For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સજરૂર કાંતામાં ટાગોરની નંદિતા બનશે કોંકણા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 એપ્રિલ : બહુમુખી પ્રતિભાના માલિક અભિનેત્રી કોંકણા સેન શર્મા આજકાલ સજરૂર કાંતા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ મહાન કવિ અને લેખક રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી વાર્તાથી પ્રેરિત છે. સજરૂર કાંતા ફિલ્મ માટે કોંકણા સેન શર્મા બહુ ઉત્સાહિત પણ છે. ફિલ્મમાં કોંકણા સેન શર્મા દીપાની ભૂમિકા ભજવી રહ્યાં છે કે જે ટાગોરના જાણીતા નાટક રક્તરકાબીના વર્ણિત નંદિનીના પાત્રમાંથી લેવામાં આવ્યું છે.

ટાગોરની નંદિનાના પોતાના પાત્ર અંગે માહિતી આપતાં 34 વર્ષીય કોંકણાએ જણાવ્યું - આ મને નવી ઉંચાઇઓ આપે છે. આ અગાઉ કોંકણા ટાગોરના બહુવખણાયેલ નાટક સેશર કોબિતામાં કાદમ્બરીનું પાત્ર ભજવી ચુક્યાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ડાયલૉગ ડિલીવરીમાં નંદિનીના પાત્રને ટાગોરનો સ્પર્શ કેવી રીતે આપ્યો? તો કોંકણાનો જવાબ હતો - મને થોડુક મુશ્કેલ લાગ્યું, પણ મંચ કલાકાર સોહાગ સેનની કાર્યશાળાએ બહુ મદદ કરી. મેં તો પંક્તિઓના ઉચ્ચારણની ઝીણવટ તથા શબ્દોને યાદ કરી લીધા હતાં કે જેથી પાત્રને બહેતર રીતે ભજવી શકું.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે કોંકણા સેન શર્મા :

મનમાં વસેલ પાત્ર ભજવવું મુશ્કેલ

મનમાં વસેલ પાત્ર ભજવવું મુશ્કેલ

કોંકણા સેન કહે છે - મારે રક્તરકાબીની નંદિની બિલ્કુવ એવી જ બનવી હતી કે જેવી લોકોના મનમાં તેના પ્રત્યે ધારણા છે, જ્યારે લાવણ્યા પણ સેશર કોબિતાનું બહુ જાણીતુ ચરિત્ર હતું. તેથી બહુ મુશ્કેલ હોય છે તેવીભમિકા ભજવવી કે જેવી લોકોના મનમાં વસેલી છે.

મારૂં કામ સમજણ પર આધારિત

મારૂં કામ સમજણ પર આધારિત

કોંકણાએ જણાવ્યું - મારૂં કામ મારી સમજણ તથા કરવામાં આવેલી તૈયારી પર આધારિત છે.

માતાએ મદદ કરી

માતાએ મદદ કરી

કોંકણા કહે છે - મારા માતા અપર્ણા સેને પણ નંદિનીના પાત્રને સમજવામાં મારી બહુ મદદ કરી.

દીપાનું પાત્ર મહત્વનું

દીપાનું પાત્ર મહત્વનું

ફિલ્મના દિગ્દર્શક સાયબલ મિત્રાનું કહેવું છે - સજરૂર કાંતામાં કોંકણા દ્વારા ભજવાયેલ દીપાનું પાત્ર બહુ મહત્વનું છે.

ક્રાઇમ થ્રિલર ફિલ્મ

ક્રાઇમ થ્રિલર ફિલ્મ

સજરૂર કાંતા ફિલ્મ પ્રણય-ત્રિકોણ સાથે ચાલતી એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે.

English summary
Actress Konkona Sen Sharma said that she is grateful and happy about receiving roles based on the work of Rabindranath Tagore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X