• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉયફ્રેન્ડ સાથે ન્યૂ યર વેકેશન પર કૃષ્ણા શ્રોફે શેર કર્યો બિકિની ફોટો, ભાઈ ટાઈગરે કરી કમેન્ટ

|

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પોતાની ફિટનેસના કારણે હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. તે પોતાના બૉયફ્રેન્ડ એબન હેમ્સ સાથે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટા શેર કરતી રહે છે જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. હાલમાં કૃષ્ણા હેમ્સ સાથે ન્યૂ યર વેકેશન પર છે. કૃષ્ણાએ પૂલ કિનારાનો પોતાનો બિકિની ફોટો શેર કર્યો છે.

રોમેન્ટીક ફોટા શેર કર્યા

રોમેન્ટીક ફોટા શેર કર્યા

જેના પર તેના ભાઈ ટાઈગર શ્રોફે કમેન્ટ કરી છે. કૃષ્ણાએ હેમ્સ સાથે પણ ઘણા રોમેન્ટીક ફોટા શેર કર્યા છે. બંને એક સાથે ઘણા ખુશ દેખાય છે. ફોટામાં કૃષ્ણા બ્લેક કલરની બિકિનીમાં દેખાઈ રહી છે. એક ફોટામાં તે પૂલ કિનારે સૂતેલી છે. આના કેપ્શનમાં તેણે લખ્યુ છે, ‘નિરવાના સ્ટેટ યોર માઈન્ડ'

ટાઈગર શ્રોફે કરી કમેન્ટ

આ ફોટા પર તેના ભાઈ ટાઈગર શ્રોફે કમેન્ટ કરી છે. તેણે કૃષ્ણાની ટાંગ ખેંચતા એક ફેસ બનાવતા ઈમોજીને કમેન્ટ કર્યુ છે. બીજા ફોટામાં કૃષ્ણા બૉયફ્રેન્ડ હેમ્સ સાથે રોમેન્ટીક અંદાજમાં જોવા મળી રહી છે. અમુક મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ત્યાં સુધી કહેવામાં આવ્યુ છે કે કૃષ્ણાએ હેમ્સ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે. જો કે આના પર તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમને પોતાને આ વિશે જાણ્યા બાદ નવાઈ લાગી.

આ પણ વાંચોઃ કરિશ્મા તન્નાએ સેક્સી બિકિની ફોટો શેર કરીને ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Picsