• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL Finale 2018: યાદગાર હશે એ સાંજ, સલમાન સાથે કેટરીના કરશે પર્ફોર્મ

|

ભારતમાં ક્રિકેટ એ રીતે રમવામાં અને જોવામાં આવે છે જાણે ઘરની કોઈ મહત્વની વસ્તુ હોય. હાલમાં આઈપીએલની સિઝન ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલનો આરંભ તો ઘણો સારો હતો પરંતુ અંત તો તેનાથી પણ વધુ બ્લોક બસ્ટર થવાનો છે. સમાચાર છે કે આ વખતે બોલિવુડના ઘણા સિતારા ફાઈનલમાં ધૂમ મચાવતા નજરે પડશે.

પોતાની ફિલ્મોના ટ્રેક પર ડાંસ

પોતાની ફિલ્મોના ટ્રેક પર ડાંસ

અભિનેતા કાર્તિક આર્યન અને કેટરિના કૈફ પણ આ વર્ષે આઈપીએલની છેલ્લી ધમાલ કરતા નજરે પડશે. તમને જણાવી દઈએ કે બંને એકસાથે પર્ફોર્મ નહિ કરે પરંતુ પોતાના અલગ અલગ અને પોતાની ફિલ્મોના ટ્રેક પર ડાંસ કરતા નજરે પડશે.

સ્વેગ સે સ્વાગત

સ્વેગ સે સ્વાગત

કાર્તિક આર્યનની વાત કરીએ તો બમ ડિગી ડિગી પર અને દિલ ચોરી સાડા પર નાચતા નજરે પડશે. આ ઉપરાંત કેટરિના કૈફની વાત કરીએ તો તે ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ ના સ્વેગ સે સ્વાગત પર પોતાની અદાઓથી સૌને ઘાયલ કરવાની છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે બોલિવુડના ટાઈગર પણ આ સમારંભમાં જોવા મળશે. જી હાં, અમે વાત કરી રહ્યા છે સલમાન ખાનની અને તેમના બધા ફેન્સ અને ક્રિકેટના ફેન્સ માટે એક ખુશખબર છે કે આ વખતે આઈપીએલની ફાઈનલ મેચમાં તમને સલમાન ખાનનું પણ જોરદાર પર્ફોર્મન્સ જોવા મળશે.

બંને વચ્ચે સારી બોંડિંગ

બંને વચ્ચે સારી બોંડિંગ

જી હાં, સલમાન ખાનની ફિલ્મ રેસનું હાલમાં જ રિલીઝ થયેલ ગીત હિરીયે માં સલમાન અને જૈકલીન ફર્નાન્ડીસ ધૂમ મચાવતા જોવા મળશે. જૈકલીન અને સલમાન ઘણા સારા દોસ્ત છે અને ઘણીવાર સાથે ફિલ્મો પણ કરતા રહે છે અને બંને વચ્ચે સારી બોંડિંગ છે.

પૈસા વસૂલ સાંજ

પૈસા વસૂલ સાંજ

આ ઉપરાંત સમાચાર છે કે અભિનેતા રણબીર કપૂર પણ આ મહેફિલમાં ચાર ચાંદ લગાવવા પહોંચવાના છે અને સાંજ હસીન બનાવવાના છે. આટલા સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમે કહી શકીએ કે આઈપીએલ 2018 ફાઈનલની આ સાંજ ત્યાં ટિકિટ લઈને બેઠેલા લોકો માટે પૈસા વસૂલ સાબિત થવાની છે. જો કે મહેફિલ કેવી રીતે જામે છે તે આપને એ દિવસે જ ખબર પડશે પરંતુ તમને એન્ટરટેઈન કરવા માટે બોલિવુડના ઘણા કલાકારો મુંબઈના વાનખેડે સ્ટેડિયમની તૈયારી કરી રહ્યા છે.

English summary
katrina kaif kartik aaryan burn the dance floor at the ipl finale ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X