• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરશે કેટરીના કૈફ, ફેન્સે કહ્યું- સુપરહિટ

By Staff
|
Google Oneindia Gujarati News

બૉલીવુડમાં હાલ ફિલ્મો ભલે રિલીઝ ના થઈ રહી હોય પરંતુ અવારનવાર કોઈને કોઈ નવી ફિલ્મની જાહેરાતો થઈ રહી છે. અનાઉન્સમેન્ટ ના હોય તો પણ કામ અથવા તો ચર્ચા થતી જ રહે છે. હવે ચર્ચા છે કેટરીના કેફ પોતાની આગલી ફિલ્મમાં અર્જુ રેડ્ડી સ્ટારર વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરતી જોવા મળી શકે છે.

અને આ અફવા બીજા કોઈએ નહિ બલકે ફેન્સે ઉડાવી દીધી છે. અને તેની પાછળનું કારણ પણ બહુ નાનુ્ં છે. કારણ બસ એટલું છે કે કેટરીના કેફે હાલમાં જ અર્જુન રેડ્ડી સ્ટારનો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો છે.

વિજય દેવરેકોંડા

વિજય દેવરેકોંડા

આમ તો વિજય દેવરેકોંડા, અનન્યા પાંડેની અપોઝિટ લાઈગર નામની ફિલ્મથી પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહી છે. પરંતુ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી.

આમ તો કેટરીના કેફ અને વિજયને સાથો જોવાના સમાચાર સાંભળી ફેન્સ ઘણા ઉત્સાહિત થઈ ચૂક્યા છે. હાલ કેટરીના કેફ સાથે પ્રોજેક્ટ્સની ભરમાર છે.

હાલમાં જ પ્રભાસ સાથે નામ જોડાયું

હાલમાં જ પ્રભાસ સાથે નામ જોડાયું

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટરીના કેફનું નામ પ્રભાસ સાથે એક રોમેન્ટિક ફિલ્મ માટે જોડાઈ રહ્યું છે. દિલચસ્પ વાત છે કે અગાઉ પ્રભાસની સાહો માટે પણ પહેલી પસંદ કેટરીના કેફ જ હતી.

સાઉથ સુપરસ્ટાર્સની ભરમાર

સાઉથ સુપરસ્ટાર્સની ભરમાર

એટલું જ નહિ, કેટરીના કેફની કિટીમાં હાલ સાઉથના સુપરસ્ટાર્સની ભરમાર છે. પ્રભાસ અને વિજય દેવરેકોંડા ઉપરાંત કેટરીના કેફ શ્રીરામ રાઘવનની ફિલ્મમાં વિજય સેતુપતિની અપોઝિટ જોવા મળશે.

એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ

એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ

બીજી તરફ તે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ માટે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફોન ભૂતની શૂટિંગ કરી ચૂકી છે. ફિલ્મ એક હોરર કોમેડી જણાવાઈ રહી છે.

લુક સામે આવી ગયો

લુક સામે આવી ગયો

આ ફિલ્મના સેટથી કેટરીના કેફની એક તસવીર લીક થઈ ચૂકી છે જેમાં કેટરીનાનો નવો લુક કોઈના પણ હોશ ઉડાવવા માટે કાફી છે. કેટરીના કેફ પોતાના આ લુકમાં બહુ અલગ જોવા મળી રહી છે.

ટાઈગર 3ની તૈયારી

ટાઈગર 3ની તૈયારી

આની સાથે જ કેટરીના કેફ, સલમાન ખાન સાથે ટાઈગર 3ની તૈયારી શરૂ કરી ચૂકી છે. ફિલ્મ પર કામ શરૂ થઈ ચૂક્યું છે અને જો કોરોના કાળમાં બધું ઠીક રહ્યું તો ફિલ્મ આગલા વર્ષે ઈદ પર ફેન્સ માટે રિલીઝ થઈ જશે.

સુપર સોલ્જરની તૈયારી

સુપર સોલ્જરની તૈયારી

આગામી સમયમાં પણ કેટરીના કેફનું કેટલીય ફિલ્મો સાથે નામ જોડાયેલું રહ્યું છે. જેમાં ઋતિક રોશન સાથે સત્તે પે સત્તા રીમેક અને કૃષિ સીક્વલ પ્રમુખ હતા. આ ઉપરાંત શાહરુખ ખાનની રેડ ચિલીજ એન્ટરટેઈનમેન્ટની એક ફિલ્મ માટે કેટરીના કેફ અને કાર્તિક આર્યનના નામની ચર્ચા છે.

સુપર સોલ્જરની તૈયારી

સુપર સોલ્જરની તૈયારી

જ્યારે અલી અબ્બાસ ઝફર સાથે કેટરીના કેફ પોતાની સુપરહીરો ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનો ભાર કેટરીના કેફ પર છે અને આ બૉલીવુડની પહેલી સુપરવૂમન ફિલ્મ હશે.

કંગના રનોતનું ટ્વીટર એકાઉન્ટ કરાયુ સસ્પેંડ, ભડકાઉ પોસ્ટ કરવાનો આરોપકંગના રનોતનું ટ્વીટર એકાઉન્ટ કરાયુ સસ્પેંડ, ભડકાઉ પોસ્ટ કરવાનો આરોપ

કરિયરની દિશા બદલી નાખી

કરિયરની દિશા બદલી નાખી

કેટરીના કેફે શાહરુખ ખાનની ઝીરોમાં એક્ટ્રેસ બબીતાના કેરેક્ટર સાથે અલગ જ ઓળખ બનાવી લીધી છે. લોકોએ કેટરીના કેફને આવી રીતે પહેલાં ક્યારેય નહોતી જોઈ અને કેટરીના કફના આ રોલને લઈ ખુબ વખાણ થયાં.

સશક્ત કેરેક્ટર પરંતુ શાનદાર

સશક્ત કેરેક્ટર પરંતુ શાનદાર

જો કે અગાઉ પણ કેટરીના કેફ, પ્રકાશ ઝાની રાજનીતિ સાથે પોતાની કિબિલિયત દેખાડી ચૂકી છે. કેટરીના કેફ કેટલીય ફિલ્મો સાથે આ સાબિત કરી ચૂકી છે કે જો ડાયરેક્ટરને તેનો ઉપયોગ કરતાં આવડે તો રૂપેરી પડદા પર તે તબાહી મચાવી શકે છે.

આઈટમ ગર્લ નથી બનવું

આઈટમ ગર્લ નથી બનવું

કેટરીના કેફે સલમાન ખાનની દબંગ 3 માટે આઈટમ ડાંસ રિજેક્ટ કર્યો. જ્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેમણે ફિલ્મોમાં નાચ ગાન નથી કરવાં. હવે તે માત્ર પોતાના કેરેક્ટર પર ધ્યાન આપશે.

English summary
Katrina kaif will do romance with vijay devrekonda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X