
કરણ જોહરના 50માં બર્થડે Pics: કરીના, કેટરીના, ઐશ્વર્યા, સલમાન સહિત પાર્ટીમાં પહોંચ્યા આ 100 સ્ટાર્સ
મુંબઈઃ કરણ જોહરે 25 મેએ પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો અને જન્મદિવસની ઉજવણી આખી રાત યશરાજ સ્ટુડિયોમાં ચાલી. કરણ જોહરે એક ભવ્ય પાર્ટીનુ આયોજન કર્યુ હતુ જેના માટે યશરાજ સ્ટુડિયોનો એક આખો ફ્લોર બુક કરવામાં આવ્યો હતો. પાર્ટી માટે સ્ટેજ પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ હતુ અને બૉલિવુડના લગભગ દરેક મોટા નામે આ સાંજ યાદગાર બનાવી. કરણ જોહરની આ પાર્ટીની થીમ શિમર હતી કારણકે દરેકના આઉટફીટ, આ થીમ પ્રમાણે હતા. જો કે, અમુક લોકોએ થીમથી અલગ કાળા અને સફેદ આઉટફિટ્સ પણ પહેર્યા હતા.

કરણ જોહરની નજીકના દરેક વ્યક્તિ હાજર
આ પાર્ટીમાં કરણ જોહરની નજીકના દરેક વ્યક્તિ હાજર હતા. પછી તે કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડ્સ કાજોલ, ફરાહ ખાન, મનીષ મલ્હોત્રા હોય કે પછી આજની પેઢીના નજીકના સ્ટાર્સ અનન્યા પાંડે, સારા અલી ખાન, જાહ્નવી કપૂર હોય. આ પાર્ટીમાં બોલિવૂડની ભાવિ પેઢી પણ હાજર હતી જેમાં સલમાન ખાનની ભત્રીજી અલવીરા અગ્નિહોત્રી, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર સામેલ હતી. કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડ્સ કરીના કપૂર ખાન, મલાઈકા અને અમૃતા અરોરા એક ટીમ તરીકે પાર્ટીમાં પ્રવેશ્યા હતા.

સ્ટાર્સના ફોટા
દરેક લોકો આ પાર્ટીની મઝા લઈ રહ્યા હતા અને કેમેરાએ આ પાર્ટીમાં બોલિવૂડના 100 સ્ટાર્સને કેદ કરી લીધા હતા. અમે તમને આ 100 સ્ટાર્સની તસવીરો બતાવીએ છીએ. તમારે તેમની ગણતરી કરવાની પણ ચિંતા કરવાની જરૂર નથી. ફટાફટ જુઓ આ ઝગમગતી પાર્ટીના ઝગમગતા સ્ટાર્સ..

કરણ જોહરની બર્થડે પાર્ટી
હવે તમે જ ગણતરી કરો કે આ પાર્ટીમાં કેટલા સ્ટાર્સ કેમેરામાં કેદ થયા. આ તસવીરમાં જોવા મળે છે - 1. પ્રીતમ 2. કબીર ખાન 3. મિની માથુર 4. નીલમ કોઠારી 5. ભાવના પાંડે. પ્રીતમ કરણ જોહરની આગામી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરી માટે સંગીત આપી રહ્યા છે. કરણ જોહરના શો બોલિવુડ વાઈફમાં નીલમ કોઠારી અને ભાવના પાંડે લીડ રોલમાં છે.

તેલુગુ સ્ટાર્સ
પાર્ટીમાં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ સુપરસ્ટાર્સ પહોંચ્યા - 6. વિજય દેવરાકોંડા 7. રશ્મિકા મંદાના 8. તમન્ના ભાટિયા. વિજય દેવરાકોંડા કરણ જોહરની ફિલ્મ લાઈગર અને રશ્મિકા મંદાના યોદ્ધા સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

વિકી-કેટરીના
9. વિકી કૌશલ 10. કેટરીના કૈફ 11. સની કૌશલ 12. ઈસાબેલ કૈફ. વિકી કૌશલ અને કેટરિના કૈફ કેટરીનાની પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે પાર્ટીમાં ધમાલ મચાવતા જોવા મળ્યા હતા. વિકી કૌશલનો ભાઈ સની કૌશલ અને કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ પણ જોવા મળી હતી.

