India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુષ્કાએ સુનીલ ગવાસ્કરની કમેન્ટનો આપ્યો જવાબ, તો કંગનાએ સપોર્ટ કરી 'હરામખોર' નિવેદન યાદ કર્યુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં કમેન્ટ્રી દરમિયાન અનુષ્કા શર્માનુ નામ લેવુ સુનીલ ગવાસ્કરને ભારે પડી ગયુ. અનુષ્કા શર્માએ જ નહિ પરંતુ ઘણા લોકોએ સુનીલ ગવાસ્કરની કમેન્ટન નિંદા કરી. વાસ્તવમાં સુનીલ ગવાસ્કરે ગુરુવારે કિંગ્ઝ ઈલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલા દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા વિશે એક વિવાદિત કમેન્ટ કરી હતી. ત્યારબાદ ગવાસ્કરને પણ સફાઈ આપવી પડી. હવે આ સમગ્ર મામલે અભિનેત્રી કંગના રનોતની પણ પ્રતિક્રિયા આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી કંગનાએ એક તરફ અનુષ્કાનુ સમર્થન કર્યુ છે જ્યારે બીજી તરફ અનુષ્કા પર 'સિલેક્ટીવ ફેમિનિઝમ'નો આરોપ પણ લગાવી દીધો છે.

કંગના રનોતે શું કહ્યુ?

કંગના રનોતે શું કહ્યુ?

કંગનાએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે, 'અનુષ્કા ત્યારે ચૂપ રહી જ્યારે મને ધમકીઓ આપવામાં આવી રહી હતી અને હરામખોર કહેવામાં આવી રહી હતી પરંતુ આજે સ્ત્રીદ્વેષ તેમને ખટકી રહ્યો છે. સુનીલ ગવાસ્કર દ્વારા અનુષ્કાને ક્રિકેટમાં ઢસડવા માટે હું નિંદા કરુ છુ પરંતુ સિલેક્ટીવ ફેમિનિઝન યોગ્ય નથી.' કંગનાએ આગળ કહ્યુ કે ગવાસ્કરે અનુષ્કાનુ નામ નહોતુ લેવુ જોઈતુ. જો કે અનુષ્કાના પોતાના પતિ સાથે ક્રિકેટ રમતા ઘણા વીડિયો છે.

અનુષ્કાએ શું કહ્યુ?

અનુષ્કાએ શું કહ્યુ?

સુનીલ ગવાસ્કરને જવાબ આપતા અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ, 'મિસ્ટર સુનીલ ગવાસ્કર, હું તમને કહેવા માંગુ છુ કે તમે જે પણ કમેન્ટ કરી, તે સારી નહોતી. પરંતુ મને સારુ લાગશે જો તમે જણાવી શકો છેવટે તમે પતિના ખેલ પ્રદર્શન માટે પત્ની પર આરોપ લગાવવાના નિવેદન આપવા વિશે કેમ વિચાર્યુ? હું એ સારી રીતે જાણુ છુ કે તમે છેલ્લા ઘણા વર્ષોમાં દરેક ક્રિકેટરની પર્સનલ લાઈફની ઈજ્જત કરી છે તો તમને એવુ નથી લાગતુ કે એવુ મારી સાથે પણ થવુ જોઈએ.'

'મારા માટે વસ્તુઓ હજુ પણ નથી બદલાઈ'

'મારા માટે વસ્તુઓ હજુ પણ નથી બદલાઈ'

અનુષ્કા શર્માએ આગળ કહ્યુ, 'મને વિશ્વાસ છે કે ગઈ રાત(24 સપ્ટેમ્બર)થી મારા પતિ (વિરાટ કોહલી) ના પ્રદર્શન પર કમેન્ટ કરવા માટે તમારા મનમાં ઘણા વાક્ય અને શબ્દો હશે અથવા તમારા શબ્દ માત્ર ત્યારે જ મહત્વ ધરાવે છે જ્યારે તેમાં મારુ નામ આવ્યુ હોય. આ 2020 છે અને મારા માટે વસ્તુઓ હજુ પણ નથી બદલાઈ. છેવટે ક્યારે એવુ બનશે જ્યારે મને ક્રિકેટમાં ઢસડવાનુ બંધ કરવામાં આવશે અને આ રીતની એકતરફી ટિપ્પણીઓ મારા માટે નહિ કરવામાં આવે? આદરણીય ગવાસ્કર, તમે મહાન છો. હું બસ તમને એ જણાવવા માંગતી હતી કે જ્યારે તમને આવુ કહ્યુ તો મને કેવુ લાગ્યુ.' તમને જણાવી દઈએ કે જ્યારે વિરાટ કોહલી પોતાની ટીમ માટે બેટિંગ કરવા ઉતર્યા તો તે દરમિયાન સુનીલ ગવાસ્કરે કહ્યુ, 'તેમણે (વિરાટ કોહલી) લૉકડાઉનમાં તો બસ અનુષ્કાના બોલની જ પ્રેકટીસ કરી છે.' આ કમેન્ટ બાદ જ અનુષ્કા ટ્રોલ થવા લાગી.

સુનીલ ગવાસ્કરે સફાઈમાં શું કહ્યુ?

સુનીલ ગવાસ્કરે સફાઈમાં શું કહ્યુ?

ત્યારબાદ સુનીલ ગવાસ્કરે આના પર સફાઈ આપતા સ્પષ્ટ કર્યુ કે લોકોએ તેમને સંપૂર્ણપણે ખોટા સમજ્યા અને તેમના શબ્દોને ઘુમાવવામાં આવ્યા જેના કારણે આ વિવાદ થયો. ગવાસ્કરે કહ્યુ, 'હું તેમને(અનુષ્કા શર્મા)ને ક્યાં દોષી ગણાવી રહ્યો છુ? મે ક્યારે સેક્સિસ્ટ કમેન્ટ કરી? હું બસ એ વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે વિરાટના ઘરની પાસેની બિલ્ડિંગથી રિકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર નાખવામાં આવ્યો હતો.' સુનીલ ગવાસ્કરે જણાવ્યુ કે લૉકડાઉન દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા અને અનુષ્કા તેમને બોલ નાખી રહી હતી. વિરાટો કોઈ પ્રેકટીસ નહોતી કરી અને જે પ્રેકટીસ તેમણે કરી હતી તે બસ એ જ હતી, બસ આ જ મે કહ્યુ હતુ.

કોણ છે UNGAમાં પાક PM ઈમરાન ખાનના ભાષણને છોડી જનાર ભારતીય ઑફિસર મિજિતો વિનીતોકોણ છે UNGAમાં પાક PM ઈમરાન ખાનના ભાષણને છોડી જનાર ભારતીય ઑફિસર મિજિતો વિનીતો

English summary
kangana ranaut supports anushka sharma statement on sunil gavaskar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X