• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LOCKED : રણવીર બનશે લખન,, તો રાધા દીપિકા સિવાય કોણ હોય?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : એ તો સૌ જાણે જ છે કે કરણ જૌહરે રોહિત શેટ્ટી સાથે હાથ મેળવ્યા છે અને બંને મળીને રામ લખન ફિલ્મની રીમેક બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

એક બાજુ અર્જુન કપૂર રામના રોલ માટે ફાઇનલ કરી લેવાયાં છે, તો બીજી બાજુ હવે લખનનો પ્રૉબ્લમ પણ સૉલ્વ થઈ ગયો છે. હા જી, લખનના રોલ માટે રણવીર સિંહનું નામ લૉક કરી દેવાયું છે. આમ ગુન્ડે ફૅમ અર્જુન-રણવીર ફરી સાથે દેખાશે.
નોંધનીય છે કે રામ લખન ફિલ્મ સુભાષ ઘઈએ 1989માં બનાવી હતી. તે બૉલીવુડની સુપર હિટ ફિલ્મ હતી કે જેમાં ઇંસ્પેક્ટર રામ પ્રતાપ સિંહના રોલમાં જૅકી શ્રૉફ, ઇંસ્પેક્ટર લખન પ્રતાપ સિંહના રોલમાં અનિલ કપૂર હતાં. ફિલ્મમાં માધુરી દીક્ષિત રાધા શાસ્ત્રી તથા ડિમ્પલ કાપડિયા ગીતા કશ્યપના રોલમાં હતાં.

કરણ જૌહરે રામ લખનની રીમેક બનાવવાનો નિર્ણય કર્યો અને દિગ્દર્શક તરીકે રોહિત શેટ્ટીને ફાઇનલ કર્યાં. ફિલ્મમાં રામના રોલ માટે અર્જુન કપૂર ઘણા સમય પહેલા ફાઇનલ થઈ ચુક્યા હતાં, પરંતુ લખનના રોલ માટે રણવીર સિંહ અને રણબીર કપૂર વચ્ચે મુંઝવણ હતી. એટલુ જ નહીં, કરણ જૌહર તેમની ફિલ્મ શુદ્ધિને છોડી સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીને વધુ મહત્વ આપનાર રણવીરથી નારાજ પણ હતાં, પરંતુ આખરે કરણે રણવીરનું જ નામ ફાઇનલ કર્યું.

બીજી બાજુ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાના રોલ માટે બૉલીવુડના નવા વંડર ગર્લ એટલે કે લેટેસ્ટ કિક ગર્લ જૅકલીન ફર્નાન્ડીઝ પણ લગભગ ફાઇનલ કરી દેવાયાં છે.

હવે વાત અટકી છે માધુરી દીક્ષિતના રોલ રાધા માટે, પણ આપણે જાણીએ છીએ કે કરણ જૌહરે જો લખન તરીકે રણવીરને ફાઇનલ કર્યા હોય, તો રાધા તરીકે દીપિકા પાદુકોણે કરતા બેસ્ટ ચૉઇસ કઈ હોઈ શકે?

English summary
Karan Johar has finally locked the starcast for Ram Lakhan remake and what we tell you is that the cast is STARRY! Check Details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X