• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ ચોથી વાર કૅટના સિરે!

|

મુંબઈ, 5 ડિસેમ્બર : બૉલીવુડના સેક્સી અભિનેત્રી કૅટરીના કૈફ માત્ર હિન્દી સિનેમાના જ સેક્સી મહિલા નથી, પરંતુ એશિયાના સૌથી સેક્સી મહિલા પણ તેઓ જ છે. આમ અમે નથી કહેતાં, પણ એક સર્વેનું તારણ છે. લંડનની એક મૅગેઝીનના સર્વેમાં આ બાબત સામે આવી છે. સૌથી મોટી ગોર કરવા જેવી બાબત એ છે કે આ સર્વેમાં સતત ચોથી વાર કૅટને સૌથી સેક્સી મહિલાના ખિતાબથી નવાજાયાં છે.

સૌથી સેક્સી મહિલાનો ખિતાબ પામ્યા બાદ કૅટરીનાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું - મને આ બાબતની ખૂબ ખુશી થઈ રહી છે. હું નથી જાણતી કે આ કોઈ રેકૉર્ડ પણ છે, પણ જે કંઈ પણ છે, તે બહુ સુંદર છે. હું લોકોનો આભાર વ્યક્ત કરુ છું કે તેમણે મને આટલા સુંદર ખિતાબ વડે નવાજી. કૅટરીના કૈફ આજકાલ પોતાની આગામી ફિલ્મ ધૂમ 3 અંગે ચર્ચામાં છે, તો રણબીર કપૂર સાથેના અફૅરે પણ તેમની લોકપ્રિયતા વધારી છે.

આપને જણાવી દઇએ કે એશિયાની ટોચની 50 સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં પ્રથમ દસ મહિલાઓમાં 6 ભારતીય મહિલાઓનો સમાવેશ કરાયો છે કે જે મોટી બાબત ગણાય. તેમાં કૅટરીના કૈફ નંબર વન છે, તો પ્રિયંકા ચોપરા બીજા, દૃષ્ટિ ધામી ત્રીજા, દીપિકા પાદુકોણે ચોથા અને સોનમ કપૂર પાંચમા નંબરે છે. છઠા સ્થાને ટેલીવિઝન અભિનેત્રી સાન્યા ઈરાનીએ કબ્જો કર્યો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કોણ-કોણ ભારતીય મહિલા આ યાદીમાં છે :

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ સતત ચોથી વખત સૌથી સેક્સી ભારતીય મહિલાનો ખિતાબ જીતવામાં સફળ રહ્યાં છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા આ યાદીમાં બીજા સ્થાને છે.

દૃષ્ટિ ધામી

દૃષ્ટિ ધામી

ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં મહત્વનો રોલ કરનાર દૃષ્ટિ ધામી માટે મોટી છલાંગ સમાન ગણાય કે તેમણે આ યાદીમાં ત્રીજુ સ્થાન હાસલ કર્યું છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

વર્ષ 2013માં રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર ફિલ્મો હિટ આપનાર દીપિકા પાદુકોણે એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં ચોથા સ્થાને છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

પ્રારંભિક કૅરિયરમાં સતત નિષ્ફળતાઓ વહોરનાર સોનમ કપૂર માટે આ વર્ષ સારૂ રહ્યું છે. રાંઝણા હિટ રહી અને ભાગ મિલ્ખા ભાગની સફળતા બોનસમાં મળી. એટલે જ કદાચ એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં તેમને પાંચમુ સ્થાન મળી ગયું છે.

સાન્યા ઈરાની

સાન્યા ઈરાની

ટેલીવિઝન સીરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂં વડે લોકપ્રિય થયેલા અભિનેત્રી સાન્યા ઈરાની આ યાદીમાં છઠા સ્થાને છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

પોતાની પ્રથમ જ ફિલ્મ આશિકી 2 દ્વારા સફળતાના ઝંડા ફરકાવનાર શ્રદ્ધા કપૂર પણ આ યાદીમાં જોડાયા છે. તેઓ સૌથી સેક્સી મહિલાની બાબતમાં 12મા સ્થાને છે. જોકે તેઓ ટૉપ ટેનની ટ્રેન ચુકી ગયાં.

