કંગના રનોતે ઑફિસ પર ખર્ચ્યા હતા 48 કરોડ, જાણો કેટલી સંપત્તિની માલિક છે
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત અને મહારાષ્ટ્ર સરકાર એ વખતે સામસામે આવી ગયા જ્યારે બીએમસીએ તેની ઑફિસના બહાર ગેરકાયદે નિર્માણને ધ્વસ્ત કરી દીધુ. વિવાદ એ વખતે શરૂ થયો જ્યારે કંગના રનોતે મુંબઈની તુલના પીઓકે સાથે કરીને મુંબઈ પોલિસ પર સવાલ ઉઠાવ્યા. ત્યારબાદ શિવસેના સાંસદ સંજય રાઉત અને કંગના રનોત વચ્ચે ટ્વિટર પર જંગ છેડાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે બીએમસીએ કંગનાની જે ઑફિસ પર કાર્યવાહી કરી છે તેની કિંમત લગભગ 48 કરોડ રૂપિયા છે. આવો જાણીએ કે આ ઉપરાંત કંગના રનોત કુલ કેટલી સંપત્તિની માલિક છે.

એક ફિલ્મ માટે 11 કરોડ રૂપિયા ફી લે છે કંગના
કંગના રનોતની આવકનુ મુખ્ય સાધન તેની ફિલ્મો અને જાહેરાતો છે. 'સીએ નૉલેજ' વેબસાઈટના જણાવ્યા મુજબ 2020માં કંગના રનોતની કુલ સંપત્તિ 13 મિલિયન ડૉલર એટલે કે લગભગ 96 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. કોઈ બ્રાંડના પ્રમોશન માટે કંગના રનોત લગભગ 1થી 1.5 કરોડ રૂપિયા ફી લે છે. એક્ટિંગ ઉપરાંત કંગના રનોત ફિલ્મ પ્રોડક્શન લાઈનમાં પણ છે. કંગના એક ફિલ્મ માટે લગભગ 11 કરોડ રૂપિયા ફી લે છે.

મનાલીમાં કંગના રનોતની આલીશાન હવેલી
આ ઉપરાંત કંગના રનોતે છેલ્લા અમુક વર્ષોમાં રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યુ છે. કંગના રનોતી ગણતરી બૉલિવુડના એ કલાકારોમાં થાય છે જે સૌથી વધુ આવકવેરો ભરે છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં કંગના રનોતની એક આલીશાન હવેલી છે જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કંગના એક ઑર્ગેનિક ફાર્મની પણ માલિક છે. કંગના રનોત સામાજિક કાર્યોમાં પણ આગળ વધીને ભાગ લે છે.

કંગના પાસે છે કારોનુ શ્રેષ્ઠ કલેક્શન
કંગના રનોતને કારોનો પણ શોખ છે અને તેની પાસે ઘણી જાણીતી બ્રાંડની ગાડીઓનુ એક શ્રેષ્ઠ કલેક્શન છે. વેબસાઈટના જણાવ્યા મુજબ, અમુક અન્ય કારો ઉપરાંત કંગના પાસે એક બીએમડબ્લ્યુ 7 સીરિઝ અને એક મર્સિડીઝ બેનઝ GLE SUV છે. ભારતમાં બીએમડબ્લ્યુ 7 સીરિઝની કિંમત 1.35 કરોડ રૂપિયા અને મર્સિડીઝ બેંઝ GLE SUVની કિંમત 73 લાખ રૂપિયાથી શરૂ છે.

ફિલ્મ 'ગેંગસ્ટર' દ્વારા કરિયરની શરૂઆત
33 વર્ષની કંગના રનોતે પોતાના અભિનયના દમ પર બૉલિવુડમાં એક ખાસ ઓળખ બનાવી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાાં એક નાના શહેર સૂરજપુરમાં જન્મેલી કંગના મૉડલિંગની દુનિયામાં આવતા પહેલા ડૉક્ટર બનવા માંગતી હતી. જાણીતા થિયેટર ડાયરેક્ટર અરવિંદ ગૌડ સાથે એક્ટિંગની ટ્રેનિંગ લીધા બાદ કંગાએ ફિલ્મ 'ગેંગસ્ટર' દ્વારા બૉલિવુડની દુનિયામાં પગલાં માંડ્યા. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો.

કંગનાને પદ્મશ્રી સમ્માનથી પણ નવાજવામાં આવી
કંગના રનોતે અત્યાર સુધી ત્રણ નેશનલ અવૉર્ડ અને ચાર ફિલ્મફેર અવૉર્ડ જીત્યા છે. આ ઉપરાંત તે ફૉર્બ્ઝ ઈન્ડિયાની ટૉપ 100 સેલિબ્રિટીમાં પણ છ વાર જગ્યા બનાવી ચૂકી છે. હાલમાં જ ભારત સરકારે તેને સિનેમાની દુનિયામાં મહત્વના યોગદાન માટે પદ્મશ્રી સમ્માનથી પણ નવાજી હતી. બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી કંગના રનોત સતત આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યા છે.
કંગના રનોતઃ 'હું મરુ કે જીવુ, હવે એક્સપોઝ કરીને જ રહીશ'