
લૉકડાઉન બાદ કેટરીના કૈફનુ હૉટ ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા - સેક્સી સુપરસ્ટાર
પોતાના ગ્લેમર માટે લોકપ્રિય કેટરીના કૈફે એક વાર ફરીથી પોતાના લેટેસ્ટ ફોટાથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. કેટરીના કૈફે પોતાના લેટેસ્ટ ફોટોશૂટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યાં તે અલગ અલગ આઉટફિટમાં આગ લગાવતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં તે ક્યારેક પિંક કલર તો ક્યારેક બ્લુ અને સફેદ આઉટફિટમાં ખૂબ જ હૉટ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યુ છે. આ વીડિયોમાં કેટરીના કૈફને જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે. ફેન્સ તેના આ વીડિયો પર ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બોલ્ડ લુક
તેના આ વીડિયોને કરોડોની ગણતરીમાં જોઈ શકાય છે. તમે આનાથી સમજી શકો છો કે કેવી રીતે લાંબા સમય બાદ કેટરીનાનો આ બોલ્ડ લુક હોશ ઉડાવવા માટે પૂરતો છે. કામની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટરીના કૈફ પાસે આવનારા દિવસોમાં ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. જ્યાં થિયેટરોમાં વધતી તેજીને જોઈને સૂર્યવંશીની રિલીઝની રાહ ફેન્સ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર સાથે કેટરીના કૈફ લાંબા સમય બાદ સ્ક્રીન પર રોમાંસ કરતી દેખાશે. આ સાથે જ કેટરીના કૈફની નવી ફિલ્મ ફોન ભૂત પણ સામે આવી ગઈ છે. આમાં તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કેટરીના કૈફના ફોટા
તમે ખુદ આ ફોટામાં જોઈ શકો છો કે કેવી રીતે કેટરીના કૈફ લૉકડાઉન બાદ પોતાના ફોટોશૂટમાં ઘણી બોલ્ડ દેખાઈ રહી છે.

કેટરીના કૈફનો ખાસ ફોટો
કેટરીના કૈફ લાલ પરી જેવી દેખાઈ રહી છે. તમે પણ જોઈને કહેશો અતિ સુંદર.

કેટરીના કૈફનુ ફોટોશૂટ
પડદા પાછળ કેવુ રહ્યુ કેટરીના કૈફનુ ફોટોશૂટ, તેના પણ અમુક ફોટા કેટરીના કૈફે પોસ્ટ કર્યા છે.
અલાના પાંડેના હૉટ અને બોલ્ડ ફોટાએ વધાર્યુ સોશિયલ મીડિયાનુ તાપમાન, જુઓ Pics