• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોમેન્ટ્સ વાંચી ભડક્યા કરણ જોહર, આપ્યો જડબાતોડ જવાબ

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ મેકર કરણ જોહર ને વિવિધ કારણોસર સોશિયલ મીડિયા પર અવાર-નવાર ટ્રોલ કરવામાં આવે છે. મોટેભાગે તેઓ આ ટ્રોલનો જવાબ નથી આપતાં, પરંતુ આખરે તેમની ધીરજ ખૂટી લાગે છે. કરણના રિસન્ટ ઇન્ટરવ્યૂ પર એક ટ્વીટર યૂઝરે તેમને ટ્રોલ કરતાં કરણે સણસણતો જવાબ વાળ્યો હતો.

ટ્વીટર પર આપ્યો જવાબ

ટ્વીટર પર આપ્યો જવાબ

હાલમાં જ બરખા દત્તે કરણ જોહરનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તેમણે ટ્વીટર પર આ ઇન્ટરવ્યૂની લિંક પોસ્ટ કરી હતી. જેના પર એક ટ્વીટર યૂઝરે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતાં કોમેન્ટ કરી હતી. આ જોઇ કરણ જોહર ભડકી ઉઠ્યા અને તેમણે ટ્વીટર પર તેને જવાબ પકડાવ્યો.

યૂઝર ત્રિપાઠીની કોમેન્ટ

યૂઝર ત્રિપાઠીની કોમેન્ટ

કરણ જોહરના ઇન્ટરવ્યૂની લિંક પર ટ્વીટર યૂઝર ત્રિપાઠીએ કંઇક આવી કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, એક ટ્રાન્સજેન્ડરે બીજા ટ્રાન્સજેન્ડરનો ઇન્ટરવ્યૂ લીધો.

કરણનો જવાબ

કરણનો જવાબ

આ કોમેન્ટ પર કરણ જોહરે સામે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રિપાઠીજી, હું આશા રાખું છું કે, તમે જલ્દી જ સારા થઇ જશો. તમારી દવાઓ લેવાનું ભૂલશો નહીં.

આ પહેલાં પણ અનેક સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દે ટ્રોલ થઇ ચૂક્યાં છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. આ જ વર્ષે ફેબ્રૂઆરીમાં ઇસરોએ એક સાથે 104 મિસાઇલ લોન્ચ કરી ત્યારે, ત્યારે અમિતાભે ઇસરોના નામે અભિનંદનનો મેસેજ લખતાં આવી તસવીર શેર કરી હતી. સિરિયસ મેસેજ સાથે આવી રમૂજી તસવીર શેર કરવા બદલ અમિતાભને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

સોનુ નિગમ

સોનુ નિગમ

સોનુ નિગમ અઝાન પરના ટ્વીટને કારણે આજ-કાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ થઇ રહ્યાં છે. સોનુએ પોતાના ટ્વીટમાં અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર પર આપત્તિ વ્યક્ત કરી હતી, આ પછી તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

થોડા સમય પહેલા પરિણીતિ વેકેશન પર ગઇ હતી ત્યારે તેણે આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેની તસવીરમાં એક આસિસ્ટન્ટ છત્રી પકડીને તેની પાછળ ચાલતો જોવા મળે છે. આ માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેણે આ તસવીર ડીલિટ કરી નાંખી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોશિયલ મીડિયા પર રેગ્યૂલર ટ્રોલ થતી સેલિબ્રિટીમાંની એક છે સોનમ કપૂર. થોડા સમય પહેલાં જ તેણે લખેલી એક કોલમ બદલ તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ કોલમમાં તેણે કોઇ મુદ્દા વિના રાષ્ટ્રગીત લખી કાઢ્યું હતું અને તે પણ ખોટું. આ કારણે ટ્વીટર પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

રણવીર સિંહ

રણવીર સિંહ

પોતાના વિચિત્ર ડ્રેસિંગને કારણે રણવીર સિંહ પણ સોશિયલ મીડિયા પર અનેકવાર ટ્રોલ થયો છે. તે શાહિદ કપૂરના પ્રિ-બર્થડે બેશમાં કંઇક આવા અવતારમાં પહોંચ્યો હતો. આ અજીબ ડ્રેસમાં પણ તેનો કોન્ફિડન્સ ગજબ હતો!

અદનાન સામી

અદનાન સામી

થોડા સમય પહેલાં જ સ્નેપચેટ સીઇઓ દ્વારા ભારતને ગરીબ દેશ કહેવામાં આવ્યો હતો, જે પછી સ્નેપચેટ એપ ડીલિટ કરવાનું કેમ્પેન સોશિયલ મીડિયા પર શરૂ થયું હતું. જેમાં અદનાન સામી પણ જોડાયા હતા, તેમણે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે તેમણે પણ આ એપ ડીલિટ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાની યૂઝર દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

એમી જેક્સન

એમી જેક્સન

આઇપીએલ 10ની ઓપનિંગ સેરેમનીમાં એમી જેક્સને પર્ફોમન્સ આપ્યું હતું, જે ફ્લોપ શો સમાન હતું. આ પર્ફોમન્સ બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

આ વર્ષના ઓસ્કર એવોર્ડ સમારંભમાં પ્રિયંકા કઇંક આવા આઉટફિટમાં પહોંચી હતી. આમ તો તેનું આ ગાઉન ખૂબ વખણાયું હતું, પરંતુ સોશિયલ મીડિયા પર તેના આ ગાઉનને કાજુ કતરી સાથે સરખાવીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

SAD: ટેલેન્ટેડ, સુંદર, પોપ્યુલર.. અને છતાં સક્સેસથી દુર..SAD: ટેલેન્ટેડ, સુંદર, પોપ્યુલર.. અને છતાં સક્સેસથી દુર..

બોલિવૂડમાં એવી પણ કેટલીક અભિનેત્રીઓ છે, જે એક્ટિંગ અને લૂકમાં પરફેક્ટ છે, બોલ્ડ પણ છે અને આમ છતાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી.

English summary
Karan Johar replied the troll on Barkha Dutt interview.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X