For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવ-ઝેહાદ પર બોલ્યા નવાબ, કરીનાએ નથી કર્યું ધર્મપરિવર્તન

|
Google Oneindia Gujarati News

લવ-ઝેહાદને લઇને કરીના કપૂર પર ઘણા સમયથી નિશાનો તાકવામાં આવી રહ્યો છે. જ્યારે કરીનાની ઓક્ટોબર 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન થયા ત્યારથી તે કેટલાંક ખાસ ધાર્મિક સંગઠનોના નિશાના પર આવી રહી છે. જ્યારે હાલની કેટલીક ઘટનાઓએ તો અભિનેત્રીને પરેશાન કરી દીધી છે. કરીનાને ધર્મ સંગઠનોથી ધમકી પણ મળવા લાગી હતી, જેના પગલે કરીનાએ પોતાના બંગલાની સાથે સાથે પર્સનલ સુરક્ષા પણ વધારી દીધી છે.

આ મામલે હંમેશા શાંત રહેનાર સૈફ માને છે કે કરીનાને લવ-ઝેહાદ મામલામાં ખોટીરીતે ઘસેડવામાં આવી રહી છે. સૈફે જણાવ્યું કે 'લોકોનું માનવું છે કે કરીનાનો ધર્મપરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે અને કરીનાએ ઇસ્લામ કબૂલ કરી લીધું છે. જ્યારે એવું કંઇ થયું નથી. કરીનાને મુસ્લીમ નથી બનાવવામાં આવી.'

karina kapoor
આ મામલે નિરાશા વ્યક્ત કરતા સૈફે જણાવ્યું કે 'લવ-ઝેહાદ'ની વાત અફસોસજનક છે. તેમણે જણાવ્યું કે આવી વાતો ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક સ્તર પર ક્યાંય પણ કોઇપણ રૂપમાં નથી ટકતી. તેમણે જણાવ્યું કે 'કરીનાને અન્ય કોઇ મુદ્દે નહીં તેના કામથી સમજવી જોઇએ. કરીના મહિલાઓના અધિકાર અને સ્વાસ્થ્ય માટે કામ કરે છે. દેશને કરીનાના સિનેમા અને સમાજમાં યોગદાન પર ગર્વ હોવું જોઇએ.'

અત્રે નોંધનીય છે કે કરીનાને લઇને 'લવ ઝેહાદ' મામલો ત્યારે ગર્માયો, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની એક પત્રિકામાં કરીનાની મોર્ફ કરેલી તસવીર છપાયી હતી. આ તસવીરમાં કરીનાનો અડધો ચહેરો બુર્ખાથી ઢંકાયેલો હતો. બાદમાં હિન્દુ મહાસભાએ પણ પોતાના મુખપત્ર હિન્દુ સભા વાર્તામાં લવ ઝેહાદ વિરુદ્ધ લખતા કરીના કપૂરની એ જ મોર્ફ તસવીરનો ઉપયોગ કર્યો. જેની વિરુદ્ધ કરીના કપૂરે અવાજ પણ ઊઠાવ્યો હતો.

English summary
Saif feels that Kareena is being wrongly targeted by groups. “People say she has converted. No, she hasn’t,” he points out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X