For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે

બોમ્બે હાઈ કોર્ટે કંગના રણૌતની ઑફિસમા તોડફોડના મામલાની સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે કંગના રણૌતની ઑફિસમા તોડફોડના મામલાની સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે, આ સુનાવણીમાં BMCના વકીલે કહ્યું કે કોર્ટના આદેશ બાદ બીએમસીનું બધું કામ અટકી ગયું છે તો ત્યાં જ કંગનાના વકીલ રિજવાન સિદ્દીકીએ કહ્યું કે કેટલાય તથ્યો ઑન રેકોર્ડ લાવવાની જરૂરત છે, ફાઈલ તૈયાર કરવા માટે મારે સમયની જરૂરત છે કેમ કે મારા ક્લાયન્ટ હજી કાલે જ મુંબઈ આવ્યા છે, જે બાદ કોર્ટે સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે અને એમ પણ કહ્યું કે 22 તારીખ સુધી કંગનાની ઑફિસમાં કોઈ તોડફોડ નહિ થાય.

હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

જણાવી દઈએ કે બુધવારે જ હાઈકોર્ટે મુંબઈ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્ઝ ઑફિસમાં ગેરકાયદેસર નિર્માણ તોડવા પર રોક લગાવી દીધી હતી, જો કે બીએમસીએ પહેલા જ પોતાની કાર્યવાહી પૂરી કરી લીધી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલ સુનાવણીમાં અદાલતે ફેસલો સંભળાવ્યો હતો, સાથે જ બોમ્બે હાઈકોર્ટે આ મામલે આજે બપોરે ત્રણ વાગ્યે ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો અને અદાલતમાં બીએમસીને જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું હતું.

કંગના વિરુદ્ધ મુંબઈના સ્ટેશનમાં ફરિયાદ

કંગના વિરુદ્ધ મુંબઈના સ્ટેશનમાં ફરિયાદ

જ્યાં એક તરફ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ એક વકીલે કંગના વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ તેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષા બોલવાનો આરોપ લગાવ્યો છે.

કંગનાએ સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો

કંગનાએ સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો

બોમ્બે હાઈકોર્ટના વકીલ નીતિન માનેએ પોતાની ફરિયાદમાં કહ્યું કે કંગનાએ બુધવારે બીએમસીની કાર્યવાહી બાદ એક વીડિયો જાહેર કર્યો હતો. જમાં તેણે કહ્યું કે, "ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તું ફિલ્મ માફિયા સાથે મળી મારું ઘર તોડી બહુ મોટો બદલો લીધો... આજે મારું ઘર ટૂટ્યું છે કાલે તારું ઘમંડ ટૂટશે. આ સમયનું પૈડું છે યાદ રાખજો હંમેશા એક જેવો નહિ રહે." માને મુજબ આ વીડિયોમાં કેટલીયવાર સીએમ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. જેને આધાર બનાવી ભારતીય દંડ સંહિતાની કલમ 499 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

આવા પ્રકારની ફરિયાદ મનમાં શંકા પેદા કરે

આવા પ્રકારની ફરિયાદ મનમાં શંકા પેદા કરે

જણાવી દઈએ કે કંગનાને આ મુદ્દે જ્યાં ભાજપ અને આરએસએસનો સાથ મળ્યો છે, ત્યાં જ બીજી તરફ સીએમ ઉદ્ધવ ઠાકરેના ખુદનાઓએ જ તેમને એકલા છોડી દીધા છે, બીએમસીની કાર્યવાહી પર શરદ પવારે કહ્યું કે મને તેમના કાર્યાલયના સંબંધમાં આવી કોઈ જાણકારી નથી, પરંતુ મેં સમાચાર પત્રમાં વાંચ્યું કે આ ગેરકાયદેસર રીતે નિર્માણ થયું હતું. જો કે મુંબઈમાં અનાધિકૃત નિર્માણ નવું નથી, જો બીએમસી નિયમાનુસાર કાર્ય કરી રહી છે, તો આ યોગ્ય છે. હાલની સ્થિતિમાં આવા પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા પેદા કરે છે.

અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચેરમેન, સાંસ્કૃતિક મંત્રીએ કર્યુ ટ્વિટઅભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચેરમેન, સાંસ્કૃતિક મંત્રીએ કર્યુ ટ્વિટ

કંગના રનોતને મળ્યો મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીનો સાથકંગના રનોતને મળ્યો મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીનો સાથ

English summary
Kangana's office demolition matter adjourns by Bombay HC till September 22.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X