For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિકર્ણિકા વિવાદ - બે જણ તો મારી ફિલ્મ વચમાં છોડીને ભાગી ગયાઃ કંગના

કંગના રનોતની મર્ણકર્ણિકા રિલીઝ ભલે થવાની છે પરંતુ ફિલ્મ અને કોન્ટ્રોવર્સી બંને હાથ પકડીને આગળ વધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કંગના રનોતની મર્ણકર્ણિકા રિલીઝ ભલે થવાની છે પરંતુ ફિલ્મ અને કોન્ટ્રોવર્સી બંને હાથ પકડીને આગળ વધી રહ્યા છે. કંગનાએ હાલમાં જ મણિકર્ણિકા, હૈદરાબાદમાં પ્રમોટ કરી અને આ દરમિયાન ખુલીને ફિલ્મની કોન્ટ્રોવર્સી વિશે વાત કરી. કંગના ફિલ્મના લેખક કે વી વિજયેન્દ્રને ધન્યવાદ કર્યા કે તે આખી ફિલ્મ સાથે મજબૂતીથી ઉભા રહ્યા. કંગનાએ એ પણ જણાવ્યુ કે ફિલ્મમાં અચાનકથી નિર્દેશકની ખુરશી સંભાળવી તેમના માટે સરળ વાત નહોતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મના અસલી ડાયરેક્ટર કૃષ હવે ફિલ્મ વિશે વાત નથી કરી રહ્યા અને કંગનાનું કહેવુ છે કે તે કૃષ સાથે ક્રેડિટ વહેંચવા તૈયાર છે પરંતુ તેમને કોઈ પ્રોબ્લેમ નથી જો કૃષ હવે ફિલ્મ વિશે વાત ન કરવા ઈચ્છતા હોય.

મણિકર્ણકા કોન્ટ્રોવર્સી આજથી નહિ શરૂઆતથી જ છે

મણિકર્ણકા કોન્ટ્રોવર્સી આજથી નહિ શરૂઆતથી જ છે

આ દરમિયાન કંગનાએ પણ મન ખોલીને બાહુબલીના લેખક અને મણિકર્ણકાના લેખક કે વી વિજયેન્દ્રની પ્રશંસા કરી. કે વી કંગના માટે ફિલ્મમાં સપોર્ટ સિસ્ટમ બનેલા જોવા મળ્યા છે. જો કે ફિલ્મની આખી કોન્ટ્રોવર્સી કેવીના કારણે જ શરૂ થઈ છે. જો કે કંગના સાથે મણિકર્ણકા કોન્ટ્રોવર્સી આજથી નહિ શરૂઆતથી જ છે.

પહેલા આ ફિલ્મ બીજુ કોઈ બનાવી રહ્યુ હતુ પરંતુ બાદમાં તેમની પાસેથી ફિલ્મનો બધો આઈડિયા લઈને કંગના કમલ જૈન પાસે પહોંચી અને પોતાની ખુદની ફિલ્મ બનાવવા લાગી. જાણો ત્યારબાદ ફિલ્મમાં શું શું કોન્ટ્રોવર્સી ઉભી થઈ

કૃષનું કમિટમેન્ટ

કૃષનું કમિટમેન્ટ

ફિલ્મના અસલી ડાયરેક્ટર કૃષના જણાવ્યા મુજબ તેમણે ફિલ્મનો પહેલો કટ યોગ્ય સમયે, ગયા ઓગસ્ટમાં જ સોંપી દીધો હતો. ત્યારબાદ તેમને પોતાની આગામી ફિલ્મ એનટીઆર બાયોપિક શરૂ કરવાની હતી. એટલા માટે તેમણે યોગ્ય સમયે ફિલ્મ સરસ રીતે પૂરી કરીને આપી દીધી.

લેખકે જમાવ્યો અડિંગો

લેખકે જમાવ્યો અડિંગો

ફિલ્મના લેખક કે વી વિજયેન્દ્રએ જ્યારે ફિલ્મનો પહેલો કટ જોયો તો તેમણે ફિલ્મમાં બીજા થોડા સીન નાખવાની ડિમાન્ડ કરી દીધી. જ્યારે કૃષને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમની સલાહ હતી કે આ સીનની ફિલ્મમાં કોઈ જરૂર નથી પરંતુ કેવી વિજયેન્દ્ર અડી ગયા.

