દીપિકા પાદુકોણે ક્યારેય ડ્રગ્ઝ લીધી નથીઃ મેનેજર કરિશ્માનુ NCB સામે નિવેદન
દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ વચ્ચે ડ્રગ ચેટ લીક થયા બાદ NCBએ શુક્રવારે દીપિકાની મેનેજર કરિશ્માની પૂછપરછ કરી જેમાં કરિશ્માએ દીપિકાના ડ્રગ્ઝ લેવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કરિશ્માએ પોતાન પૂછપરછમાં કહ્યુ કે દીપિકા પાદુકોણ પોતાના આરોગ્ય માટે ખૂબ સજાગ રહે છે અને તેણે ક્યારેય કોઈ ડ્રગ્ઝ લીધી નથી. એબીપી ન્યૂઝના રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માની શુક્રવારે લગભગ 6 કલાક પૂછપરછ કરવામાં આવી. હવે આજે શનિવારે એકવાર ફરીથી તેની અને દીપિકાની પૂછપરછ કરવામાં આવશે.

રણવીરનુ નામ આવ્યુ સામે
અમુક રિપોર્ટ્સની માનીએ તો દીપિકા પાદુકોણ આ અભિનેત્રીઓના એક ડ્રગ્ઝ વૉટ્સએપ ગ્રુપની એડમિન પણ હતી. શનિવારે પૂછપરછ માટે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પણ બોલાવવામાં આવ્યા છે. બંનેનુ નામ જયા સાહાએ પોતાની લિંકમાં કબુલ્યુ છે. સમાચાર હતા કે રણવીર સિંહે દીપિકા પાદુકોણ સાથે પૂછપરછમાં શામેલ થવાની ભલામણ કરી છે. જો કે આ સમાચારોનુ ખંડન પણ કરવામાં આવ્યુ છે. સૂત્રો મુજબ રણવીરે પોતાની ભલામણમાં કહ્યુ કે દીપિકાને બેચેની થવા લાગે છે અને એંક્ઝાઈટી ઈશ્યુ છે.

કેવી રીતે આવ્યુ દીપિકા પાદુકોણનુ નામ
દીપિકા પાદુકોણ ગોવામાં ધર્મા પ્રોડક્શન્સ માટે શકુન બત્રાની ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી જેને બંધ કરીને તે મુંબઈથી ગોવા આવી. દીપિકાને શુક્રવારે હાજર થવાનુ હતુ પરંતુ તેણે પોતાના માટે એક દિવસનો સમય માંગ્યો. ઉલ્લેખનીય છે કે આખા ડ્રગ કેસમાં દીપિકા પાદુકોણનુ નામ ત્યારે સામે આવ્યુ જ્યારે 2017ની તેની અને તેની મેનેજર વચ્ચેની એક ચેટ લીક થઈ. આ ચેટમાં દીપિકા, પોતાની મેનેજર કરિશ્માને પૂછતી દેખાઈ રહી છે કે તારી પાસે માલ છે શું?

12 લોકોની લીગલ ટીમ
વળી, સમન મળતા જ દીપિકા પાદુકોણે 12 લોકોની લીગલ ટીમ સાથે ઑનલાઈન મુલાકાત કરી. આ કૉન્ફરન્સમાં તેની સાથે પતિ રણવીર સિંહ પણ જોડાયા હતા. જોવામાં આવી રહ્યુ છે કે દીપિકાના વકીલ આ કેસને કઈ રીતે તેમના પક્ષમાં રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે કરણ જૌહરની પાર્ટીથી પણ દીપિકા પાદુકોણનો વીડિયો સામે આવ્યો હતો જેમાં દીપિકા નશાાં ધૂત દેખાઈ રહી હતી. આ વીડિયોમાં બધાને નશામાં ધૂત ગણાવીને મીડિયામાં ચલાવવામાં આવી રહ્યુ છે.

ડિપ્રેશનની બ્રાંડ એમ્બેસેડર
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશનની બ્રાંડ એમ્બેસેડર છે. તે ખુદ એક સંસ્થા સાથે જોડાયેલી છે જે આ સમસ્યાઓ પર વાત કરે છે. દીપિકાએ પોતાના વિશે વાત કરીને માન્યુ હતુ કે તે ખુદ ડિપ્રેશનનો શિકાર હતી.
આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી