લગ્નમાં સુંદર દેખાવા યોગ શિક્ષકની મદદ લેતી કરીના
મુંબઈ, 12 ઑક્ટોબર : એક બાજુ કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને લઈને બધા પોત-પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ કરીના કપૂર પણ પોતાના લગ્નમાં સુંદર દેખાવા માટે દરેક પ્રકારની યુક્તિ અજમાવી રહી છે.
સમાચાર છે કે સાઇઝ ઝીરોની દીવાની કરીના ઇચ્છે છે કે તે પોતાના લગ્નમાં પણ સૌથી વધુ સુંદર અને હસીન દેખાય અને તેથી તેણે પોતાના માટે કેરળ ખાતેથી એક યોગ શિક્ષક બોલાવ્યા છે કે જે લગ્ન સુધી તેના ફિગરને મેંટેન કરવામાં તેની મદદ કરશે.
આ યોગ શિક્ષકને કરીના માત્ર પોતાના લગ્નને કારણે જ નહિં, પણ સલમાન ખાનની દબંગ 2 ફિલ્મમાં પોતાના આઇટમ સૉંગને કારણે પણ બોલાવી રહી છે. કરીના નથી ઇચ્છતી કે લગ્ન દરમિયાન કે લગ્ન બાદ તેનું સેક્સી ફિગર ખરાબ થઈ જાય અને પોતાના આઇટમ સૉંગ કે લગ્નના કોઈ પણ ફંક્શન દરમિયાન તે જાડી દેખાય. કરીના પોતાના લગ્નમાં પોતાના તરફથી કોઈ પણ પ્રકારની કચાશ છોડવા નથી માંગતી. સાથે જ તે એમ પણ જાણે છે કે તેના લગ્ન અત્યાર સુધીના તમામ લગ્નોમાં સૌથી વધુ ચર્ચાતાં લગ્નોમાંના એક રહેશે. તે પણ ઇચ્છે છે કે તે અત્યાર સુધીની સૌથી સુંદર દુલ્હન દેખાય.