
Kat-Vicky Wedding: કેટરીના કૈફ ઉઠાવી રહી છે લગ્નનો 75% ખર્ચો માટે મન મારીને ચૂપ છે વિકી!
મુંબઈઃ આજે બૉલિવુડની સૌથી હસીન અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ અને ડેશિંગ હીરો વિકી કૌશલના લગ્ન થવાના છે. જો કે બંને પરિવાર તરફથી આ અંગે હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ કેટરીના અને વિકી બંનેનો પરિવાર હાલમાં રાજસ્થાનમાં છે અને મીડિયા રિપોર્ટ મુજબ બંને આજે સિક્સ સેંસેસ બરવાડા ફોર્ટમાં સાત ફેરા લેવાના છે.

સાત ફેરાનુ મુહૂર્ત બપોરે 3.30 વાગ્યાથી 3.45 વાગ્યાનુ
પિંકવિલાના રિપોર્ટ મુજબ કેટરીના કૈફ અને વિકી કૌશલના સાત ફેરાનુ મુહૂર્ત બપોરે 3.30 બાદથી 3.45 વાગ્યાનુ છે. જો કે કેટરીના અને વિકી બે વાર લગ્ન કરશે. પહેલા તે પંજાબી રિવાજ મુજબ સાત ફેરા લેશે જ્યારે ત્યારબાદ તે વ્હાઈટ મેરેજ કરશે.

લગ્નનો 75 ટકા ખર્ચ કેટરીના કૈફ ઉઠાવી રહી છે
જ્યાં પિંકવિલા આ કહી રહ્યુ છે કે ત્યાં બીજી તરફ બૉલિવુડલાઈફ.કૉમની માનીએ તો આ લગ્નનો 75 ટકા ખર્ચ કેટરીના કૈફ ઉઠાવી રહી છે અને માત્ર 25 ટકા ખર્ચ વિકી કૌશલ પર છે. રિપોર્ટ મુજબ લગ્નમાં ભારે ખર્ચા જેવા કે ટ્રાવેલ, મહેમાનોનો ખર્ચ, સિક્યોરિટી અરેન્જમેન્ટ્સની જવાબદારી કેટરીનાએ પોતાના ખભે લીધી છે.

કેટરીનાના નિર્ણયથી ખુશ નથી વિકી કૌશલ!
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેટરીના નહોતી ઈચ્છતી કે તેમના લગ્નમાં મીડિયાવાળા શામેલ થાય માટે જ આ લગ્નથી મીડિયાવાળાને દૂર રાખવામાં આવ્યા છે અને લગ્નમાં ભાગ લેનારને મોબાઈલને બેન કરવાની વાત કહેવામાં આવી છે પરંતુ વિકી કૌશલને કેટરીનાની આ વાત ગમી નહિ. તે ઈચ્છતા હતા કે તેમના લગ્ન મીડિયાવાળા શામેલ થાય અને બીજા રિપોર્ટમાં તો એ પણ કહેવામાં આવ્યુ છે કે વિકી કૌશલને સિક્સ સેંસેસ બરવાડા ફોર્ટ પણ વધુ ગમ્યુ નહોતુ પરંતુ તે કેટરીનાની ખુશી સામે ચૂપ છે, આમ પણ આ લગ્નમાં વધુ ખર્ચ કેટરીના જ કરી રહી છે માટે પણ તે પોતાના નારાજગી નથી બતાવી રહ્યો.

લગ્નના કન્ફર્મ સમાચારની રાહ
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી વિકી-કેટના પ્રેમની ચર્ચા બૉલિવુડની ગલીઓમાં થઈ રહી હતી પરંતુ બંનેએ પોતાની રિલેશનશિપ વિશે કંઈ કહ્યુ નથી આજ સુધી પરંતુ જે રીતે બંનેને પાર્ટી અને ઈવેન્ટમાં સાથે જોવામાં આવતા હતા તેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. વિકી અને કેટરીનાએ એક પણ ફિલ્મમાં સાથે કામ કર્યુ નથી તેમછતાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. હાલમાં હવે બધા બંનેના લગ્નના કન્ફર્મ ન્યૂઝની રાહ જોઈ રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે આગલા અમુક કલાકોમાં બંનેના લગ્નનુ સસ્પેન્સ ખતમ થઈ જશે અને સત્ય લોકો સામે આવી જશે.