For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કોચાદૈયાં’નું ટ્રેલર લોન્ચ થતાં જ સુપરહિટ

By Super
|
Google Oneindia Gujarati News

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી છે. રજનીકાંતની આવનારી ફિલ્મ ‘કોચાદૈયાં'નું ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ થઇ ચૂક્યું છે અને રજનીકાંતના ચાહકો તેમની આ ફિલ્મની કેટલી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે, તેનું ઉદાહરણ આ ફિલ્મના ટ્રેલરે રજૂ કર્યું છે. લોન્ચ બાદથી અત્યારસુધી ટ્રેલરને 17 લાખથી વધું લોકો જોઇ ચૂક્યા છે. ગણેશ ચતુર્થીના અવસરે રજૂ થયેલાં આ ટ્રેલરે પહેલા જ દિવસે યુટ્યુબ પર ચાર લાખ કરતા વધું હિટ્સ મેળવી હતી.

62 વર્ષના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌન્દર્યા આર. અશ્વિનના નિર્દેશનમાં બની રહેલી આ પહેલી ફિલ્મ આઠમી સદીના પાંડ્ય રાજા કોચાદૈયાં રાનાધિરણની કહાણી પર આધારિત છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઓસ્કર વિનિંગ મ્યુઝીક કમ્પોઝર એઆર રહેમાને ફિલ્મમાં સંગીત આપ્યું છે.

‘કોચાદૈયાં' મોશન કેપ્ચર ટેક્નિક એમઓસીએપીથી બનેલી પહેલી ભારતીય ફિલ્મ છે. ‘અવતાર' અને ‘ટિન ટિન' જેવી જાણીતી હોલિવુડ ફિલ્મો આ ટેક્નિકથી બનેલી છે. તેલુગૂ, મલયાલમ, અંગ્રેજી અને હિન્દી ભાષામાં એક સાથે રજૂ થનારી આ ફિલ્મ 12 ડિસેમ્બરમાં રજનીકાંતના જન્મદિવસ પર સીનેમાઘરોમાં આવશે.

‘કોચાદૈયાં’માં દીપિકા

‘કોચાદૈયાં’માં દીપિકા

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ ‘કોચાદૈયાં'માં મુખ્ય પાત્ર ભજવી રહી છે.

કોચાદૈયાં એક ઐતિહાસિક 3ડી ફિલ્મ

કોચાદૈયાં એક ઐતિહાસિક 3ડી ફિલ્મ

કોચાદૈયાં એક ઐતિહાસિક 3ડી ફિલ્મ છે. એનિમેશન તથા લાઇવ એક્શનથી મળીને બનેલી આ ફિલ્મમાં જે પ્રકારના દૃશ્ય પ્રભાવોનો ઉપયોગ કરાયો છે, તે અગાઉ કોઈ પણ ભારતીય ફિલ્મોમાં નથી કરાયાં.

કોચાદૈયાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ

કોચાદૈયાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ

તામિળ ફિલ્મ કોચાદૈયાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે, કારણ કે તે રશિયન, જાપાની, હિન્દી, તેલુગુ, તામિળ અને ચાઇનીઝ જેવી અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે.

રજનીકાંત આંતરરાષ્ટ્રીય આઇકૉન

રજનીકાંત આંતરરાષ્ટ્રીય આઇકૉન

દીપિકાએ જણાવ્યું કે રજની સર એટલે કે રજનીકાંત આંતરરાષ્ટ્રીય આઇકૉન છે અને હું કહી શકું કે આ એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ હશે.

 મોશન કેપ્ચર ટેક્નિક એમઓસીએપીથી બનેલી ફિલ્મ

મોશન કેપ્ચર ટેક્નિક એમઓસીએપીથી બનેલી ફિલ્મ

‘કોચાદૈયાં' મોશન કેપ્ચર ટેક્નિક એમઓસીએપીથી બનેલી પહેલી ભારતીય ફિલ્મ છે. ‘અવતાર' અને ‘ટિન ટિન' જેવી જાણીતી હોલિવુડ ફિલ્મો આ ટેક્નિકથી બનેલી છે.

રજનીકાંતના જન્મદિવસ પર સિનેમાઘરોમાં

રજનીકાંતના જન્મદિવસ પર સિનેમાઘરોમાં

તેલુગૂ, મલયાલમ, અંગ્રેજી અને હિન્દી ભાષામાં એક સાથે રજૂ થનારી આ ફિલ્મ 12 ડિસેમ્બરમાં રજનીકાંતના જન્મદિવસ પર સિનેમાઘરોમાં આવશે.

English summary
Kochadaiyaan,an upcoming Telugu movie whose Trailer has been released on September 8 has total views off more than 17 lakhs now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X