For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેવીકૉલ બાદ ગબ્બરમાં જોવા મળશે કરીનાના લટકા-ઝટકા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ઑક્ટોબર : દબંગ 2 ફિલ્મના હિટ આયટમ સૉંગ ફેવીકૉલ સે... બાદ ફરી એક વાર કરીના કપૂર પોતાના લટકા-ઝટકા દાખવવા આતુર છે. જાણવા મળે છે કે અક્ષય કુમારની ફિલ્મ ગબ્બરમાં કરીના કપૂર એક સ્પેશિયલ આયટમ નંબર કરવાના છે.

kareena
અગાઉ એમ કહેવાયુ હતું કે કરીના કપૂર ગબ્બરમાં લીડ રોલ કરના છે, પરંતુ એવું નથી. તેઓ માત્ર એક આયટમ સૉંગ કરશે. કહે છે કે કરીના કપૂરનું આ ગીત અક્ષય કુમાર સાથે શૂટ કરાશે કે જે ખૂબ જ હૉટ અને સેક્સી હશે. ગત વર્ષની સુપરહિટ ફિલ્મ રાઉડી રાઠોડની સફળતા બાદ જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીએ પુનઃ પોતાની ફિલ્મ માટે અક્ષયને સાઇન કર્યાં છે.

નોંધનીય છે કે ગબ્બર તેલુગુની હિટ રમન્ના ફિલ્મની હિન્દી રીમેક છે. આ ફિલ્મને સંજય લીલા ભાનુશાળી ઉપરાંત રમન્નાના દિગ્દર્શક કૃષ અને શબીના ખાન દિગ્દર્શિત કરવાના છે. શબીનાએ સંજય લીલા ભાનુશાળી તથા અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડમાં પણ કામ કર્યુ હતું કે જેણે સો કરોડની કમાણી કરી હતી.

English summary
Bollywood diva Kareena Kapoor has emerged as an item queen and is now set to groove to a track in Akshay Kumar's 'Gabbar'. Akshay Kumar is playing lead role in this Film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X