જુગ જુગ જિયો
13. કિયારા અડવાણી 14. વરુણ ધવન 15. રણબીર કપૂર 16. નીતુ કપૂર 17. વરુણ સૂદ. કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયોના સ્ટાર્સ ફિલ્મનુ પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. જ્યારે રણબીર કપૂર તેની માતા નીતુ કપૂરને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહેલા ડિજિટલ સ્ટાર વરુણ સૂદ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા.

સુંદર હીરોઈનો
18. વાણી કપૂર 19. શનાયા કપૂર 20. તારા સુતારિયા. જ્યારે વાણી કપૂર યશ રાજ ફિલ્મ્સની ફેવરિટ છે, તારા સુતારિયા અને શનાયા કપૂર ધર્મા પ્રોડક્શનની પ્રતિભા છે.

અમુક જૂના દોસ્ત
બોલિવૂડની સુંદર મહિલાઓ 21. સોનાલી બેન્દ્રે 22. ટ્વિંકલ ખન્ના 23. સોફી ચૌધરી 24. વૈભવી મર્ચન્ટ.

આવી ગઈ પોલિસ
25. રોહિત શેટ્ટી અને તેના આગામી બે પ્રોજેક્ટ સર્કસ અને ઈન્ડિયન પોલીસ ફોર્સના સ્ટાર્સ 26. રણવીર સિંહ - 27. સિદ્ધાર્થ મલ્હોત્રા.

નવી પેઢીના યુવા સ્ટાર્સ
ધર્મા પ્રોડક્શનના ત્રણ યુવા સ્ટાર્સ 28. ટાઈગર શ્રોફ 29. ઈશાન ખટ્ટર અને 30. સિદ્ધાંત ચતુર્વેદી.

બસ એક શબ્દ - ઉફ્ફ
સમય આવશે અને જશે પરંતુ 31. તબ્બુ અને 32. રવિના ટંડનની સુંદરતા જશે નહિ.

ભૂતકાળ અને વર્તમાનકાળ
33. સુઝાન ખાન 34. અર્સલાન ગોની 35. સબા આઝાદ 36. હૃતિક રોશન હૃતિક અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝાન તેમના નવા સાથીદાર સબા અને અર્સલાન સાથે જોવા મળ્યા.

ભાવિ સુપર સ્ટાર્સ
37. લક્ષ્ય લાલવાણી 38. ગુરફતાહ પીરઝાદા સાથે શનાયા કપૂર તેની પ્રથમ ફિલ્મ બેધડકનો માહોલ બનાવતી જોવા મળી હતી. 39. ઇબ્રાહિમ અલી ખાન પણ ખૂબ જ સુંદર દેખાતા હતા.

બીજા અમુક સાથી
40. રાજકુમાર રાવ 41. એકતા કપૂર 42. રિદ્ધિ ડોગરા 43. કરણ ટેકર

ક્યુટ કપલ્સ
કપલની વિશેષ તસવીર 44. રિતેશ દેશમુખ - 45. જેનેલિયા ડિસોઝા 46. પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ.

અમુક એક્સ કપલ્સ
આ પાર્ટીમાં ઘણા એક્સ કપલ્સ પણ જોવા મળ્યા હતા. 47. સૈફ અલી ખાન 48. કરીના કપૂર ખાન 49. શાહિદ કપૂર 50. મીરા રાજપૂત

નવા સુપરસ્ટાર્સ
બેસ્ટ ફ્રેન્ડ્સ 51. જાહ્નવી કપૂર અને 52. સારા અલી ખાન આ પાર્ટીમાં કહેર વરસાવવા માટે આવી હતી.

પરિવારવાળા સ્ટાર્સ
53. માધુરી દીક્ષિત તેના સમગ્ર પરિવાર સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી. માધુરી દીક્ષિત કરણ જોહરની ફિલ્મ કલંકમાં જોવા મળી હતી.

અમુક બીજા પરિવારવાળા સ્ટાર્સ
54. જુહી ચાવલા પણ તેના પુત્ર અને પતિ જય મહેતા સાથે આ પાર્ટીમાં પહોંચી હતી.

