• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ?

|
Google Oneindia Gujarati News

કંગના રનોત અને પૂજા ભટ્ટ વચ્ચે ટ્વિટર પર વિવાદ ઘણો વધી ચૂક્યો છે. આ આખો મામલો સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલિવુડમાં નેપોટિઝમ પર થઈ રહેલી ચર્ચાના કારણે વધ્યો. સુશાંતના મોત બાદ કંગનાએ એક વાર ફરીથી નેપોટિઝમ પર સવાલ ઉઠાવ્યા અને પૂજા ભટ્ટ પોતાના પિતા મહેશ ભટ્ટના સમર્થનમાં આવી પરંતુ જેવુ પૂજાએ પોતાનુ મંતવ્ય જણાવ્યુ કંગના રનોતની ટીમે પૂજા ભટ્ટને અમુક મહત્વની વાતો પોતાના પિતા મહેશ ભટ્ટને પૂછવાની સલાહ આપી દીધી. મહત્વની વાતોમાંથી એક વાત એ પણ હતી કે મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ ગેગસ્ટરની ડેબ્યુ અભિનેત્રી કંગના રનોત પર ચંપલ કેમ ફેંક્યુ હતુ? સાથે જ કંગનાની ટીમે પૂજા ભટ્ટ દ્વારા મહેશ ભટ્ટનુ રિયા ચક્રવર્તી અને સુશાંતના સંબંધમાં આટલો રસ લેવાનુ કારણ પણ પૂછ્યુ છે. હજુ સુધી પૂજાએ આ સવાલોના જવાબ આપ્યા નથી પરંતુ તમે પણ વિસ્તારથી વાંચો કે અત્યાર સુધી કોના તરફથી કોણે શું કહ્યુ -

બધાનો ફેવરિટ શબ્દ - નેપોટિઝમ

બધાનો ફેવરિટ શબ્દ - નેપોટિઝમ

મને હાલમાં જ નેપોટિઝમ પર કમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યુ છે જે આજકાલ બધાનો ફેવિરટ શબ્દ અને ભડાશ કાઢવાનુ માધ્યમ બની ગયો છે. હુ એ પરિવારમાંથી છુ જેણે હંમેશા ન્યૂકમરને ઓળખ આપી છે, મોકો આપ્યો છે અને તેમને ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત કર્યા છે. એવો પરિવાર જેણે ઈન્ડસ્ટ્રીને એટલુ ટેલેન્ટ આપ્યુ છે જેટલુ કુલ મળીને નથી. એટલા માટે આ શબ્દ પર માત્ર હસી શકુ છુ. સત્ય કોઈ સાંભળવા નથી માંગતુ. બાકી બધુ કિસ્સા કહાનીઓ છે. એક સમય હતો જ્યારે ભટ્ટ પરિવાર પર આરોપ લાગતા હતા કે અમને સ્ટાર્સથી પ્રોબ્લેમ છે અને અમે સ્ટાર્સને નાના દર્શાવવા માંગીએ છીએ એટલા માટે અમે હંમેશા નવા ટેલેન્ટને ચાન્સ આપીએ છીએ જે સ્ટાર્સની ગાદી હલાવી શકે. હવે એ જ લોકો નેપોટિઝમનો આરોપ લગાવી રહ્યા છે.વિચારવાની વાત તો દૂર છે કમસે કમ ટ્વિટ કરતા પહેલા ગૂગલ તો કરી લો.

