• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કંગના રનોતે આપ્યો દીપિકા પાદુકોણની ગહરાઈયાંનો રિવ્યુ - ફિલ્મનો કહી કચરો અને પૉર્ન

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કંગના રનોતે નામ લીધા વિના દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, ચિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા સ્ટારર ગહરાઈયાં ફિલ્મનો રિવ્યુ આપીને તેને કચરો અને પૉર્ન કહી દીધી છે. દીપિકા પાદુકોણની નવી ફિલ્મ ગહરાઈયાં, એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે અને આ ફિલ્મનો મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. મોટાભાગના લોકો આ ફિલ્મથી ખુદને કનેક્ટ નથી કરી શકતા. વળી, અમુક લોકો આને ટ્રોલ કરી રહ્યા છે અને અમુક તેની આકરી ટીકા કરી રહ્યા છે.

'કચરો વેચવાનુ બંધ કરો પ્લીઝ'

'કચરો વેચવાનુ બંધ કરો પ્લીઝ'

આ ગીતને શેર કરીને કંગના રનોતે લખ્યુ - હું પણ આજના જમાનાની છુ પરંતુ મને આ પ્રકારનો જ રોમાન્સ સમજમાં આવે છે. આ આજના જમાનાની, નવા જમાનાની, મૉડર્ન ફિલ્મોના નામે કચરો વેચવાનુ બંધ કરો પ્લીઝ. ખરાબ ફિલ્મો ખરાબ હોય છે અને ગમે એટલા ઓછા કપડાનુ ગ્લેમર અને પૉર્ન ઢાંકી નહિ શકે. આ સામાન્ય તથ્ય છે, આમાં કોઈ ગહરાઈયાંવાળી વાત નથી.

આ રીતે શરુ થયુ કોલ્ડ વૉર

આ રીતે શરુ થયુ કોલ્ડ વૉર

કંગના રનોત અને દીપિકા પાદુકોણ ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ નહોતા પરંતુ બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ પણ નહોતો. બંને વચ્ચે કોલ્ડ વૉર ત્યારે શરુ થયુ જ્યારે 2014માં બધા અવૉર્ડ સેરેમનીમાં દીપિકા પાદુકોણના હેપ્પી ન્યૂ યરની ભૂમિકા માટે કંગના રનોતની ક્વીના ભૂમિકા પર પહેલી પસંદગી આપવામાં આવી. કંગનાને આ ગમ્યુ નહિ અને તેણે આ વાત વિશે ખુલીને નારાજગી વ્યક્ત કરી. દર્શકોએ પણ દીપિકાની જગ્યાએ કંગનાનો સાથ આપ્યો.

ડેડિકેટ કરી દીધો અવૉર્ડ

ડેડિકેટ કરી દીધો અવૉર્ડ

ત્યારબાદ એક અવૉર્ડ ફંક્શનમાં જ્યારે દીપિકા પાદુકોણને હેપ્પી ન્યૂ યર માટે અવૉર્ડ આપવામાં આવ્યો તો દીપિકાએ પોતાનો અવૉર્ડ છોડી દીધો અને કહ્યુ કે તેને ખરેખર લાગે છે કે આ અવૉર્ડની હકદાર માત્ર કંગના રનોત છે. તેના એલાને તેને સહુની પ્રશંસાને પાત્ર બનાવી દીધી. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે કોલ્ડ વૉર છેડાઈ ગયુ.

શરુ થયો વાર અને પલટવાર

શરુ થયો વાર અને પલટવાર

ત્યારબાદ મીડિયોએ જ્યારે કંગનાને દીપિકાના પગલાં વિશે પૂછ્યુ તો કંગનાનુ કહેવુ હતુ કે તેને આવુ વર્તન સમજમાં નથી આવતુ કારણકે દીપિકાએ ભલે બધા સામે તેના કામને સમ્માન આપ્યુ પરંતુ તેણે મને ક્યારેય કૉલ કે મેસેજ કરીને મારા કામની પ્રશંસા નથી કરી. જ્યારે દીપિકાને આ વાત જણાવવામાં આવી ત્યારે તે ફૂટી પડી. તેણે કહ્યુ કે કંગના મારી દોસ્ત નથી કે હું તેને કૉલ કે મેસેજ કરુ. જો તેને ખરાબ લાગ્યુ હોય તો હું તેની સાથે જરુર વાત કરીશ.

વધી ગઈ વાત

વધી ગઈ વાત

ત્યારબાદ વાત વધી ગઈ અને કંગના દરેક વખતે દીપિગકાને એટેક કરવા માટે તક શોધવા લાગી. આનુ એક કારણ એ પણ હતુ કે દીપિકા પાદુકોણ, કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની નજીક છે અને કરણ જોહર-કંગના રનોતની કહાની તો સહુ કોઈ જાણે છે. કંગના રનોતનુ કહેવુ છે કે કરણ નેપોટિઝમનોએ ગુંડો છે જે બહારના કલાકારોને હંમેશા નીચુ દેખાડે છે જેના કારણે તેની નેપોટિઝમની દુકાન ચાલતી રહે છે.

કંગનાથી એક વર્ષ જૂનિયર છે દીપિકા

કંગનાથી એક વર્ષ જૂનિયર છે દીપિકા

રસપ્રદ વાત એ છે કે કંગના રનોત, દીપિકા પાદુકોણથી એક વર્ષ સીનિયર છે. કંગનાએ ગેંગસ્ટર સાથે પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કર્યુ હતુ જ્યારે દીપિકા પાદુકોણે ઓમ શાંતિ ઓમ સાથે. ધીમે ધીમે જ્યાં કંગનાએ પોતાના દમ પર જલ્દી એક મુકામ મેળવ્યુ ત્યાં દીપિકાને આ ઓળખ મળી પીકૂ સાથે. આ પહેલા તેની ફિલ્મોમાં એક સુપરસ્ટાર સાથે હતો અને સામાન્ય રીતે આ સ્ટાર શાહરુખ ખાન હતા.

આવનારા સમયમાં પણ વૉર

આવનારા સમયમાં પણ વૉર

કંગના રનોત, દીપિકા પાદુકોણની ફિલ્મને કચરો ગણાવી ચૂકી છે ત્યારે આવનારા સમયમાં ટક્કર વધુ તેજ થવાની છે કારણકે બંને અભિનેત્રીઓ અલગ અલગ ફિલ્મોમાં સીતાની ભૂમિકામાં દેખાશે. કંગના રનોતની સીતા સાથે બાહુબલીના લેખક કેવી વિજયેન્દ્રનુ નામ જોડાયુ છે ત્યાં દીપિકા પાદુકોણની સીતા નિતેશ તિવારી બનાવી રહ્યા છે.

English summary
Kangana Ranaut hits on Deepika Padukone's Gehraiyaan and says no amount of porn can save such a trash film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X