• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'સંઘી મહિલાઓ હૉટ નથી હોતી' પર ભડકી કંગના, પોતાનો ખૂબ જ બોલ્ડ ફોટો શેર કરીને બોલી - હવે બોલો

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી કંગના રનોત ફિલ્મો ઉપરાંત સતત પોતાના નિવેદનો માટે પણ ચર્ચામાં રહે છે. કંગના સતત ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેવા અને પોતાના દક્ષિણપંથી રૂઝાન માટે જાણીતી છે. તેના નિવેદન સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતા રહે છે. હવે એક વાર ફરીથી તે ચર્ચામાં છે. કંગનાએ પોતાના અમુક બોલ્ડ ફોટા શેર કર્યા છે. આ ફોટાને શેર કરવાનુ કારણ કંઈક ખાસ છે. સંઘી મહિલાઓ પર એક કમેન્ટના જવાબમાં કંગનાએ ખુદને હૉટ સંઘી કહીને આ ફોટા શેર કર્યા છે.

કંગનાએ શરે કર્યા બે ફોટા

કંગનાએ શરે કર્યા બે ફોટા

કંગના રનોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના બે ફોટા પોસ્ટ કર્યા છે. બંનેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે. એક ફોટા સાથે તેણે લખ્યુ છે, લિબ્રુસ-સંઘી મહિલાઓ હૉટ નથી હોતી. હું - જરા મારી બિયરનો ગ્લાસ તો પકડજો. કંગનાએ પોતાની બીજો ફોટો પોસ્ટ કરીને તેના પર પોતાના માટે લખ્યુ - હૉટ સંઘી.

કંગનાએ કેમ શેર કર્યા આ ફોટા

કંગનાએ કેમ શેર કર્યા આ ફોટા

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ઑડિયો વાયરલ થયો છે. જેમાં સંઘ સાથે જોડાયેલ લોકો માટે ઘણા પ્રકારની વાતો કહેવામાં આવી છે. આ ઑડિયો ક્લિપમાં એક મહિલા એ પણ કહે છે કે સંઘી મહિલાઓ હૉટ નથી હોતી. આના જવાબમાં કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો છે અને ખુદને હૉટ સંઘી ગણાવી છે. કંગનાના આ ફોટાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

સંઘની બુરાઈ કરનારા પર વરસતી રહે છે કંગના

સંઘની બુરાઈ કરનારા પર વરસતી રહે છે કંગના

કંગના રનોત છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરતી રહે છે. તે નરેન્દ્ર મોદી, સંઘ અને ભાજપના પક્ષમાં બોલતી રહે છે અને સરકાર સામે બોલનારા પર વરસતી રહે છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકાર અને બીએમસી સાથે પોતાના ટકરાવ માટે પણ તે ચર્ચામાં રહી હતી. અભિનેતા સુશાંત સિંહના મોત માટે પણ તેણે ઘણા પ્રકારના દાવા કરીને વીડિયો શેર કર્યા હતા. તેના નિવેદનોમાં જૂઠનો હવાલો આપીને ટ્વિટરે તેના અકાઉન્ટ પર હાલમાં જ કાર્યવાહી પણ કરી હતી.

English summary
Kangana Ranaut share bold pics to hit back who claimed that Sanghi women are not hot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X