Video: સૈફ નહિ પરંતુ રાહુલ ગાંધી સાથે ડેટ પર જવા ઈચ્છતી હતી કરીના કપૂર
તમને બધાને ખબર છે કે કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને તેમનો એક પુત્ર તૈમૂર પણ છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે તમને જણાવી દઈએ કે કરીના કપૂર એક સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ફિદા હતી અને તેમની સાથે ડેટ પર પણ જવા ઈચ્છતી હતી. તે સમયે આપેલા એક ઈન્ટરવ્યુનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં કરીના કપૂર ખાને કહ્યુ કે...
મારે આ કહેવુ જોઈએ કે નહિ મને ખબર નથી પરંતુ જો મારે કહેવાનું જ હોય તો મને એનાથી કોઈ ફરક નથી પડતો કે આ વિવાદિત છે કે નહિ. હું રાહુલ ગાંધીને સારી રીતે જાણવા ઈચ્છુ છુ. મે તેમના ફોટા મેગેઝીનમાં જોયા છે અને વિચાર્યુ કે તેમની સાથે વાત કરવાનું કેવુ હશે. હું એક ફિલ્મી ઘરમાંથી આવુ છુ અને તે એક મોટા રાજકીય પરિવારમાંથી. એટલા માટે મને લાગે છે કે અમારી વચ્ચે વાતચીત રસપ્રદ રહેશે.
તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાને સેંકડો ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેમણે રેફ્યુજડી ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેનુ અફેર શાહિદ કપૂર સાથે પણ રહ્યુ હતુ. હાલમાં તમે જુઓ આ વીડિયો જે ઘણો રસપ્રદે છે...
આ પણ વાંચોઃ બોલિવુડમાં પાક કલાકારોના પ્રતિબંધ પર શું બોલ્યા રણવીર સિંહ?