દોસ્તાના-2થી કાર્તિક આર્યનને કરણ જોહરે કર્યો બહાર તો ભડકી કંગના, કહ્યુ - સુશાંતની જેમ લટકવા પર મજબૂર ના કરો
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં સમાચારમાં છે. કાર્તિક આર્યન પાસેથી ધર્મા પ્રોડક્શનની ફિલ્મ દોસ્તાના 2 છીનવી લેવામાં આવી છે. સમાચાર એ પણ છે કે ધર્મા પ્રોડક્શને તેને હંમેશા માટે બેન કરી દીધો છે. આ વિશે સોશિયલ મીડિયા પર ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહરની જોરદાર ટીકા થઈ રહી છે. વળી, કાર્તિક આર્યનના ફેન્સ તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે. હવે બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત પણ કાર્તિક આર્યનના સપોર્ટમાં આવી ગઈ છે. કંગનાએ ટ્વિટ કરીને એક તરફ કાર્તિક આર્યનની હિંમત વધારી છે ત્યાં બીજી તરફ કરણ જોહર અને ધર્મા પ્રોડક્શન પર જોરદાર નિશાન સાધ્યુ છે. કંગના રનોતે એક પછી એક આ મામલે ત્રણ ટ્વિટ કર્યા છે.

'સુશાંત સિંહ રાજપૂતની જેમ લટકવા પર મજબૂર ના કરો'
કંગના રનોતે પોતાના પહેલા ટ્વિટમાં લખ્યુ, 'કાર્તિક આર્યન પોતાના દમ પર અહીં સુધી પહોંચ્યો છે અને તે આગળ પણ પોતાના દમ પર આવુ કરતુ રહેશે. માત્ર પાપા જો અને તેની નેપો ગેંગ ક્લબને અનુરોધ છે કે કૃપા કરીને તેને(કાર્તિક આર્યન)ને એકલો છોડી દેવામાં આવે. સુશાંત સિંહ રાજપૂતની જેમ તેની પાછળ ના પડતા કે તે ફાંસી પર લટકવા માટે મજબૂર થઈ જાય. ગીધો તેને એકલો છોડી દો.'

'કાર્તિક આર્યન આ ચિલ્લરોથી ડરવાની જરૂર નથી'
કંગના રનોતે પોતાના એક અન્ય ટ્વિટમાં લખ્યુ, 'કાર્તિક આર્યન તારે આ ચિલ્લરોથી ડરવાની જરૂર નથી. આ માત્ર અને માત્ર ખરાબ આર્ટિકલ લખીને અને ઘોષણાઓ કરીને તમારુ મનોબળ તોડવાની કોશિશ કરશે. તમારા વલણને જવાબદાર ગણાવીને ગરિમાપૂર્ણ મૌન જાળવી રાખશે. તેમણે સુશાંત સિંહ રાજપૂત માટે પણ ડ્રગ્ઝની લત અને ખરાબ વલણણની કહાની આવી રીતે ફેલાવી હતી.'

કાર્તિક આર્યન અમે તમારી સાથે છેઃ કંગના રનોત
અભિનેત્રી કંગના રનોતે પોતાના એક અન્ય ટ્વિટમાં લખ્યુ, 'કાર્તિક આર્યન અમે તમારી સાથે છે. જેણે તમને બનાવ્યા નથી, તે તમને તોડી પણ નહિ શકે. મને ખબર છે કે આજે તમે એકલાપણુ અનુભવી રહ્યા છો પરંતુ એવુ ફીલ કરવાની બિલકુલ જરૂર નથી. આ ઈન્ડસ્ટ્રીમાં દરેક જણ ડ્રામા ક્વીનને જાણે છે. તમે બસ પોતાના પર ભરોસો રાખો અને અનુશાસિત રહો.'
સોનૂ સુદનુ સૌથી મોટુ પગલુ, કોરોના કાળમાં અપાવશે નોકરી, જાહેર કર્યો હેલ્પલાઈન નંબર!