• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

41ની ઉંમરમાં કિમ શર્માને લિએન્ડર પેસ સાથે થયો પ્રેમ, રોમેન્ટીક ફોટા સાથે કર્યુ કબૂલ

By Desk
|
Google Oneindia Gujarati News

મોહબ્બતે ફેમ કિમ શર્માએ પોતાના રિલેશન વિશે ઈન્સ્ટાગ્રામ પર ઑફિશિયલ પોસ્ટ કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી અફવાઓ હતી કે કિમ શર્મા ટેનિસ પ્લેયર લિએન્ડર પેસને ડેટ કરી રહી છે. હવે ખુદ કિમ શર્માએ આ અફેર પર મહોર લગાવી દીધી છે. કિમ શર્માએ રોમેન્ટીક ફોટો સાથે લિએન્ડર પેસ સાથે રિલેશનશિપના સમાચારોને સાચા ગણાવ્યા અને એક કેપ્શન પણ મૂકી દીધુ. લિએન્ડર પેસ અને કિમ શર્મમાના અફેરના સમાચારો ત્યારથી આવી રહ્યા છે જ્યારે ગોવામાં બંને વેકેશન મનાવવા પહોંચ્યા હતા. ત્યારબાદ ઘણી વાર બંનેને સાથે જોવામાં આવ્યા પરંતુ બંનેએ આ પહેલા ક્યારેય અફેરના સમાચારો પર રિએક્ટ નહોતુ કર્યુ.

આગની જેમ ફેલાયા ફોટા

આગની જેમ ફેલાયા ફોટા

હવે કિમ શર્માએ ઑફિશિયલ પોસ્ટ દ્વારા એ તરફ ઈશારો કર્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ ફોટા પર નજર ઉતારનારુ ઈમોજી પણ કેપ્શનમાં તેમણે એડ કર્યુ છે. કિમની આ પોસ્ટને લિએન્ડરે પણ શેર કરી છે. લિએન્ડર પેસ અને કિમ શર્મા જે હોટલમાં રોકાવા પહોંચ્યા હતા એ હોટલે બંનેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દીધા હતા. ત્યારબાદ બંનેના પ્રાઈવેટ વેકેશનના ફોટા ઈન્સ્ટાગ્રામ તેમજ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા અને બંનેના અફેરનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

કિમ શર્માના પહેલા લગ્ન

કિમ શર્માના પહેલા લગ્ન

કિમ શર્માને બૉલિવુડમાં મોહબ્બતે ફિલ્મથી ફેમ મળી. કિમે વર્ષ 2010માં કેન્યાના એક બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. બંનેના આ લગ્ન થોડા વર્ષો પછી તૂટી ગયા. કિમે અલી પુંજાની સાથે ડિવૉર્સ લઈ લીધા અને ભારતમાં પાછી આવી ગઈ.

ડિવૉર્સ પછી આ એક્ટરને ડેટ કરવા લાગી કિમ શર્મા

ડિવૉર્સ પછી આ એક્ટરને ડેટ કરવા લાગી કિમ શર્મા

યંગ સ્ટાર હર્ષવર્ધન રાણે ડેટ કરવાને લઈને પણ કિમ શર્મા ખૂબ છવાયેલી રહી. બંને ઘણી વાર સાથે સ્પૉટ થયા. વળી, ઘણી વાર બંને હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળતા. પરંતુ 2020માં સમાચાર મળ્યા કે હર્ષવર્ધન રાણે અને કિમનુ બ્રેકઅપ થઈ ગયુ.

લિએન્ડર પેસ ઘણી અભિનેત્રીઓને કરી ચૂક્યા છે ડેટ

લિએન્ડર પેસ ઘણી અભિનેત્રીઓને કરી ચૂક્યા છે ડેટ

ટેનિસ જગતમાં દુનિયાભરમાં ભારતનુ નામ રોશન કરનાર લિએન્ડર પેસનુ નામ સૌથી પહેલા જોડાયુ હતુ બૉલિવુડની અભિનેત્રી મહિમા ચૌધરી સાથે પરંતુ સમાચાર આવ્યા હતા કે લિએન્ડર પેસે મહિમા ચૌધરીને ચીટ કરી અને આના કારણે બંને અલગ થઈ ગયા.

સંજય દત્તની બીજી પત્ની સાથે પણ રહ્યા છે રિલેશન

સંજય દત્તની બીજી પત્ની સાથે પણ રહ્યા છે રિલેશન

સંજય દત્તની બીજી પત્ની અને પૂર્વ મૉડલ રિયા પિલ્લઈને પણ લિએન્ડર પેસ ડેટ કરી ચૂકી છે. બંનેનો પ્રેમ એટલો વધુ હતો કે બંને લિવઈનમાં રહેતા હતા. બંનેની એક દીકરી પણ છે.

લિએન્ડર પેસ પર લાગ્યા હતા ઘરેલુ હિંસાના આરોપ

લિએન્ડર પેસ પર લાગ્યા હતા ઘરેલુ હિંસાના આરોપ

રિયા પિલ્લઈ અને લિએન્ડર પેસનો અલગાવ ઘણા વિવાદોથી ભરેલો રહ્યો. રિયાએ લિએન્ડર પેસ પર મારપીટ સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા. ત્યારબાદ બંનેનો આ કેસ કોર્ટમાં ચાલ્યો. બંને વચ્ચે દીકરીની કસ્ટડી માટે પણ કોર્ટમાં કેસ ચાલ્યો.

English summary
Kim Sharma and Leander Paes share romantic picss to make relationship official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X