કરવામાં આવ્યુ દબાણ

કરવામાં આવ્યુ દબાણ

કૃષ પર ફિલ્મના વધારાના સીન શૂટ કરવાનું દબાણ થવા લાગ્યુ પરંતુ તે આને કહાનીનો મહત્વનો હિસ્સો નહોતા માની રહ્યા અને એટલા માટે તેમણે આને શૂટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ ઉપરાંત તે પોતાની આગામી ફિલ્મ એનટીઆર બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા.

કંગનાને આપ્યુ પ્રોત્સાહન

કંગનાને આપ્યુ પ્રોત્સાહન

ત્યારબાદ લેખક કે વી વિજયેન્દ્રએ કંગનાને પ્રોત્સાહન આપતા કહ્યુ કે જો કૃષ પાછા શૂટિંગ કરવા ન આવે તો તુ પોતે આ સીનનું શૂટિંગ કર અને ફિલ્મનો બધો ભાર સંભાળી લે અને આને આગળ વધાર.

કંગનાએ લીધી જવાબદારી

કંગનાએ લીધી જવાબદારી

કંગનાએ ઘણા સમયથી નિર્દેશનનું મન હતુ એટલા માટે તેણે આ જવાબદારી ઉઠાવી લીધી. તેની મદદ માટે ફિલ્મમાં બીજા બે વ્યક્તિને રાખવામાં આવ્યા પરંતુ બંને વચમાં જ ફિલ્મ છોડીને ભાગી ગયા કારણકે કોઈને કશુ સમજમાં નહોતુ આવી રહ્યુ.

સોનુ સૂદે આપ્યો કૃષનો સાથ

સોનુ સૂદે આપ્યો કૃષનો સાથ

ફિલ્મમાં સોનુ સૂદ પણ મુખ્ય ભૂમિકામાં હતા. તેમની આગળની તારીખો માંગવામાં આવવા લાગી પરંતુ સોનુએ સ્પષ્ટ કર્યુ કે ફિલ્મના ડાયરેક્ટર કૃષ છે અને જો તેમને લાગે છે કે બાકીના સીનની જરૂર નથી તો તે માનવુ જોઈએ. એટલા માટે સોનુ સૂદે પોતાની આગલી તારીખો આપી નહિ.

કંગનાએ કર્યો પલટવાર

કંગનાએ કર્યો પલટવાર

કંગના રનોતે સોનુ સૂદ પર પલટવાર કરતા કહ્યુ કે સોનુ સૂદને એક મહિલા નિર્દેશક હેઠળ કામ કરવામાં પ્રોબ્લેમ છે. જો કે કંગના એ ભૂલી ગઈ કે સોનુ સૂદે ફરાહ ખાન સાથે આ પહેલા પણ કામ કર્યુ છે.

વધતી ગઈ કોન્ટ્રોવર્સી

વધતી ગઈ કોન્ટ્રોવર્સી

સોનુ સૂદે પાછુ સ્પષ્ટ કર્યુ કે ફિલ્મમાં જે પણ નવુ ફિલ્માવામાં આવી રહ્યુ છે તેની કોઈ જરૂર નથી. તે પોતાના આગામી રોલની તૈયારી કરી રહ્યા છે જેના માટે તેમને મૂંછો વધારવાની છે અને હવે તે મણિકર્ણિકાના લુકમાં પાછા નહિ આવી શકે. સોનુ સૂદે ફિલ્મ છોડી દીધી.

કંગનાએ શોધ્યુ રિપ્લેસમેન્ટ

કંગનાએ શોધ્યુ રિપ્લેસમેન્ટ

કંગનાએ કહ્યુ કે સોનુ સૂદની દલીલો બાળક જેવી છે. મૂંછો, નકલી પણ લગાવી શકાય છે. આપણામાંથી ઘણા લોકો આમ કરે છે. તેમણે મોહમ્મદ જીશાન અય્યુબમાં સોનુ સૂદનું રિપ્લેસમેન્ટ શોધી લીધુ.

બનીને તૈયાર છે ફિલ્મ

બનીને તૈયાર છે ફિલ્મ

મણિકર્ણિકા છેવટે આટલા ચઢાવ-ઉતાર બાદ બનીને તૈયાર છે અને 25 જાન્યુઆરીએ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તો કંગના રનોતને ઝાંસીની રાનીના અવતારમાં જોવા માટે તૈયાર થઈ જાવ.

આ પણ વાંચોઃ બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' નું પહેલુ પોસ્ટર રિલીઝ, મોદી લુકમાં વિવેકઆ પણ વાંચોઃ બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' નું પહેલુ પોસ્ટર રિલીઝ, મોદી લુકમાં વિવેક

English summary
Kangana Ranaut while promoting her film Manikarnika in Hyderabad, opened up about the controversies of the film
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X