કેટરીના કૈફે માત્ર મંગળસૂત્ર અને 27 લાખનુ સ્વેટર પહેરીને ફોટો કર્યો શેર, ફેન્સે પૂછ્યુ પગમાં ઠંડી નથી લાગતી?
મુંબઈઃ કેટરીના ભલે હવે મિસીસ વિકી કૌશલ બની ચૂકી છે પરંતુ ફેન્સ પોતાની આદત નહિ છોડે. કેટરીનાએ હાલમાં જ એક ફોટો પોસ્ટ કર્યો જે બાદ ફેન્સ તેને ફરીથી ટ્રોલ કરવા લાગ્યા. આ ફોટામાં કેટરીના કૈફ એક સ્વેટર પહેરેલી દેખાઈ રહી છે. હા, માત્ર સ્વેટર. કેટરીનાએ પગમાં કંઈ જ નથી પહેર્યુ. તેનો આ ફોટો જોઈને ફેન્સે પૂછી લીધુ કે આ કેવી ઠંડી છે જે માત્ર શરીરના ઉપરના ભાગમાં લાગે છે અને પગમાં નથી લાગતી.

27 લાખનુ સ્વેટર
જો કે, અમુક ફેન્સે આ ફોટામાં એ જ જોયુ જે કેટરીના બતાવવા માંગતી હતી - તેનુ ખૂબ જ સુંદર મંગળસૂત્ર. વળી, આ ફોટામાં કેટરીના કૈફ અને વિકી કૌશલના નવા ઘરની પણ ઝલક ફેન્સને મળી ગઈ. તમને જણાવી દઈએ કે આ ફોટામાં કેટરીનાએ જે સ્વેટર પહેર્યુ છે તેની કિંમત 27 લાખ જણાવવામાં આવી રહી છે.

વાયરલ થઈ અઢળક અફવાઓ
કેટરીના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે જોધપુરના એક રિસોર્ટમાં લગ્નના બંધનમાં બંધાયા પરંતુ જ્યાં સુધી બંનેએ સાત ફેરા ન લીધા ત્યાં સુધી આ લગ્ન વિશે ઘણી બધી અફવાઓ ઉડી. આમાંથી અમુક અફવાઓની વાત કરીએ તો પોતાના સાસરિયામાં લોકોને ઈમ્પ્રેસ કરવા માટે કેટરીના કૈફ પંજાબી શીખી રહી છે. અમુક અફવાઓ તો એમ કહે છે કે લગ્ન પહેલા વિકી કૌશલે પોતાના વજનનુ ખૂબ જ ધ્યાન રાખ્યુ. અફવા એ પણ છે કે આ લગ્ન બાદ કેટરીના કૌફ પોતાની સરનેમ બદલી દેશે અને ટાઈગર 3માં તેનુ નવુ નામ પોસ્ટર પર હશે.

કામમાં પરોવાઈ ગયા કેટરીના અને વિકી
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ જેટલા મોટા અને ભવ્ય આ લગ્ન થયા છે તેટલા જ ભવ્ય રીતે આ લગ્ન પર ખર્ચા પણ કરવામાં આવ્યા. એટલુ જ નહિ રિપોર્ટસ અને અફવાઓની માનીએ તો આ લગ્નનો 75 ટકા ખર્ચ કેટરીનાએ ઉઠાવ્યો છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન પછી હનીમૂન માટે માલદીવ રવાના થઈ ગયા હતા અને એ ખૂબ જ નાનો હોલીડે હતો ત્યારબાદ બંને તરત જ પોતાની અધૂરી ફિલ્મોનુ કામ પૂરુ કરવામાં લાગી ચૂક્યા છે.

લગ્નના વીડિયો જોવા મળશે?
અમુક રિપોર્ટસની માનીએ તો કેટરીના કૈફ અને વિકી કૌશલને પોતાના લગ્નના એક્સક્લુઝીવ ફૂટેજ વેચવા માટે એક મોટા ઓટીટી પ્લેટફૉર્મે 100 કરોડ રૂપિયા ઑફર કર્યા. વળી, અમુક રિપોર્ટસની માનીએ તો કેટરીના કૈફ અને વિકી કૌશલે પોતાના લગ્નની ફૂટેજ એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાને 80 કરોડમાં વેચી દીધી છે. અફવાઓ એ પણ હતી કે કેટરીના કૈફ અને વિકી કૌશલે પોતાના લગ્નના ફોટાના એક્સક્લુઝીવ રાઈટ્સ એક મોટી ઈન્ટરનેશનલ મેગેઝીનને વેચી દીધા છે એટલે કે આ પહેલા આ ફોટા કોઈ પણ જાહેર નહિ કરી શકે. પરંતુ લગ્નના દિવસે જ ખુદ વિકી અને કેટરીના કૈફે પોતાના લગ્નના ફોટા પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા.

ઉડી હતી ઝઘાડની પણ અફવા
ઉલ્લેખનીય છે કે પહેલેથી સમાચારો હતા કે દિવાળી પર વિકી કૌશલ અને કેટરીના કૈફે તેના ખાસ દોસ્ત કબીર ખાન અને મિની માથુરના ઘરે રોકાની સેરેમની કરી હતી. આ રસમની માહિતી કોઈને પણ નહોતી. આ રસમમાં માત્ર બંનેના પરિવાર જ શામેલ થયા હતા. પરંતુ પછી બંનેની રોકા સેરેમનીના સમાચાર બહાર આવી ગયા અને આ સમાચાર કેવી રીતે લીક થયા એ વાતને લઈને વિકી અને કેટરીનામાં જોરદાર ઝઘડો પણ થયો.

પાંચ વર્ષ માટે લીધુ નવુ ઘર
લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ચૂક્યા છે અને વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પડોશી બની ચૂક્યા છે. બંનેએ એ જ સોસાયટીમાં એક અપાર્ટમેન્ટ ફાઈનલ કરી લીધુ હતુ જેનુ ભાડુ લગભગ 8 લાખ રૂપિયા પ્રતિ મહિના છે. આ અપાર્ટમેન્ટ માટે વિકી કૌશલે 1.5 કરોડ રૂપિયાની સિક્યોરિટી આપી દીધી છે અને પાંચ વર્ષ માટે આ અપાર્ટમેન્ટને ભાડે લઈ લીધુ છે.

નારાજ હતા શામ કૌશલ?
અફવાઓના બજારમાં આ સમાચાર પણ જણાવવામાં આવ્યા કે આ લગ્નથી વિકી કૌશલના પિતા શામ કૌશલ બહુ ખુશ નથી અને તેમણે ઘણા સમય સુધી આ લગ્ન માટે મંજૂરી નહોતી આપી. શામ કૌશલ ઈચ્છતા હતા કે વિકી કૌશલ હાલમાં માત્ર પોતાના કામ પર ધ્યાન આપે પરંતુ અફવાઓથી દૂર લગ્નના ફંક્શન પહેલા કૌશલ પરિવારનો આ ખૂબ સુંદર ફોટો આવ્યો.

સાથે દેખાશે આ સુંદર કપલ
એક અનોખી અફવા એ છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ પતિ-પત્ની બન્યા બાદ કપલ તરીકે પોતાની પહેલી ફિલ્મ સાથે સાઈન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે બંનેના ખૂબ જ ખાસ દોસ્ત. ઉલ્લેખનીય છે કે જ્યારથી વિકી કૌશલ અને કેટરીના સાથે હોવાના સમાચાર છે ત્યારથી બંનેને સાથે સ્ક્રીન પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ બંને ખાસ તકની રાહ જોઈ રહ્યા છે.