નિયા શર્મા

નિયા શર્મા

એક હજારોં મેં મેરી બહના હૈ, બહનેં તથા કાલી એક અગ્નિપરીક્ષા જેવા ટેલીવિઝન કાર્યક્રમોમાં કામ કરનાર નિયા શર્મા 11મા સ્થાને રહ્યાં છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન અને ઇશકઝાદે ફિલ્મ સાથે કૅરિયર શરૂ કરનાર પરિણીતી ચોપરા પણ સેક્સી મહિલા તરીકે ઉપસી આવ્યાં છે. આ વર્ષે શુદ્ધ દેસી રોમાંસ જેવી ફિલ્મ આપનાર પરિણીતીએ આ યાદીમાં 14મુ સ્થાન હાસલ કર્યું છે.

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ

કસૌટી જિંદગી કી, દિલ મિલ ગયે અને હાલમાં સરસ્વતી ચંદ્ર ટેલીવિઝન સીરિયલમાં કામ કરતાં જેનિફરે વિંગેટ 15મુ સ્થાન હાસલ કર્યું.

આશા નેગી

આશા નેગી

બડે અચ્છે લગતે હૈં અને પવિત્ર રિશ્તા સીરિયલમાં કામ કરતાં આશા નેગી આ યાદીમાં 18મા સ્થાને રહ્યાં છે.

ક્રિસ્ટલ ડિસૂઝા

ક્રિસ્ટલ ડિસૂઝા

એક હજારોં મેં મેરી બહના હૈ સીરિયલમાં કામ કરનાર ક્રિસ્ટલ ડિસૂઝાને 19મુ સ્થાન હાસલ થયું છે.

સોફી ચૌધરી

સોફી ચૌધરી

મૉડેલ-કમ-એક્ટ્રેસ સોફી ચૌધરીને આ યાદીમાં 21મુ સ્થાન મળ્યું છે.

મહેરીન સૈયદ

મહેરીન સૈયદ

પાકિસ્તાની સુપર મૉડેલ અને અભિનેત્રી મહેરીન સૈયદ ટુંકમાં જ બૉલીવુડમાં પ્રવેશ કરના છે. તેમને આ યાદીમાં 22મુ સ્થાન મળ્યુ છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

બૉલીવુડના ધક ધક ગર્લની ભલે ઉંમર વધતી જતી હોય, પરંતુ તેમની સેક્સી ઇમેજ આજેય જળયાવેલી છે. એટલે જ તો એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં તેઓ 23મા નંબર સાથે આજે પણ મોજૂદ છે.

રુબીના દિલૈક

રુબીના દિલૈક

છોટી બહૂમાં લીડ રોલ કરનાર રુબીના દિલૈક આ યાદીમાં 26મા સ્થાને રહ્યાં છે.

સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણ

બૉલીવુડ ગાયિકા સુનિધિ ચૌહાણનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. તેમને 28મુ સ્થાન મળ્યું છે.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં ટેલીવિઝન અભિનેત્રી પવિત્ર રિશ્તા ફૅમ અંકિતા લોખંડે 29મા સ્થાને રહ્યાં છે.

હિના ખાન

હિના ખાન

યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં અક્ષરાનો રોલ કરતાં હિના ખાને 31મુ સ્થાન હાસલ કર્યું છે.

શ્રીદેવી

શ્રીદેવી

બૉલીવુડના હવા-હવાઈ ગર્લ શ્રીદેવીને આજે પણ વિતેલા જમાનાના અભિનેત્રી તરીકે ન ગણી શકાય, કારણ કે આ યાદીમાં તેમનો સમાવેશ થયો છે. તેઓ 40મા સ્થાને રહ્યાં છે.

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ

બૉલીવુડના સિંગર શ્રેયા ઘોષાલ આ યાદીમાં 41મા સ્થાને રહ્યાં છે.

English summary
Bollywood beauty Katrina Kaif from winning the world's sexiest Asian woman title for the fourth consecutive year in a poll by a weekly magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X