• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આલિયા જેવા લોકો બીજાના કામ છીનવે, મોટા પ્રોડ્યુસર પાસે ભીખ માંગે છેઃ રંગોલી

|

હાલમાં જ આલિયા ભટ્ટે મઝાની ઘટના શેર કરતા કહ્યુ કે એક દિવસ રાજામૌલી તેમને એરપોર્ટ પર મળ્યા અને તેણે તેમની પાસે ભીખ માંગી કે પોતાની આગામી ફિલ્મમાં તેને કામ આપી દે. પરંતુ આલિયાએ જે અંદાજમાં આ વાત કહી હતી તેને ખબર નહોતી કે આ પાછુ તેના માથાનો દુઃખાવો બની જશે. હવે આને પકડીને બેસી ગઈ છે કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ. એક ટ્વીટ કરીને રંગોલીએ કહ્યુ કે રોજ બીજાના કામ છીનવવા, મોટા પ્રોડ્યુસર પાસેથી ફિલ્મોની ભીખ માંગવી, તેમની આગળ પાછળ ફરવુ, પોતાના કનેક્શનના ઉપયોગ કરીને બીજાની ફિલ્મ પોતાના નામે કરી લેવા અને સામે એવુ બતાવવુ કે જાણે કંઈ થયુ જ નથી. પરંતુ જોનારા મૂર્ખા નથી.

રામચરણ તેજા સાથે રોમાંસ

રામચરણ તેજા સાથે રોમાંસ

આલિયા ભટ્ટ હાલમાં પોતાના કેરિયરના શાનદાર પડાવ પર ચાલી રહી છે. કલંક તેમનો પહેલો પીરિયડ ડ્રામા હતી ત્યારબાદ હવે તે બાહુબલી ડાયરેક્ટર એસ એસ રાજામૌલીના પીરિયડ ડ્રામા, RRRમાં રામચરણ તેજા સાથે રોમાંસ કરતી જોવા મળશે. ફિલ્મમાં આલિયાની ભૂમિકા બહુ મોટી નથી પરંતુ ઘણી સશક્ત છે. આ રોલ વિશે વાત કરતા આલિયાએ જણાવ્યુ કે હું રાજામૌલી સરને એક એરપોર્ટ પર મળી હતી અને તેમની પાસે ભીખ માંગી કે તેમની આગામી ફિલ્મમાં ગમે તેટલો નાનો રોલ કેમ ન હોય, પ્લીઝ તેને લેવા વિશે વિચારે. ત્યારબાદ રાજામૌલીએ આલિયાને RRR માટે સાઈન કરી લીધી.

આલિયાની બધી શરતો માનવા માટે તૈયાર

આલિયાની બધી શરતો માનવા માટે તૈયાર

ઉલ્લેખનીય છે કે જ્યારે એસ એસ રાજામૌલાએ આલિયા ભટ્ટને RRR ઑફર કરી તો આલિયાએ પોતાની ફી વધારી દીધી પરંતુ રાજામૌલી આલિયાની બધી શરતો માનવા માટે તૈયાર હતા. તેમછતાં આલિયાએ આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી કારણકે તેની પાસે ડેટ્સ નહોતી. પરંતુ કરણ જોહર વચમાં આવ્યા બાદ આલિયાએ છેવટે રાજામૌલીની ફિલ્મને હા કહી દીધી. જો કે આટલી બધી ફિલ્મોની લાઈન જોયા બાદ એ નક્કી છે કે આગામી બે-ત્રણ વર્ષ પડદા પર માત્ર આલિયા જ આલિયા જોવા મળવાની છે.

પહેલી અફવા

પહેલી અફવા

જો શરૂઆત કરવામાં આવે તો સમાચાર છે કે સંજય લીલા ભણશાળીએ બૈજુ બાવરા રીમેકના રાઈટ્સ ખરીદ્યા બાદ સૌથી પહેલા આલિયા ભટ્ટને હીરોઈન તરીકે અપ્રોચ કરી છે.

બીજી અફવા

બીજી અફવા

સમાચાર હતા કે શકુન બત્રા, ધર્મા પ્રોડક્શન્સ માટે ઓશો બાયોપિકની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મા આનંદ શીલા અને આમિર ખાન, રજનીશ ઓશોની ભૂમિકામાં જોવા મળશે.

સૌથી મોટી અફવા

સૌથી મોટી અફવા

સૌથી મોટી અફવા જોડાયેલી છે આલિયાની પર્સનલ લાઈફ સાથે. આ વ્યસ્ત શિડ્યુલમાં રણબીર કપૂર સાથે તેના લગ્નની અફવાઓ જોરશોરથી ઉડી રહી છે. જો કે આલિયા કહી ચૂકી છે કે લગ્ન માટે હજુ તે ઘણી નાની છે.

ઈંશાલ્લાહ

ઈંશાલ્લાહ

આલિયા ભટ્ટ વિશે સૌથી મોટુ અનાઉન્સમેન્ટ કર્યુ છે ભણશાળી પ્રોડક્શન્સે. સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મમાં આલિયા ભટ્ટ સલમાન ખાન સાથે જોવા મળશે. ફિલ્મનું નામ છે ઈંશાલ્લાહ.

રાજામૌલીની હીરોઈન

રાજામૌલીની હીરોઈન

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRમાં આલિયા ભટ્ટ, રામ ચરણ તેજા સાથે રોમાંસ કરતી જોવા મળશે. આ આલિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. ફિલ્મનું બજેટ છે 300 કરોડ. ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

સડક 2

સડક 2

આટલી ફિલ્મો બાદ આલિયાને પપ્પા મહેશ ભટ્ટની હોમ પ્રોડક્શન્સ સડક 2માં પણ કામ કરવાનું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્તની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે.

તખ્ત

તખ્ત

કરણ જોહરની તખ્તમાં આલિયા ભટ્ટ કરીના કપૂર અને રણવીર સિંહ સાથે જોવા મળશે. ફિલ્મ મુઘલ સલ્તનત પર બનેલી પીરિયડ ડ્રામા છે.

અરુણિમા સિન્હા બાયોપિક

અરુણિમા સિન્હા બાયોપિક

સમાચાર છે કે આલિયા ભટ્ટને અરુણિમા સિન્હા બાયોપિક માટે પણ ફાઈનેલ કરી લેવામાં આવી છે. ફિલ્મને ધર્મા પ્રોડક્શન્સ જ પ્રોડ્યુસ કરશે. ફિલ્મ પહેલા કંગના રનોતને ઓફર કરવામાં આવી હતી.

કલંક

કલંક

આલિયા ભટ્ટ વરુણ ધવન સાથે કલંકમાં રોમાંસ કરતી જોવા મળી રહી છે. ફિલ્મ 40ના દશકમાં બનેલો એક પીરિયડ ડ્રામા છે જેને અભિષેક વર્મને ડાયરેક્ટ કર્યો છે. આલિયા સાથે અભિષેક 2 સ્ટેટ્સ કરી હતી જે તેની ડેબ્યુ ફિલ્મ હતી.

બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર

હાલમાં સૌથી નજરો ટીકાઈ છે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થનારી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર પર. ફિલ્મને યે જવાની હે દિવાની ડાયરેક્ટર અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'એવેંજર્સ એંડગેમ'નું એડવાંસ બુકિંગ, 2 કલાકમાં બધા શો હાઉસફૂલ, જાણો ટિકિટના ભાવ

English summary
After Alia Bhatt declared she will stay quiet on Kangana Ranaut and her sister Rangoli Chandel's targets, Rangoli turned furious and attacked Alia for begging to producers for films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more