For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના પાસે માફીની માંગ પર રંગોલી બોલી, ‘માફી નહિ તમને ધોઈ-ધોઈને સીધા કરી દેશે'

કંગના રનોત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જર્નાલિસ્ટ સાથે ચર્ચા પર માફી નહિ માંગે. કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને કહ્યુ કે કંગના માફી નહી માંગે પરંતુ જો જરૂર પડી તો ‘સીધા' કરી દેશે.

|
Google Oneindia Gujarati News

કંગના રનોત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જર્નાલિસ્ટ સાથે ચર્ચા પર માફી નહિ માંગે. કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને કહ્યુ કે કંગના માફી નહી માંગે પરંતુ જો જરૂર પડી તો 'સીધા' કરી દેશે. ફિલ્મ 'જજમેન્ટલ હે ક્યા' ના એક ઈવેન્ટ દરમિયાન કંગના એક પત્રકાર સાથે ભિડાઈ ગઈ. આના પર એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડે તેની પાસે માફીની માંગ કરી છે. જેના પર રંગોલીનો જવાબ આવ્યો છે. વળી, ફિલ્મની નિર્માતા એકતા કપૂરે આ મામલે ગિલ્ડ પાસે માફી માંગી છે.

આ પણ વાંચોઃ ક્યારે, ક્યાં અને કોની સાથે લગ્ન કરશે સલમાન ખાન, જાણવા માટે જરૂર જુઓ આ વીડિયોઆ પણ વાંચોઃ ક્યારે, ક્યાં અને કોની સાથે લગ્ન કરશે સલમાન ખાન, જાણવા માટે જરૂર જુઓ આ વીડિયો

રંગોલીએ કહ્યુ, માફી નહિ

રંગોલીએ કહ્યુ, માફી નહિ

કંગના પાસે માફી માંગવાની જર્નાલિસ્ટ ગિલ્ડની માંગ પર રંગોલીએ ટ્વીટ કરીને કહ્યુ, એક વાતનો હું દાવો કરુ છુ, કંગના તો માફી નહિ માંગે પરંતુ તે તને ધોઈ ધોઈને સીધો જરૂર કરશે. બસ ઊભો રહે અને જો... તે ખોટા વ્યક્તિ પાસે માફી માંગી છે.

કંગનાનો પત્રકાર સાથે થયો વિવાદ

કંગનાનો પત્રકાર સાથે થયો વિવાદ

હાલમાં જ ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંગનાએ પત્રકારને કહ્યુ, ‘તુ તો અરા વિશે ઘણી ખરાબ વાતો લખી રહ્યો છે. આટલુ ગંદુ કેવી રીતે વિચારે છે.' આના પર એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડઑફ ઈન્ડિયા નામની સંસ્થાએ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂરને એક લેટર લખ્યો છે જેમાં ફિલ્મને સંપૂર્ણપણે બોયકોટ કરવા અને તેને કોઈ મીડિયા કવરેજ નહિ આપવાની વાત કહી છે. આ સાથે જ ગિલ્ડે તેની પાસે સાર્વજનિક રીતે માફીની માંગ કરી છે.

એકતાએ માફી માંગી

એકતાએ માફી માંગી

એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઑફ ઈન્ડિયાની માંગ બાદ એકતાએ સોશિયલ મીડિયા પર માફીનામુ લખ્યુ છે. એકતાએ લખ્યુ, ‘અમારી ફિલ્મ જજમેન્ટલ હે ક્યાની અભિનેત્રી અને પત્રકાર જસ્ટીન રાવ વચ્ચે થયેલી ચર્ચા વિશે ઘણી વાતો થઈ રહી છે, આ ચર્ચા 7 જુલાઈ, 2019ના રોજ ફિલ્મના સોન્ગ લૉન્ચ દરમિયાન થઈ. આમાં શામેલ લોકોએ પોતાનો પક્ષ મૂક્યો. આ અમારી ફિલ્મના ઈવેન્ટ પર થયુ એટલા માટે પ્રોડ્યુસર તરીકે આ ઘટના માટે અમે માફી માંગીએ છીએ. અમે સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે અમારો હેતુ કોઈનું અપમાન કે ભાવનાઓનો ઠેસ પહોંચાડવાનો નહોતો. ફિલ્મ જજમેન્ટલ હે ક્યા 26 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. એવામાં મીડિયાને અનુરોધ છે કે આ ઘટનાની અસર ફિલ્મ બનાવવાના ટીમના પ્રયાસો પર ન પડવા દેવી જોઈએ.'

English summary
kangana ranaut sister rangoli on entertainment journalists guild apology demand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X