
યુવરાજસિંહ બાદ વધુ એક ખેલાડી સાથે દેખાઈ કિમ શર્મા, કોણ છે આ ખેલાડી?
ક્યારેક ક્રિકેટર યુવરાજસિંહને ડેટ કરી ચુકેલી કિમ શર્માનું નામ ફરી વખત એક ખેલાડી સાથે જોડાયુ છે. આ વખતે કિમ શર્મા ભારતના જાણીતા ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે જોવા મળી છે. લિએન્ડર પેસ સાથે કિમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કિમ શર્મા લિએન્ડર પેસને ડેટ કરી રહી છે. બંને ગોવામાં રજાઓ માણતા જોવા મળ્યા છે. તસવીરોથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને એકબીજાની ખૂબ નજીક છે.

બીચ પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા કિમ-પેસ
બંને બીચ પર ખૂબ જ ખુશ અને ખૂબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે બંને જલ્દીથી પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરવાની તૈયારીમાં છે. ફોટોમાં ભોજન કરતા અને અન્ય એખ ફોટોમાં પેસની બાહોમાં કિમ રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે.

ક્રિકેટર યુવરાજસિંહ સાથે જોડાયુ હતુ કિમનું નામ
તમને જણાવી દઈએ કે કિમ શર્મા રિલેશનશિપને લઈને અગાઉ પણ ચર્ચામાં આવી ચુકી છે. વર્ષ 2003 તેનું નામ મશહુર ક્રિકેટર યુવરાજસિંહ સાથે જોડાયુ હતુ. તે સમયે જ બંનેના અફેરના સમાચાર સામે આવવા લાગ્યા હતા. બંનેને ઘણી વાર સાથે પણ જોવામાં આવ્યા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેનું અફેર લગભગ ચાર વર્ષ ચાલ્યું, પરંતુ ત્યારબાદ તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી. વર્ષ 2007 માં બંને અલગ થઈ ગયા.

હવે લિએન્ડર પેસને ડેટ કરી રહી છે
કિમે વર્ષ 2010 માં ઉદ્યોગપતિ અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ કિમ મુંબઇ છોડીને કેન્યા સ્થાયી થયી હતી. જો કે બાદમાં કિમના પતિનું બીજી યુવતી સાથે અફેર હોવાનું સામે આવતા અલીએ કિમને છોડી દીધી હતી. આ પછી કિમનું નામ 'રોક ઓન' ડિરેક્ટર અભિષેક કપૂર અને ડિઝાઇનર અર્જુન ખન્ના સાથે પણ જોડાયું હતું. વર્ષ 2018 માં કિમે અભિનેતા હર્ષવર્ધન રાણેને ડેટ કરવાની શરૂઆત કરી હતી પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. હવે કિમ લિએન્ડર પેસ સાથે ચમકી છે.

લિએન્ડર પેસ એક પુત્રીનો પિતા છે
લિએન્ડર પેસની ઉમર 48 વર્ષ છે અને તેને આઈના પેસ નામની એક પુત્રી પણ છે. આયના રિયા પિલ્લઇની પુત્રી છે, જે ખુદ એક મોડેલ હતી. લિએન્ડરને પિલ્લઇ સાથે સારા સંબંધ હતા પરંતુ મતભેદોને કારણે, 2008 માં બંનેએ અલગ થઈ. પિલ્લઇએ આ પહેલા 1998 માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2005 માં, પિલ્લઇએ સંજય દત્ત સાથે છૂટાછેડા લીધા હતા. 2014 માં, રિયા પિલ્લઇએ લિએન્ડર પેસ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.