હૃતિક સાથેના વિવાદો વચ્ચે કંગનાએ આ માટે ચૂકવી અધધ કિંમત

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવતનું નામ છેલ્લા થોડા સમયથી ફરી એકવાર લોકોના મોઢે ચડ્યું છે. તેની છેલ્લે રિલીઝ થયેલ ફિલ્મને ભલે બોક્સઓફિસ પર મિક્સ રિસ્પોન્સ મળ્યો હોય, પરંતુ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તે અલગ કારણોસર ચર્ચામાં હતી અને હજુ સુધી તેનું નામ એક કે બીજા કારણોસર ચર્ચાઇ રહ્યું છે. અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી કંગનાએ હાલમાં જ મુંબઇમાં પોતાનો એક સુંદર અને લક્ઝુરિયસ બંગલો ખરીદ્યો છે અને આ માટે તેણે જે કિંમત ચૂકવી છે, એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

બંગલા માટે ચૂકવી અધધ કિંમત

બંગલા માટે ચૂકવી અધધ કિંમત

કંગના રાણાવતે હાલમાં જ પાલી હિલ, બાંદ્રામાં 3 માળનો એક સુંદર બંગલો ખરીદ્યો છે, જે માટે તેણે રૂ.20.7 કરોડ ચૂકવ્યા છે. ડીએનએના અહેવાલો અનુસાર આ બંગલો તેને એક સ્ક્વેર ફૂટ દીઠ રૂ.67 હજારનો પડ્યો છે અને તેણે 18 સપ્ટેમ્બર, 2017ના રોજ આ બંગલો બૂક કરાવ્યો હતો.

કંગનાનું સપનું

કંગનાનું સપનું

કંગના રાણાવતે ઘણા સમય પહેલાં હિંટ આપી હતી કે, તે આગળ જઇ બોલિવૂડમાં ફિલ્મ ડાયરેક્ટ કરવા માંગે છે. આથી એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, તે પોતાના આ બંગલાને કે બંગલાના કેટલાક ભાગને પ્રોડક્શન ઓફિસમાં કનવર્ટ કરે અને ડાયરેક્ટર બનવાનું સપનું પૂર્ણ કરે.

હૃતિક પ્રત્યેના પ્રેમની કબૂલાત

હૃતિક પ્રત્યેના પ્રેમની કબૂલાત

કંગના અને હૃતિક રોશનના વિવાદે ફરી જોર પકડ્યું છે. થોડા દિવસો પહેલાં જ હૃતિકે કંગના વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદો તથા કંગનાએ હૃતિકને કરેલ ઇ-મેઇલ્સ જાહેર થયા હતા. રિપબ્લિક ટીવી દ્વારા એક્સક્લૂઝિવલી જાહેર કરાયેલા આ ઇ-મેઇલમાં કંગનાની બિલકુલ અલગ બાજુ જોવા મળે છે. તેણે આમાંના એક ઇ-મેઇલમાં હૃતિક પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ કબૂલ્યો છે.

દીપિકા પાદુકોણ સાથેની કોલ્ડવોર

દીપિકા પાદુકોણ સાથેની કોલ્ડવોર

આ ઇ-મેઇલ્સમાં કંગનાએ દીપિકા સાથેના પોતાના ઇક્વેશન અને આ અંગેની મૂંઝવણ અંગે હૃતિકને લખ્યું છે. સાથે જ તેણે એ પણ જણાવ્યું છે કે, તે હૃતિક સામે વાતો નથી કરી શકતી, આથી મેઇલ કરી રહી છે. કંગનાના ફેન્સ માટે આ વાત સાચે જ શોકિંગ છે, કારણ કે તે મોટે ભાગે પોતાના બોલ્ડ નિવેદનો માટે ચર્ચામાં રહે છે.

આ ઇ-મેઇલ્સ કેટલાક સાચા?

આ ઇ-મેઇલ્સ કેટલાક સાચા?

કંગના રાણાવત જે વિચારે છે એ સ્પષ્ટપણે રજૂ કરે છે, પરંતુ તેણે હૃતિકને કરેલ મેઇલ્સમાં તેની અલગ પર્સનાલિટી જોવા મળે છે. તે આ ઇ-મેઇલ્સમાં હૃતિકને બેબી કહીને સંબોધે છે તથા પોતાના મનની દરેક વાત અને મૂંઝવણ ખૂબ ઇનોસન્ટલી હૃતિક સામે મુકતી નજરે પડે છે. જો કે, આ ઇ-મેઇલ કેટલા સાચા કે ખોટા છે, એ તો માત્ર પોલીસ જ કન્ફર્મ કરી શકે છે.

આગામી બાયોપિક ફિલ્મ

આગામી બાયોપિક ફિલ્મ

ફિલ્મોની વાત કરીએ તો કંગનાની 'સિમરન' ભલે ખાસ સફળ ન થઇ હોય, પરંતુ તેના હાથમાં ઝાંસીની રાણીની બાયોપિક છે. જેને માટે તે ખૂબ મહેનત પણ કરી રહી છે. આ ફિલ્મ માટે કંગના હોર્સ રાઇડિંગ અને તલવાર બાજી શીખી રહી છે.

English summary
From Kangana Ranaut's new bungalow rate to her mails to Hrithik and cold war with Deepika Padukone. Read all the latest update here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.