For Daily Alerts
ઝલક દિખલા જા 9 માં જેકલીનની ફી સાંભળીને હેરાન થઇ જશો...
કલર્સનો ફેમસ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા તેના જજ સેલિબ્રિટીના કારણે પણ ચર્ચામાં રહે છે. ઝલકના પાછલા શોમાં તમે એવા સેલિબ્રિટીને જોયા હશે જેઓ ફ્રી હતા અને કોઈ સિરિયલ કે પછી ફિલ્મમાં કામ નહતા કરી રહ્યા.
પરંતુ જયારે ખબર આવી કે જૅકલીન ફર્નાન્ડીઝ આ શોમાં જજ તરીકે આવી રહી છે ત્યારે બધા જ હેરાન થઇ ગયા. એવું કેમ થયું એ પણ અમે જણાવી રહ્યા છે. ખબર મળી રહી છે કે જૅકલીન ફર્નાન્ડીઝને ઝલકના પ્રતિ શોની 1 કરોડ જેટલી રકમ આપવામાં આવી રહી છે.
આ બાબતે જયારે જૅકલીન ફર્નાન્ડીઝને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે તેઓ લોકોની સામે વધારે ને વધારે સમય રહેવા માંગે છે. આપણે જણાવી દઈએ કે બોલિવૂડમાં જૅકલીન ફર્નાન્ડીઝ એ પોતાના 7 વર્ષના કરિયરમાં સલમાન ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર જેવા સ્ટાર સાથે કામ કરી ચુકી છે.