Birthday: કીર્તિ કુલ્હારીની હોટ તસવીરો જોઈ હોશ ઉડી જશે, ગ્લેમરસ Pics
કીર્તિ કુલ્હારી આજે પોતાનો 35મો જન્મદવસ મનાવી રહી છે. કીર્તિ કુલ્હારી બૉલીવુડથી લઈ વેબ સીરિઝ જગતમાં બહુ કામ કરી ચૂકી છે. તેની એક્ટંગ બહુ પસંદ કરાય છે. રાજસ્તાનના નાનકડા ગામ નીકળી બૉલીવુડમાં નામ કમાનાર કીર્તિ કુલ્હારીની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. પોતાના કામને લઈ તેના બહુ વખાણ થાય છે.
હાલમાં જ કીર્તિ કુલ્હારી ફૉર મોર શૉટ્સ સીઝન 2માં જોવા મળી. તેમણે ખુલ્લા વિચારોવાળી આઝાદ છોકરીની ભૂમિકા નિભાવી. અગાઉ તે અક્ષય કુમાર સાથે મિશન મંગળમાં પણ જોવા મળી ચૂકી છે.

જન્મ
કીર્તિ કુલ્હારીની જિંદગી વિશે જણાવીએ તો તેનો જન્મ 30 મે 1985માં રાજસ્થાનના ઝુંઝુનૂમાં થયો. પિતાની નોકરીને પગલે કીર્તિ કુલ્હારી અને તેનો પરિવાર મુંબઈમાં રહેવા લાગ્યો. અહીં જ કીર્તિ કુલ્હારીએ આગળનો અભ્યાસ કર્યો અને પોતાના કરિયરની દિશા આપી હતી.

પત્રકારિતાનો અભ્યાસ
કીર્તિએ પતાના કરિયરમાં ભાગ્યે જ વિચાર્યું હશે કે તે આટલી મોટી એક્ટ્રેસ બનશે. કેમ કે તેમણે પોતાનો અભ્યાસ પત્રકારિતાના ક્ષે્રમાં કર્યો. જો કે આ દરમિયાન તેમણે થિયેટર જોઈન કરી લીધું અને એક્ટિંગ તરફ તેમનું મન બનવા લાગ્યું.

ડેબ્યૂ
કીર્તિ કુલ્હારીએ ટીવીમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં ખિચડી મૂવીથી ડેબ્યૂ કર્યું. પરંતુ કુલ્હારી વર્ષ 2011માં આવેલ શૈતાન ફિલ્મથી નોટિસ થઈ. પછી તે કેટલીય ફિલ્મોમાં જોવા મળી.

અમિતાભ બચ્ચનથી લઈ અક્ષય કુમાર સાથે કામ
કીર્તિ કુલ્હારીએ પાછલા વર્ષે અક્ષય કુમાર સાથે મિશન મંગલમાં કામ કર્યું. અગાઉ તે ઉરીઃ ધી સર્જિકલ સ્ટ્રાઈક, બ્લેકમેલ, ઈંદુ સરકાર, અમતાભ બચ્ચન સાથે પિંક, ક્યૂટ કમીના જેવી ફિલ્મોમાં જોવા મળી.

બેડમિંટન ચેમ્પિયન
કીર્તિને બેડમિંટનમાં પણ મહારથ હાંસલ છે તે બહુ ઓછા લોકો જાણે છે. તે ફિલ્મોમાં આવતા પહેલા નેશનલ રમી ચૂકી છે અને ત્રણવાર ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

લગ્ન
જૂન 2016માં ભૂતાનમાં કીર્તિ કુલહારીએ સાહિલ સહગલ સાથે લગ્ન કર્યાં. સાહિલ સહગલ ખુદ એક એક્ટર છે.

સોશિયલ મીડિયા પર સક્રિય
કીર્તિ કુલ્હારી સોશયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની પર્સનલ લાઈફી લઈ પ્રોફેશનલ લાઈફના કિસ્સા શેર કરતી રહે છે.
IOCL Recruitment 2020: ઈન્ડિયન ઓઈલમાં 600 પદ પર ભરતી, આવી રીતે અરજી કરો