PICS: તૈમૂરના અરમાન મામૂની રોકા સેરેમની, જુઓ ખૂબ જ સુંદર ફોટા
કરીના, કરિશ્મા, રિદ્ધિમા અને રણબીર કપૂરના ફોઈ રીમા જૈન પોતાના પુત્ર અરમાન જૈનની રોકા સેરેમનીમાં મસ્તીભર્યા અંદાજમાં નાચતા દેખાયા. આખુ કપૂર ખાનદાન ભેગુ થયુ હતુ અરમાન જૈન અને અનીસા મલ્હોત્રાની રોકા સેરેમની માટે. જો કે અરમાન મામૂના લગ્નના આ ફંક્શનમાં કરીનાનો દીકરો તૈમૂર ન દેખાયો પરંતુ કરિશ્માના બાળકએ ખૂબ મસ્તી કરી. આ પાર્ટીમાં કપૂર ખાનદાનનો રંગ દેખાયો.

જુઓ આ રોકા સેરેમનીના ફોટા...
અરમાન અને અનીસા સ્કૂલના દોસ્ત છે અને સાત વર્ષોથી અરમાન અનીસાને પ્રપોઝ કરવાનુ વિચારી રહ્યા હતા. આ વર્ષે જૂનમાં તેમણે અનીસાને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતુ અને આમ કરવા માટે તેમને ભાઈ આદરે હિંમત આપી હતી. અરમાન અને આદર બંને બોલિવુડમાં હીરો છે. રહી વાત અરમાનના લગ્નની તો બોલિવુડમાં ફરીથી એક વાર લગ્નની સિઝન આવી ચૂકી છે. જુઓ આ રોકા સેરેમનીના ફોટા...

ભાંગડા પા લે
અરમાન જૈને પોતાની જ રોકા સેરેમની પર કંઈક આ રીતે એન્ટ્રી કરી. હવે ભાઈ જ્યારે લોહીમાં જ કપૂર હોય તો આટલુ ફિલ્મી હોવુ તો વાજબી છે.
આ પણ વાંચોઃ રાતોરાત વાયરલ થયો પૂનમ દુબેનો સેક્સી વીડિયો, ફોટા પણ છે અફલાતૂન

ભાઈ ભાઈ- સેમ સેમ
વળી, આ ફંક્શનમાં અરમાન જૈન, ભાઈ આદર જૈન સાથે એક જ જેવા કપડામાં ડાંસ કરતા દેખાયા. સાથે કરીના, કરિશ્મા અને રણબીરની ફોઈ રીમા જૈન.

આ રીતે પહોંચી દીદી
આ રોકા સેરેમનીમાં દીદી કરિશ્મા કપૂર કંઈક આ અંદાજમાં પહોંચી.

દીદી-જીજુ
અરમાન જૈનના દીદી-જીજુ કરીના કપૂર અને સૈફ અલી ખાન હંમેશાની જેમ કોઈ રૉયલ કપલથી કમ નહોતા લાગી રહ્યા.

તૈમૂરને કર્યો મિસ
જો કે અરમાન મામૂની રોકા સેરેમની તૈમૂરે મિસ કરી દીધી. કેક કાપતા ખૂબ સુંદર કપલ અરમાન જૈન અને અનીસા મલ્હોત્રા.

મામૂના લગ્ન
મામૂના લગ્નના ફંક્શનમાં પહોંચ્યા કરિશ્મા કપૂરના બંને બાળકો. સાથે છે અરમાન જૈનની મામી બબીતા.

તારા સુતારિયા મહેમાન બનીને પહોંચી
અરમાન જૈનના ભાઈ આદર જૈનની ખૂબ જ નજીક ગણાતી દોસ્ત તારા સુતારિયા. માનવામાં આવી રહ્યુ છે કે તારા અને આદર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ભાગમભાગમાં તૈયાર થઈ
આ રોકા સેરેમનીમાં ટાઈમ પર પહોંચવા માટે કરીના કપૂર ખાન બેંગલુરુ એરપોર્ટ પર જ તૈયાર થતી જોવા મળી. જેથી તે મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ફંક્શનમાં પહોંચી શકે.

જૂનમાં કર્યુ હતુ પ્રપોઝ
ઉલ્લેખનીય છે કે અરમાને અનીસે આ વર્ષે જુલાઈમાં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. તેમણે આ પ્રપોઝલ પેરિસમાં કર્યુ હતુ અને આ દરમિયાન, તેની બહેન કરિશ્મા પણ ત્યાં હાજર હતી.