80 કરોડમાં કેટરીના કૈફ-વિકી કૌશલે પોતાના લગ્નના બધા વીડિયો વેચ્યા, કરોડોની ડીલ સાઈન, જાણો વિગત

એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે એક ખાસ ઓટીટી પ્લેટફૉર્મે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના રાઈટ્સ લઈ લીધા છે. જાણો વિગત.

મુંબઈઃ વિકી કૌશલ અને કેટરીના કૈફે પોતાના લગ્નને મીડિયાથી દૂર રાખ્યુ છે. 9 ડિસેમ્બર એટલે કે આજે વિકી કૌશલ અને કેટરીના કૈફ એકબીજા સાથે લગ્ન કરી લેશે. શક્ય છે કે લગ્નનો કોઈ ખાસ ફોટો વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી શકે છે જેવુ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કર્યુ હતુ. આ સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે છેવટે કેમ વિકી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનમાં લગ્ન કરવાના નિર્ણયને સાર્વજનિક ન કર્યો. સાથે જ લગ્નમાં પહોંચનારા ગેસ્ટને પણ કોઈ પણ પ્રકારના ફોટાને વાયરલ કરવા કે પછી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની મંજૂરી નથી.

ઓટીટી પ્લેટફૉર્મે લીધા રાઈટ્સ

ઓટીટી પ્લેટફૉર્મે લીધા રાઈટ્સ

મીડિયા રિપોર્ટમાં એ પણ માહિતી સામે આવી રહી છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના ખાસ ફૂટેજ લોકો સામે તો જરુર આવશે પરંતુ ઓટીટી પ્લેટફૉર્મ દ્વારા. એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે એક ખાસ ઓટીટી પ્લેટફૉર્મે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના રાઈટ્સ લઈ લીધા છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોને 80 કરોડમાં વેચ્યુ

એમેઝોન પ્રાઈમ વીડિયોને 80 કરોડમાં વેચ્યુ

આના કારણે બંનેના લગ્નને સંપૂર્ણપણે પ્રાઈવેટ રાખવા માટે રાજસ્થાનની આ નાની પરંતુ ખાસ જગ્યાને પસંદ કરવામાં આવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુર સેંસ ફોર્ટમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન કરી રહ્યા છે. એક વેબસાઈટના સમાચાર અનુસાર વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના બધા વીડિયો અને ફોટો ઓટીટી પ્લેટફૉર્મ એમેઝોન પ્રાઈમ વીડિયોને 80 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે.

વિકી અને કેટરીનાના રૉયલ લગ્ન

વિકી અને કેટરીનાના રૉયલ લગ્ન

એવામાં લગ્ન થયાના એક મહિનાની અંદર વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નનુ એક ખાસ ટીઝર જાહેર થશે. ત્યારબાદ ફેન્સ સીધા ઓટીટી પર વિકી કૌશલ અને કેટરીના કૈફના રૉયલ લગ્નને જોઈ શકશે. જણાવામાં આવી રહ્યુ છે કે આના કારણે વિકી કૌશલ અને કેટરીના કૈફે મહેમાનો પાસે એક એગ્રીમેન્ટ પણ સાઈન કરાવ્યુ છે.

120થી વધુ વીઆઈપી ગેસ્ટ

120થી વધુ વીઆઈપી ગેસ્ટ

જે અનુસાર લગ્નનના કોઈ પણ ફોટો કે વીડિયોને ઈન્ટરનેટ પર શેર કરવા કે પછી કોઈને મોકલવાની મંજૂરી નથી. વિકી અને કેટરીના કૈફના લગ્નમાં 120થી વધુ વીઆઈપી ગેસ્ટ પહોંચ્યા છે. બૉલિવુડના પણ ઘણા ચહેરા આ લગ્નમાં શામેલ થશે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બરે સાંજે થશે.

વિકી કૌશલ અને કેટરીના કૈફની એક ઝલક

વિકી કૌશલ અને કેટરીના કૈફની એક ઝલક

11 ડિસેમ્બર સુધી વિકી કૌશલ અને કેટરીના કૈફ રાજસ્થાનમાં જ રહેશે. ત્યારબાદ બંને ફરીથી મુંબઈ માટે રવાના થશે. મીડિયા સામે બંને એક સાથે પતિ-પત્ની તરીકે જલ્દી જોવા મળશે. ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફની એક ઝલક જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X