COVID 19: કંગના રણૌત, બહેન રંગોલી અને પીએનો કોરોના ટેસ્ટ થયો, આજે રિપોર્ટ આવી શકે
મનાલીઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌત હાલ પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં છે. કંગના રણૌતને કેન્દ્ર સરકાર તરફથી વાઈ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારે પણ કંગના રણૌતના ઘરે સુરક્ષા જવાનો તહેનાત કરી દીધા છે. આ દરમ્યાન સ્વાસ્થ્ય વિભાગની ટીમે કંગના રણૌતના ઘરે જઈ તેમનો અને તેમની બહેનનો કોવિડ 19 ટેસ્ટ કર્યો છે. મંગળવારે અભિનેત્રીનો કોરોના રિપોર્ટ આવનાર છે.

ટેસ્ટ શા માટે કરાયો?
ઉલ્લેખનીય છે કે કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ જવાની છે. એવામાં એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવેશ કરવા પર જો તેની પાસે કોવિડનો રિપોર્ટ હશે તો તેને એન્ટ્રીમાં પરેશાની નહિ થાય.

સીએમ જયરામનું નિવેદન
અગાઉ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌતના જીવનને ખતરામાં જોતાં રાજ્ય સરકારે તેમના પ્રવાસ અને આગમન દરમ્યાન પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કંગના રણૌને સીઆરપીએફ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો તે બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

શાંતાએ પણ પત્ર લખ્યો
હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે પત્ર લખી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કંગનાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો છે. પૂર્વ સીએમે લખ્યું કે શિવસેના એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપ બાદ રાષ્ટ્રવાદનું સમર્થન કરે છે. આ દ્રષ્ટિએ કંગના રણૌતને શિવસેના તરફથી વધારે સહયોગ મળવો જોઈએ.
શિવસેનાએ સાધ્યુ કંગના રનોત પર નિશાન, 'મેન્ટલ વુમનને મહારાષ્ટ્રમાં રહેવાનો અધિકાર નથી