• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Me Too: કેટ શર્માએ સુભાષ ઘાઈ પર કર્યો યૌન શોષણનો કેસ, આ છે આરોપ

|
Google Oneindia Gujarati News

કેટ શર્માએ સુભાષ ઘાઈ પર મી ટુ અભિયાન હેઠળ છેડતીનો આરોપ લગાવ્યો હતો અને હવે તેમણે ફિલ્મમેકર સામે પોલિસમાં કેસ ફાઈલ કરાવી દીધો છે. કેટ શર્મા એક ટીવી એક્ટ્રેસ છે અને થોડા સમય પહેલા તેમણે ઘાઈ પર આરોપ લગાવ્યો હતો કે સુભાષ ઘાઈએ બળજબરીથી તેને ગળે મળવાની કોશિશ કરી હતી અને કિસ કરવાની પણ કોશિશ કરી હતી. આખી વાત જણાવતા શર્માએ કહ્યુ કે તેમણે 6 ઓગસ્ટે તેને પોતાના ઘરે બોલાવી હતી અને ત્યાં લગભગ 5 થી 6 લોકો પહેલેથી જ હાજર હતા.

આ પણ વાંચોઃ કોમામાં ગયેલી પુત્રીને મળવા નથી દેતા જમાઈ, મૌસમીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજોઆ પણ વાંચોઃ કોમામાં ગયેલી પુત્રીને મળવા નથી દેતા જમાઈ, મૌસમીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો

મસાજ કરવા કહ્યુ

મસાજ કરવા કહ્યુ

બધાની સામે સુભાષ ઘાઈએ તેમનો મસાજ કરવા માટે કહી દીધુ. કેટે જણાવ્યુ કે તેના માટે તે ઘણુ વધુ શોકિંગ હતુ પરંતુ સીનિયોરિટીને જોતા તેણે 5 મિનિટ તેમને મસાજ આપ્યુ અને હેંડ વોશ કરવા માટે બાથરૂમમાં જતી રહી.

બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી

બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી

કેટે આગળ જણાવ્યુ કે બાથરૂમમાં આવ્યા બાદ તેમણે મને રૂમમાં બોલાવી અને કહ્યુ કે કંઈક જરૂરી વાતો કરવાની છે. જ્યારે હું તેમના રૂમમાં પહોંચી તો તેમણે મને દબોચી લીધી અને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરવા લાગ્યા.

સુભાષ ઘાઈએ ધમકી પણ આપી

સુભાષ ઘાઈએ ધમકી પણ આપી

સુભાષ ઘાઈ આટલે જ ન રોકાયા અને તેને ધમકી પણ આપી હતી કે જો આખી રાત તેની સાથે નહિ રોકાય તો તેને ફિલ્મમાં લોન્ચ નહિ કરે. ત્યારબાદ તે ત્યાંથા ચાલી ગઈ અને તેના દિમાગમાં આ ઘટના હજુ સુધી ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ નર્તકીના પ્રેમમા પડેલ મહારાજ પોતાની જીતનુ પરિણામ ન સાંભળી શક્યાઆ પણ વાંચોઃ રાજસ્થાનઃ નર્તકીના પ્રેમમા પડેલ મહારાજ પોતાની જીતનુ પરિણામ ન સાંભળી શક્યા

English summary
Kate sharma finally files sexual harassment case against Filmmaker Subhash ghai. Kate sharma told that he tried to kiss me forcefully.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X