For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ'ના કાવેરી અમ્માનુ 82 વર્ષની વયે નિધન

બૉલિવુડ અને કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી કિશોરી બલાલનુ 82 વર્ષની વયે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અને કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી કિશોરી બલાલનુ 82 વર્ષની વયે નિધન થઈ ગયુ. મંગળવારની રાતે બેંગલુરુની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કિશોરી બલાલે ઘણી કન્નડ ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી. વળી, ફિલ્મ સ્વદેશમાં તેમણે શાહરુખ ખાનના કાવેરી અમ્માની ભૂમિકા નિભાવી. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. દક્ષિણ કન્નડ જિલ્લામાં જન્મેલા કિશોરી બલાલે 1960માં અભિનયની શરૂઆત કરી પોતાના પાંચ દશક લાંબા કરિયરમાં તેમણે વિવિધ ભાષાઓની 75થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ.

kishori ballal

શાહરુખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'માં તેમણે કાવેરી અમ્માની ભૂમિકા નિભાવી ત્યારબાદ આ ભૂમિકા તેમની ઓળખ બની ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ કિશોરી બલાલ લાંબા સમયથી બિમાર હતા. તેમણે મંગળવારે બેંગલુરુની હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. બોલિવુડના નિર્માતા-નિર્દેશનક આશુતોષ ગોવારીકરે તેમના નિધનની માહિતી આપી. આશુતોષ ગોવારીકરે ટ્વિટ કર્યુ, 'હ્રદયવિદારક, કિશોરી બલાલના નિધનના સમાચારથી ખૂબ દુઃખી થયો. કિશોરી બલાલ, તમે પોતાના દયાળુ, ઉત્સાહિત અને પ્રેમભર્યા વ્યક્તિત્વ માટે હંમેશા યાદ આવશો. સ્વદેશમાં તમારી કાવેરી અમ્માની ભૂમિકા હંમેશા યાદ રહેશે, તમે હંમેશા યાદ આવશો.' બલાલ રાની મુખર્જીની 'અય્યા' અને દીપિકા પાદુકોણની 'લફંગે પરિંદે'માં પણ દેખાયા હતા.

ભરતનાટ્યમ નર્તક એન શ્રીપતિ બલાલ સાથે તેમના લગ્ન થયા હતા. લોકપ્રિય કન્નડ અભિનેતા પુનીત રાજકુમારે પણ તેમના નિધન પર ટ્વિટ કર્યુ, વયોવૃદ્ધ કલાકાર કિશોરી બલાલ અમ્મા નથી રહ્યા, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના નિધનના સમાચાર આવ્યા બાદ ઘણા કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યુ. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સે સ્વદેશમાં તેમની નિભાવેલી ભૂમિકાને યાદ કરી અને લખ્યુ કે કાવેરી અમ્મા બહુ યાદ આવશે.

આ પણ વાંચોઃ જામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યુંઆ પણ વાંચોઃ જામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું

English summary
kishori ballal the swadesh actress passes away at 82
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X