
કંગના રનોતે શેર કર્યો બિકિની ફોટો, બોલ્ડ અવતારથી મચાવી ઈન્ટરનેટ પર સનસની
બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત હંમેશા પોતાના નિવેદનો માટે હેડલાઈન્સમાં છવાયેલી રહી છે. તે દરેક વિષય પર પોતાની પ્રતિક્રિયા આપે છે. પરંતુ આ વખતે તે તેના લેટેસ્ટ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. વાસ્તવમાં કંગના રનોતે બુધવારની સવારે બોલ્ડ બિકિની ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કર્યા બાદ થોડી મિનિટોમાં જ તે ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો. ખુદ કંગનાએ આને પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વર્ષ 2020 જવાનુ છે. આ વર્ષની અમુક યાદગાર અને સારી પળોને શેર કરીને કંગના રનોતે આ થ્રોબેક ફોટો શેર કર્યો છે.
કંગના રનોતે જણાવ્યુ કે આ ફોટો તેની મેક્સિકો ટ્રિપનો છે. તેણે એ પણ જણાવ્યુ કે આ જગ્યા તેને પોતાના જીવનમાં સૌથી વધુ ઉત્સાહિત કરનારી લાગી. કંગના રનોત લેટેસ્ટ ફોટામાં બિકિનીમાં જોવા મળી રહી છે. તે કોઈ બીચ કિનારે બેક પોઝ આપી રહી છે. આ ફોટો શેર કર્યા બાદ કંગના રનોત વિશે ફેન્સ કમેન્ટસ પણ કરી રહ્યા છે. કોઈએ પ્રશંસા કરી તો કોઈએ કંગનાને સંસ્કૃતિના પાઠ પણ ભણાવ્યા. ફોટા પર મિશ્ર કમેન્ટ્સ જોવા મળી.

યુઝર્સે શીખવ્યા કંગના રનોતને સંસ્કૃતિના પાઠ
કંગના રનોત ઘણી વાર સંસ્કૃતિ તેમજ પરંપરા વિશે પોતના વિચારો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતી રહે છે. આ વખતે ફેન્સે તેને સંસ્કૃતિની યાદ અપાવી. બિકિની ફોટો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યુ, 'લો સાડીમાંથી બિકિની..મોદીજી શું કહેશે. શું આ છે આપણી સંસ્કૃતિ?'

કંગના રનોત પહેલા પણ બતાવી ચૂકી છે આવો બોલ્ડ અવતાર
કંગની રનોતે લાંબા સમય બાદ આવો બોલ્ડ લુક શેર કર્યો છે. જો કે પહેલા ઘણી વાર તે ખુદ આવા હૉટ ફોટા શેર કરી ચૂકી છે.

ફિલ્મોમાં પણ બતાવ્યો બોલ્ડ લુક
ફેશન, રાસ્કલ જેવી ઘણી ફિલ્મોમાં કંગના રનોતનો આવો બોલ્ડ લુક જોવા મળ્યો છે.

કાન્સમાં પણ વિખેર્યો હૉટ અવતારથી જલવો
આ ફોટો કંગના રનોતનો કાન્સ ફેસ્ટીવલથી છે. જ્યાં તે ગ્લેમરસ અવતારથી જલવો વિખેરતી જોવા મળી રહી હતી.

નિવેદનબાજી માટે ચર્ચામાં
છેલ્લા ઘણા સમયથી કંગના રનોત પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે ખેડૂત આંદોલન વિશે નિવેદન આપ્યુ. જ્યાં તેણે દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપડા પર નિશાન સાધ્યુ.

મહારાષ્ટ્ર સરકાર સાથે પંગો લઈ ચૂકી છે કંગના રનોત
કંગના રનોત ઘણી વાર મહારાષ્ટ્ર સરકાર વિશે પણ બિન્દાસ્ત બોલતી દેખાઈ છે. તેણે ઉદ્ધવ ઠાકરે સરકારનો વીડિયો શેર કરીને પડકાર પણ ફેંક્યો હતો.

પ્રશંસા
કંગના રનોત દરેક વર્તમાન વિષય પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કરે છે. આ દરમિયાન તે ઘણી વાર પીએમ નરેન્દ્દર મોદીની જોરદાર પ્રશંસા પણ કરી ચૂકી છે.
Pics: મલાઈકા અરોરાના બોલ્ડ ફોટા જોઈ પાગલ થયા ફેન્સઃ 'કોઈ આટલુ સેક્સી કેવી રીતે દેખાઈ શકે'