કંગનાએ જયા બચ્ચનને કર્યો સવાલ - કઈ થાળી જયાજી? એ જે હીરો સાથે સૂવા પર મળતી હતી?
નવી દિલ્લીઃ બૉલિવુડના ડ્રગ્ઝ કનેક્શન મામલે સાંસદ જયા બચ્ચને આપેલા નિવેદન પર હોબાળો મચી ગયો છે જ્યાં બૉલિવુડના નામાંકિત સ્ટાર્સે જયા બચ્ચનને સપોર્ટ કર્યો છે ત્યાં બીજી તરફ અભિનેત્રી કંગના રનોતના વાક હુમલા સતત ચાલુ છે. બુધવારે પણ તેણે 'જયા બચ્ચનના થાળીમાં છેદવાળા' નિવેદનની ટીકા કરીને તેમને સવાલ કર્યા છે. કંગનાએ ટ્વિટ કર્યુ છે કે કઈ થાળી જયાજી તેમની ઈન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી જેમાં બે મિનિટનો રોલ આઈટમ નંબર અને એક રોમેન્ટીક સીન મળતો હતો, તે પણ હીરો સાથે સૂઈ ગયા બાદ, મે આ ઈન્ડસ્ટ્રીને ફોમિનિઝમ શીખવ્યુ, થાળી દેશભક્તિ નારીપ્રધાન ફિલ્મોથી સજાવી, આ મારી પોતાની થાળી છે જયાજી તમારી નહિ.

જે થાળીમાં ખાય છે એમાં છેદ કરે છે
જયા બચ્ચને સંસદમાં કહ્યુ હતુ કે બૉલિવુડવાળા એવા લોકો જેણે અહીં આવીને પોતાનુ નામ બનાવ્યુ એ જ આને હવે ગટર કહી રહ્યા છે. આ લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. બૉલિવુડને ગટર બોલાવવા પર રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યુ હતુ કે તેમને આ વાત સાંભળીને પણ શરમ આવે છે. રાજ્યસભામાં ઝીરો અવરમાં બૉલીવુડની થઈ રહેલી ટીકા પર જયા બચ્ચને કહ્યુ કે બૉલિવુડની છબીને જાણી જોઈને ખરાબ કરવામાં આવી રહી છે.

કંગનાએ શું કહ્યુ?
કંગના રનોતે પોતાના ટ્વિટમાં જયા બચ્ચનના સંસદના વીડિયોને રિટ્વિટ કરીને લખ્યુ છે, 'જયાજી શું તમે આ વાત ત્યારે પણ કહેતા જ્યારે મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવતી, ડ્રગ્ઝ આપવામાં આવતી અને મૉલેસ્ટ કરવામાં આવતી. શું તમે ત્યારે પણ આ જ વાત કહેતા જો અભિષેક સતત હેરાન કરવા અને ઉત્પીડનની ફરિયાદ કરતા અને એક દિવસ ફાંસી પર લટકેલા મળતા? અમારા માટે પણ થોડી દયા બતાવો.'

શું છે સમગ્ર મામલો?
26 ઓગસ્ટની સાંજે એક ટ્વિટમાં કંગનાએ પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરીને એક ટ્વિટ કર્યુ હતુ. તેણે લખ્યુ હતુ, જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બૉલિવુડની તપાસ કરશે તો પહેલી પંક્તિના ઘણા સ્ટાર્સ સળિયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયા તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવી જશે. આશા છે કે પ્રધાનમંત્રીજી સ્વચ્છ ભારત મિશન હેઠળ બૉલિવુડ જેવી ગટરને સાફ કરશે ત્યારબાદ મોનસુન સત્રમાં રવિ કિશને આ મુદ્દો ઉઠાવ્યો હતો જેના પર મંગળવારે સાંસદ જયા બચ્ચને કંગના અને રવિ કિશનનુ નામ લીધા વિના નિવેદન આપ્યુ હતુ.
ગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી