
કેટરીના કૈફે વિક્કી કૌશલ અને સાસરિયાવાળા સાથે મનાવી પહેલી હોળી, વાયરલ થયા ફોટા
મુંબઈઃ કેટરીના કૈફે પોતાના પતિ વિક્કી કૌશલ અને તેના પરિવારના સભ્યો સાથે હોળી મનાવતા ફોટા શેર કર્યા છે. લગ્ન પછી કેટરીના અને વિક્કી કૌશલની આ પહેલી હોળી હતી. કેટરીના કૈફે જે ફોટા શેર કર્યા છે તેમાં કેટરીના, વિક્કી કૌશલ તેનના માતા અને તેના ભાઈ સની કૌશલ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં બંને લગ્ન બંધનમાં બંધાયા હતા.

ગુલાલમાં રંગાયેલા દેખાયા હસતા ચહેરા
ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને કેટરીનાએ તેના કેપ્શનમાં લખ્યુ - હોલી મુબારક. ફોટામાં કેટરીના, વિક્કી, તેના પિતા શામ કૌશલ, મા વીના કૌશલ અને ભાઈ સનીના ચહેરા પર ગુલાલમાં રંગાયેલા હસતા જોવા મળી રહ્યા છે. વળી, બીજા ફોટામાં વીના કેમેરા સામે પોઝ આપીને કેટરીના ગાલને સ્પર્થતા જોવા મળી રહ્યા છે.

ફેન્સે બંનેને આપી હોળીની શુભકામના
સોશિયલ મીડિયા પર આ ફોટા જોરદાર વાયરલ થઈ રહ્યા છે. એક પ્રશંસકે ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ - હંમેશા ખુશ અને સુખી રહો. એક અન્ય પ્રશંસકે લખ્યુ - શું પરિવાર છે. વળી, એક ત્રીજા પ્રશંસકે ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ - નજર ના લાગે. આ ઉપરાંત ઘણા પ્રશંસકે તેમને હોળીની શુભકામનાઓ આપી છે.

વર્કફ્રંટ પર શું કરી રહ્યા છે વિક્કી કૌશલ
તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. જેમાં તેમના અમુક એકદમ નજીકના લોકોને જ શામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને હનીમૂન મનાવવા માટે માલદીવ ગયા. વિક્કી કૌશના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લી વાર ફિલ્મ સરદાર ઉધમમાં દેખાયા હતા. હવે તે ગોવિંદાની ફિલ્મ નામ મેરામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી પણ જોવા મળશે. ત્યારબાદ વિક્કીની સેમ બહાદૂર નામની ફિલ્મ પણ ફ્લોર પર આવશે.