"આલિયાને વરુણ સાથે રહેવા દો,સલમાનને મારા માટે છોડી દો"
બોલિવૂડના સૌથી પ્રિસ્ટિજિયસ એવોર્ડ આઇફા 2017 ટૂંક સમયમાં જ શરૂ થનાર છે. મુંબઇમાં ગુરૂવારે રાત્રે આઇફાની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા. સલમાન ખાન તો ઇવેન્ટ્સમાં કાયમ જ બિંદાસ હોય છે, પરંતુ આ વખતે કેટરિના કૈફ પણ ખુબ ખુશ જોવા મળી હતી. કેટરિના કૈફે ખૂબ બિન્દાસ અંદાજમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને ઓપનલી સલમાન સાથે ફ્લર્ટ કર્યું હતું.

"સલમાનને મારા માટે છોડી દો"
પ્રેસ કોન્ફરન્સમાં સલમાનને પૂછવામાં આવ્યું હતું કે, તે આલિયા ભટ્ટ સાથે ક્યારે કામ કરશે. સલમાન પહેલા જ કેટરિનાએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું, 'આલિયાને વરુણ સાથે રહેવા દો અને સલમાનને મારા માટે છોડી દો.' લાગે છે કેટરિનાએ 'ટાઇગર ઝિંદા હે'નું પ્રમોશન અત્યારથી જ શરૂ કરી દીધું છે.

કેટરિના બેસ્ટ ડાન્સરઃ સલમાન
કેટરિનાએ અહીં જણાવ્યું કે, 5-6 વર્ષ બાદ તે ફરીથી આઇફામાં પરફોર્મ કરવા જઇ રહી છે, જે અંગે તે ખૂબ ઉત્સાહિત અને થોડી નર્વસ છે. આ વાતને આગળ વધારતાં સલમાને કહ્યું કે, કેટરિનાએ પોતાના પરફોમન્સ અંગે ચિંતા કરવાની કોઇ જરૂર નથી, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ ડાન્સરમાંની એક છે.

આલિયા છે ક્યૂટ
સલમાને આગળ કહ્યું કે, ડાન્સની બાબતમાં ખરેખર તો આલિયા અને કેટરિના વચ્ચે ટાઇ છે. આ સાંભળી આલિયાએ તરત જ કહ્યું કે, ના હું બહુ ખરાબ ડાન્સર છું, પરંતુ ક્યૂટ છું. સામે સલમાને જવાબ આપતાં કહ્યું કે, હું તારા કરતાં ખરાબ ડાન્સર છું અને હું તો ક્યૂટ પણ નથી.

મને બેસ્ટ એક્ટરનો અવોર્ડ નહીં મળેઃ સલમાન
સલમાને જાતે જ પોતાને આઇફાના બેસ્ટ એક્ટર એવોર્ડની રેસમાંથી બહાર કરતાં થોડા સમય પહેલાં કહ્યું હતું કે, મને પૂરી આશા છે કે, આ વર્ષે પણ મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ નહીં મળે. મેં હવે સ્વીકારી લીધું છે કે, હું અને એવોર્ડ્સ એકબીજા માટે નથી બન્યા. હું એવોર્ડ આપવા સ્ટેજ પર જઇ શકું છું, પરંતુ લેવા નહીં. મને પુરસ્કારની જગ્યાએ આઇફા તરફથી મળેલ એ સન્મનાન વધુ પસંદ છે.