ભાઈની દુલ્હન જોઈ ભાવુક થઈ કંગના - 'તેમણે પોતાના દિલનો હિસ્સો કાપીને અમને આપી દીધો'
મંડીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત હાલમાં પોતાના હિમાચલ પ્રદેશ સ્થિત ઘરમાં છે. તે રોજ પરિવાર સાથે પોતાના વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. હવે કંગનાએ પોતાના ભાઈના લગ્નનો પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઘણી ખુશ દેખાઈ રહી છે. વાસ્તવમાં કંગના પોતાના પિતરાઈ ભાઈના લગ્નમાં શામેલ થવા માટે રાજ્યના મંડી જિલ્લામાં ભાંબલા પહોંચી હતી. આ દરમિયાન તેણે એક રસમ પણ કરી જેનો વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે.

કંગના - આજે તેમનુ ઘર સૂનુ થઈ જશે
આ વીડિયો શેર કરીને કંગનાએ કેપ્શનમાં લખ્યુ છે, 'કરણ અને અંજલિને આશીર્વાદ આપો, આજે અમારા ઘરે દીકરી આવી છે. પરંતુ જયારે હું અંજલિના માતાપિતા વિશે વિચારુ છુ તો હ્રદય ભારે થઈ જાય છે, આજે તેમનુ ઘર સૂનુ થઈ જશે, તેમણે પોતાના દિલનો એક હિસ્સો કાપીને અમને આપી દીધો, આજે તેમની દીકરીનો રૂમ ખાલી થઈ ગયો. કન્યાદાનથી ઉપર કોઈ દાન નથી.' કંગના દ્વારા શેર આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને ખૂબ જ શેર પણ કરવામાં આવી રહ્યો છે.

વર-વધુને આપ્યા આશીર્વાદ
આ વીડિયોમાં કંગના વર અને વધુને આશીર્વાદ આપે છે. ત્યારે પંડિત તેને કહે છે કે શગુન તરીકે દુલ્હનને પૈસા આપો. આના પર કંગના મજાકમાં મંડલી ભાષામાં કહે છે, 'કોઈ પૈસા દેઆ, પૈસા તા મે લેંદેની હે.' આનો અર્થ એ છે કે કોઈ પૈસા આપો, પૈસા તો હું લાવી નથી. ત્યારબાદ ત્યાં હાજર બધા લોકો હસવા લાગે છે. માહિતી મુજબ કંગનાના ભાઈ અક્ષય રનોતના પણ લગ્ન થવાના છે. તે ચંદીગઢમાં રહેતી એર હોસ્ટેસ સાથે લગ્ન કરી રહ્યા છે.

11 નવેમ્બરે થશે ભાઈના લગ્ન
કંગનાના ભાઈ અક્ષતના લગ્ન 11 નવેમ્બરે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લગ્ન જયપુરના એક પેલેસમાં થવાના છે. અક્ષતના લગ્ન વિશે કંગનાએ ટ્વિટ પણ કર્યુ હતુ. જેમાં તેણે કહ્યુ હતુ, 'આજે મારા ભાઈ અક્ષતની બધાઈના અમુક ફોટા, બધાઈ હિમાચલની એક પરંપરા છે. લગ્નનુ પહેલુ નિમંત્રણ મામાના ઘરે આપવામાં આવે છે, અક્ષતના લગ્ન નવેમ્બરમાં છે. આજથી બધાને આમંત્રણ આપવામાં આવશે માટે તેને બધાઈ કહેવામાં આવે છે.' આની પહેલા કંગના પોતાના પિતરાઈ ભાઈના લગ્નમાં 21 અને 22 ઓક્ટોબરે શામેલ થઈ છે.
करण और अंजली को आशीर्वाद दें, आज हमारे घर बेटी आयी है मगर जब मैं अंजली के माता पिता के बारे में सोचती हूँ तो दिल भारी हो जाता है, आज उनका घर सूना होगा, उन्होंने अपने दिल का एक हिस्सा काट कर हमें दे दिया, आज उनकी बेटी का कमरा ख़ाली हो गया होगा, कन्यादान से बढ़कर कोई दान नहीं ❤️ pic.twitter.com/rcPkq75NRP
— Kangana Ranaut (@KanganaTeam) October 21, 2020
Dussehra 2020: રાવણે લક્ષ્મણને જણાવી હતી આ 3 મહત્વપૂર્ણ વાતો