કંગનાને અમે બનાવી

કંગનાને અમે બનાવી

રહી કંગના રનોતની વાત તો તે શ્રેષ્ઠ ટેલેન્ટ છે. જો ના હોતી તો વિશેષ ફિલ્મ્સ તેને ગેંગસ્ટર સાથે લૉન્ચ ન કરાવતા. હા, અનુરાગ બાલુએ કંગનાને શોી હતી પરંતુ વિશેષ ફિલ્મ્સે તેમની પસંદગી પર ભરોસો કર્યો હતો અને એ ફિલ્મસ પર પૈસા લગાવ્યા હતા. આ કોઈ નાની વાત નથી. તેને જીવનમાં વધુ સફળતા મળે. સડક 2ની વાત કરીએ તો આ ફિલ્મમાં પણ અમે એક નવુ ટેલેન્ટ લઈને આવ્યા છે. સુનીલ જીત, એક મ્યૂઝિક ટીચર જે અમારા સુધી કોઈ અપોઈન્ટમેન્ટ વિના પહોંચ્યા હતા. હાથમાં હાર્મોનિયમ અને આંખોમાં સપના લઈને અને સાથે હતુ એક શાનદાર ગીત - ઈશ્ક કમાલ. મારા પિતાએ આ ગીત સાંભળ્યુ અને તેમને જગ્યા મળી ગઈ. તો આ નેપોટિઝમ શબ્દથી કોઈ બીજાને ઝલીલ કરવાની કોશિશ કરો દોસ્તો. જે લોકોને અમે મોકો આપ્યો અને આ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા આપી તેમને ખબર છે કે અમે કઈ રીતે કામ કરીએ છીએ. અમે દશકોથી જ આમ જ કામ કરીએ છીએ. જો એ લોકો ભૂલી ગયા હોય તો એમનો પ્રોબ્લેમ. અમારો નહિ. ખુશ રહો.

મળ્યો જોરદાર જવાબ

મળ્યો જોરદાર જવાબ

પૂજાની વાતનો જવાબ આપીને કંગનાની ટીમે લખ્યુ - પ્રિય પૂજા ભટ્ટ,આ અનુરાગ બાસુનુ ટેલેન્ટ હતુ કે તેમણે કંગના જેવા ટેલેન્ટને ઓળખી. નહિતર બધાને ખબર છે કે મુકેશ ભટ્ટને આર્ટિસ્ટને પૈસા આપવાનુ પસંદ નથી અને ભટ્ટ કેમ્પ હંમેશાથી ટેલેન્ટ પાસે મફતમાં કામ કરાવે છે. આવુ ઘણા સ્ટુડિયો કરે છે અને અહેસાન જતાવે છે કે મોકો આપ્યો પરંતુ તેમછતાં એ તમારા પિતાને કંગના પર ચંપલ ફેંકવાનુ લાયસન્સ નથી આપતો. આ તમારા પિતાને એ લાયસન્સ નથી આપતા કે તે કંગનાને પાગલ બોલાવે અને તેનુ અપમાન કરે. તેમણે કંગનાના કરિયરને દુઃખદ ખાત્માનુ અનાઉન્સમેન્ટ કરી દીધુ હતુ. તે સુશાંતના કેસમાં આટલો રસ કેમ લે છે? સુશાંત અને રિયાના સંબંધમાં આટલી પકડ કેમ રાખતા હતા? તેમણે સુશાંતના ખતમ થવાનુ એલાન કેમ કરી દીધુ હતુ આ અમુક એવા સવાલ છે જે તમારે તમારા પિતાને પૂછવા જોઈએ. તમારા માહિતી માટે પૂજા ભટ્ટજી કંગનાએ પોકિરી માટે પણ ઑડિશન આપ્યુ હતુ અને ગેંગસ્ટર સાથે કંગના આજે જે કંઈ પણ છે તે ગેંગસ્ટરના કારણે છે, તમારો વહેમ છે. પાણી પોતાની જગ્યા ક્યાંય પણ બનાવી લે છે.

જાણીતા કૉમેડિયન જગદીપનુ 81 વર્ષની વયે નિધન, સૂરમા ભોપાલી નામથી હતા જાણીતાજાણીતા કૉમેડિયન જગદીપનુ 81 વર્ષની વયે નિધન, સૂરમા ભોપાલી નામથી હતા જાણીતા

English summary
Kangana's team asked Pooja Bhatt why did Mahesh Bhatt threw chappal on the gangster actress?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X