અલગ અંદાજમાં દેખાઈ પરિણીતી
55. પરિણીતી ચોપરા 56. મૃણાલ ઠાકુર અને 57. કૃતિ સેનન પાર્ટીમાં પહોંચ્યા.

ભાઈનો જલવો
58. રાની મુખર્જી અને 59. સલમાન ખાન કરણ જોહરની પાર્ટીનો ચાર્મ વધારવા માટે પહોંચ્યા.

પૃથ્વીરાજ પહેલા સ્ટાર બની માનુષી
પૃથ્વીરાજ અભિનેત્રી 60. માનુષી છિલ્લર અને કરણ જોહરની બેસ્ટ ફ્રેન્ડ 61. મલાઈકા અરોરા ખૂબ જ સુંદર દેખાતી હતી.

પાવર કપલ્સ
પાવર કપલ્સ 62. અર્પિતા ખાન શર્મા 63. આયુષ શર્મા અને 64. ભૂષણ કુમાર 65. દિવ્યા ખોસલા

કાન્સથી કરણ સુધી
66. ઐશ્વર્યા રાય બચ્ચન અને 67. અભિષેક બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફર્યા બાદ કરણ જોહરની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.

આર્યન ખાન પણ દેખાયો
68. આર્યન ખાન 69. જેકી ભગનાની તેની ગર્લફ્રેન્ડ 70. રકુલ પ્રીત સિંહ બ્રહ્માસ્ત્ર અભિનેત્રી 71. મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર ઉજવણીનો ભાગ હતા.

આમિર ખાન, કાજોલ
72. આદિત્ય રોય કપૂર હંમેશની જેમ હેન્ડસમ દેખાતા હતા, જ્યારે 73. કાજોલ હંમેશની જેમ જ ઉતાવળમાં દેખાતી હતી. 74. આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની 75. કિરણ રાવે આ પાર્ટીમાં એકસાથે હાજરી આપી હતી.

બેસ્ટ ફ્રેન્ડ્સની ટોળી
કરણ જોહરના બેસ્ટ મિત્રો 76. ફરાહ ખાન 77. શ્વેતા બચ્ચન નંદા 78. નેહા ધૂપિયા અને તેના પતિ 79. અંગદ બેદીએ પાર્ટીમાં હાજરી આપી હતી.

હોશ ઉડાવતા સ્ટાર્સ
શ્વેતા બચ્ચન નંદાની પુત્રી 80. નવ્યા નવેલી નંદા તેની ખાસ મિત્ર 81. અનન્યા પાંડે સાથે જોવા મળી. 82. અનુષ્કા શર્મા તેના બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તે જ સમયે 83. આયુષ્માન ખુરાના તેની પત્ની 84. તાહિરા કશ્યપ સાથે આ પાર્ટીમાં પહોંચ્યો.

દોસ્તો સાથે મુલાકાત
બ્રહ્માસ્ત્ર ડાયરેક્ટર 85. અયાન મુખર્જી પણ મિત્રોને મળતો જોવા મળ્યો હતો. 86. ડિનો મોરિયા તેના કાળા સૂટમાં ખૂબ જ સ્માર્ટ દેખાતા દેખાતા હતા.

અમુક બીજા સ્ટાર્સ
પાર્ટીમાં પહોંચ્યા 87. મનીષ પોલ 88. ડાયના પેન્ટી અને 90. કરણ વાહી.

અમુક નવી અભિનેત્રીઓ
આ તસવીરમાં યુવા અભિનેત્રીઓ 91. તૃપ્તિ ડિમરી, 92. પ્રનૂતન બહેલ અને 93. સલમાન ખાનની ભત્રીજી અલવીરા અગ્નિહોત્રી જોવા મળે છે.

પૂરેપૂરા 100
આ સિવાય પાર્ટીમાં દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા 94. લવ રંજન, કરણ જોહરના ખાસ મિત્ર 95. ગૌરી ખાન અને 96. મહિપ કપૂર, કરણ જોહરના ખૂબ જ પ્રિય 97. મનીષ મલ્હોત્રા, એક્ટર્સ 98. અપારશક્તિ ખુરાના, 99. તુષાર કપૂર અને ટીવી સ્ટાર 100. અરિજિત તનેજા કેમેરામાં કેદ થયા.