For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ‘કેદારનાથ' પર પ્રતિબંધ, લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કેદારનાથ' પર ઉત્તરાખંડમાં પ્રતિબંધ લાગી ગયો છે.

|
Google Oneindia Gujarati News

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કેદારનાથ' પર ઉત્તરાખંડમાં પ્રતિબંધ લાગી ગયો છે. આ ફિલ્મ આજે જ દેશભરમાં રિલીઝ થઈ છે. 'કેદારનાથ' પર લવ જેહાદ અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ફિલ્મ 'કેદારનાથ' નો કેદારનાથના પૂજારીઓએ પણ વિરોધ કર્યો છે. જો કે ગુરુવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે મુવી પર પ્રતિબંધથી ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ અમિતાભની દોહિત્રીની બર્થડે પાર્ટીનો Video વાયરલ, જુઓ શું કરી રહી છે આરાધ્યાઆ પણ વાંચોઃ અમિતાભની દોહિત્રીની બર્થડે પાર્ટીનો Video વાયરલ, જુઓ શું કરી રહી છે આરાધ્યા

ઉત્તરાખંડ સરકારે લગાવ્યો ફિલ્મ ‘કેદારનાથ' પર પ્રતિબંધ

ઉત્તરાખંડ સરકારે લગાવ્યો ફિલ્મ ‘કેદારનાથ' પર પ્રતિબંધ

ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મુવી પ્રતિબંધ લગાવી દીધો છે. હાલમાં જ ભાજપે ફિલ્મ પર પ્રતિબંધની વાત કરી હતી, ફિલ્મને પહેલા ઉત્તરાખંડના સીએમ અને સરકાર તરફથી પાસ કરી દેવામાં આવી હતી પરંતુ સ્થાનિક પાર્ટીઓએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી.

ભાજપ નેતા સતપાલ સિંહ મહારાજે આપ્યુ નિવેદન

બુધવારે ઉત્તરાખંડ સરકારે ભાજપ નેતા સતપાલ સિંહ મહારાજની અધ્યક્ષતામાં 4 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારબાદ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

ફિલ્મ લવ-જેહાદનો પ્રોત્સાહન આપે છે!

ફિલ્મ લવ-જેહાદનો પ્રોત્સાહન આપે છે!

આ પહેલા ઉત્તરાખંડ હાઈકોર્ટમાં આના વિરોધમાં યાચિકા દાખલ કરવામાં આવી છે. આ યાચિકા દાખલ કરી છે ગઢવાલના સમાજસેવી સ્વામી દર્શન ભારતી અને બદરીનાથ ધામના હરિકિશન કમોઠીએ જેમણે ફિલ્મ નિર્માતા પર આરોપ લગાવ્યો છે કે ભગવાન કેદારનાથનું અપમાન કરીને વિદેશી મદદથી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ હિંદુઓ તેમજ પહાડની આસ્થા સાથે ભદ્દો મજાક છે. આ ફિલ્મ લવ-જેહાદને પ્રોત્સાહન આપે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે કેદારનાથમાં સેંકડો વર્ષોથી મુસ્લિમ રહે છે અને મંદિરમાં નમાઝ પઢે છે. જ્યારે મંદિર કે તેની આસપાસ એક પણ મુસ્લિમ પરિવાર કે વ્યક્તિ રહેતો નથી.

લિપ લૉક સીન પણ વિવાદનું કારણ

લિપ લૉક સીન પણ વિવાદનું કારણ

ફિલ્મ કેદારનાથમાં ઉત્તરાખંડની આફતને દર્શાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યુ છે. ફિલ્મના ગીતો પર પણ લોકોને વાંધો છે. ફિલ્મમાં એક લિપ લૉક સીન પણ વિવાદનું કારણ બનેલો છે.

હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકની પ્રેમ કહાની

હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકની પ્રેમ કહાની

અભિષેક કપૂર નિર્દેશિત આ ફિલ્મ પૂરમાં ફસાયેલી એક હિંદુ શ્રદ્ધાળુને એક મુસ્લિમ દ્વારા બચાવાયા બાદ બંને વચ્ચે પાંગરતા પ્રેમની કહાની છે એટલા માટે પુરોહિતોએ કહ્યુ છે કે ફિલ્મ લવ-જેહાદને પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપઆ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ

English summary
kedarnath-screening-banned-across-uttarakhand-says-state-tourism-minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X