જો મને મણિકર્ણિકા માટે નેશનલ એવોર્ડ નહીં મળ્યો તો ખોટું હશે: કંગના રાનૌટ
રાની લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ મણિકર્ણિકા બોક્સઓફિસ પર સફળ રહી, પરંતુ તેની સાથે આ ફિલ્મ વિવાદોમાં પણ રહી. હાલમાં જ ફિલ્મ અંગે કંગના રનૌતે એક નિવેદન આપ્યું છે જેને કારણે એક નવો વિવાદ શરુ થઇ ગયો છે. કંગનાએ કહ્યું કે મને અથવા મણિકર્ણિકા ફિલ્મને આ વર્ષે નેશનલ એવોર્ડ નહીં મળે તો તે એવોર્ડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે.
જો કંગના ફિલ્મ ડાયરેક્ટ કરશે એવું ખબર હોત તો ફિલ્મ નહીં કરતી

રાષ્ટ્રીય એવોર્ડ પર જ સવાલ
કંગનાએ સીધે સીધો રાષ્ટ્રીય એવોર્ડ પર જ સવાલ ઉભા કર્યા છે. કંગનાએ કહ્યું કે, મને લાગે છે કે કેટલીક વસ્તુઓ એવી હોય કે જો તમે તેનું સમ્માન નહીં કરો તો તે સંસ્થાનું પણ અપમાન થશે. જો હું કોઈ બીજા સારા કામને જોવું છું તો, હું એવું કહેવામાં પાછળ નહીં હટુ કે તે મારા કરતા સારું છે.

માણિકર્ણિકાને વર્ષની સૌથી સારી ફિલ્મ ગણાવી
માણિકર્ણિકાને વર્ષની સૌથી સારી ફિલ્મ ગણાવતા કંગના રનૌતે કહ્યું કે, મને લાગે છે કે ગયા વર્ષે તબ્બુજીએ અંધાધુનમા સારું કામ કર્યું હતું, તેમને જે કર્યું તે જોઈને હું હેરાન થઇ ગઈ હતી. તેવી જ રીતે આ વર્ષે મણિકર્ણિકા કરતા વધારે સારું કોઈ પરફોર્મન્સ હશે, તો હું તેના વખાણ ચોક્કસ કરીશ. પરંતુ મને નથી લાગતું એવું થશે.

હું જ્યાં ઉભી છું, રિતિક અને કરણ ક્યારેય ત્યાં નહીં પહોંચી શકે
કંગના રનૌતે હાલમાં જ દિલ્હીની એક ઇવેન્ટમાં ફરી એકવાર રિતિક રોશન અને કરણ જોહર પર જોરદાર પ્રહાર કર્યા છે. કરણ અને રિતિક સાથે જોડાયેલો સવાલ કરવા પર કંગનાએ કહ્યું કે, આજે જ્યાં હું ઉભી છું, કરણ જોહર અને રિતિક રોશન ત્યાં ક્યારેય નહીં પહોંચી શકે. મેં મારા દમ પર સફળતા મેળવી છે. મેં મારા રૂલ જાતે સેટ કર્યા છે.

કંગનાની ફિલ્મ મણિકર્ણિકા વિવાદોમાં રહી
આ ફિલ્મનો હિસ્સો રહેલી મિસ્ટી ચક્રવતી ઘ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા છે તે ખરેખર ચોંકાવી નાખે તેવા છે. તેમને ફિલ્મના કેરેક્ટર વિશે જણાવતા કહ્યું કે કંગનાએ રોલ કાપી નાખ્યા છે. તેમના સીન જે ફિલ્મમાં ઘણા અગત્યના હતા તેમને ફિલ્મથી હટાવી દેવામાં આવ્યા છે. સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને આ બાબતે ખુલાસા કર્યા છે.