ટાર કિડ્ઝ, જે ક્લાસી હોવાનો દાવો કરે છે, જે દાવો કરે છે કે સારો ઉછેર થવાથી તે પોતાના મેનેજરને પૂછે છે, માલ છે શું?'

દીપિકાએ કર્યુ હતુ ટ્વિટ
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે જૂનમાં એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેણે ડિપ્રેશન વિશે પોસ્ટ કરી હતી. દીપિકાએ 'રિપીટ આફ્ટર મી, ડિપ્રેશન ટ્રીટ કરી શકાય છે. ડિપ્રેશનનો ઈલાજ સંભવ છે. ડિપ્રેશનને રોકી શકાય છે.' આ ટ્વિટ બાદ #Repeatafterme ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ. કંગનાએ દીપિકાના આ ટ્વિટ વિશે ડ્રગ્ઝ કનેક્શનમાં તેનુ નામ સામે આવવા પર નિશાન સાધ્યુ છે.

ડ્રગ્ઝ પેડલર સાથે વૉટ્સએપ ચેટ
તમને જણાવી દઈએ કે સુશાંત કેસમાં ડ્રગ્ઝ એંગલની તપાસ કરી રહેલ એનસીબીએ ટેલેન્ટ મેનેજર જયા સાહાની 4 કલાક સુધી પૂછપરછ કરી. આ દરમિયાન તેના મોબાઈલ ડેટામાંથી એક વૉટ્સએપ ચેટ સામે આવી જેમાં જયા સાહાની મેનેજર કરિશ્મા અને દીપિકા પાદુકોણ વચ્ચે ડ્રગ્ઝ વિશે ચેટિંગ થઈ હતી. બૉલિવુડમાં ડ્રગ્ઝ કનેક્શનમાં ઘણા મોટા નામોનો ખુલાસો થયો છે જેમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલીખાનના નામ બાદ હવે દીપિકા પાદુકોણનુ નામ પણ શામેલ થઈ ગયુ છે.
Repeat after me, depression is a consequence of drug abuse. So called high society rich star children who claim to be classy and have a good upbringing ask their manager ,” MAAL HAI KYA?” #boycottBollywoodDruggies #DeepikaPadukone https://t.co/o9OZ7dUsfG
— Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020
— Deepika Padukone (@deepikapadukone) June 21, 2020
ડ્રગ્ઝ કનેક્શનઃ સારા, શ્રદ્ધા બાદ હવે દીપિકા પાદુકોણ સાથે પણ જોડાયા તાર, સામે આવી વૉટ્સએપ ચેટ