For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: '1947માં મળી હતી ભીખ, અસલી આઝાદી 2014માં મળી,' કંગનાના આ નિવેદન પર થયો હોબાળો

કંગના રનોત પોતાના નિવેદનોને લઈને ઘણીવાર વિવાદોમાં રહે છે. હવે તેણે ફરીથી એક વાર એવુ નિવેદન આપ્યુ છે જેને સાંભળીને સહુ કોઈ ચોંકી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત પોતાના નિવેદનોને લઈને ઘણીવાર વિવાદોમાં રહે છે. હવે તેણે ફરીથી એક વાર એવુ નિવેદન આપ્યુ છે જેને સાંભળીને સહુ કોઈ ચોંકી ગયા છે. એક કાર્યક્રમમાં કંગના રનોતે કહ્યુ કે 1947માં મળેલી આઝાદી ભીખ હતી જ્યારે અસલી આઝાદી 2014માં મળી છે. બૉલિવુડ અભિનેત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરથી લઈને પૂર્વ આઈએએસ અધિકારી અને કોંગ્રેસના ઘણા નેતા કંગના પર ભડકી ઉઠ્યા છે.

1947માં મળેલી આઝાદી ભીખ હતી

1947માં મળેલી આઝાદી ભીખ હતી

પોતાની ફિલ્મોથી વધુ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનોતે ટાઈમ્સ નાઉના સમિટ 2021માં કહ્યુ, 'સાવરકર, રાણી લક્ષ્મીબાઈ, નેતા સુભાષચંદ્ર બોઝ, આ સહુ જાણતા હતા કે લોહી વહેશે પરંતુ એ પણ યાદ રહે કે કોઈ હિંદુસ્તાની કોઈ હિંદુસ્તાનીનુ લોહી ન વહાવે. ખરેખર, તેમણે આઝાદીની કિંમત ચૂકવી પરંતુ તે આઝાદી નહોતી તે ભીખ હતી જે આઝાદી મળી છે તે 2014માં મળી છે.'

અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યુ - કોણે વગાડી તાળીઓ

અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યુ - કોણે વગાડી તાળીઓ

કંગનાની આ વાત પર એંકરે કહ્યુ કે માટે સહુ તમને કહે છે કે તમે ભગવા છો. આના પર કંગનાએ કહ્યુ, 'હવે આ વાત માટે મારા પર 10 કેસ બીજા થવાના છે.' કાર્યક્રમમાં કંગનાના આ વીડિયોને જોયા બાદ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને કહ્યુ, 'એ મૂર્ખ લોકો કોણ છે જેણે આ વાતને સાંભળીને તાળીઓ વગાડવાનુ શરૂ કર્યુ, હું જાણવા માંગુ છુ.' તમને જણાવી દઈએ કે કંગનાનુ આ નિવેદન સાંભળીને અમુક લોકોએ તાળીઓ પણ વગાડી હતી.

કોંગ્રેસ નેતાઓએ કંગનાને ઘેરી

કોંગ્રેસ નેતાઓએ કંગનાને ઘેરી

માત્ર સ્વરા જ નહિ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતને તેના નિવેદન માટે ઘેરી છે. તેમણે કહ્યુ, 'આપણી આઝાદીને ભીખ કઈ માનસિક રીતે વિકલાંગ અસંતુલિત વ્યક્તિ જ કહેશે. એ આઝાદી, જેના માટે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ખેર, આમની પાસે વધુ શું આશા કરી શકીએ.' સુપ્રિયા શ્રીનેતે શોની એંકર નાવિકાને પણ સવાલ કરીને પૂછ્યુ તે તમે આ નિવેદનની ટીકા કેમ ના કરી.

પૂર્વ આઈએએસે કહી આ વાત

પૂર્વ આઈએએસે કહી આ વાત

કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ નારાજગી વ્યક્ત કરીને કહ્યુ, 'આવા લોકોને પદ્મશ્રી અપાવનાર મોદીજી જવાબ આપે.. શું આપણે કુર્બાનીઓમાં મળેલી આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે કે તમારા ભક્તો અનુસાર ભીખમાં મળેલી આઝાદીની?' તેમણે કહ્યુ, 'એટલા માટે તો કહ્યુ કે લોકપ્રિયતા મળે તો સોનૂ સૂદ બનજો, કંગના નહિ. ભગત સિંહ, સુખદેવ તેમજ રાજગુરુ સહિત લાખો સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના બલિદાનને ભીખ ગણાવનાર કંગના.'

English summary
Kangana Ranaut said Begging was given in 1947, real freedom was found in 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X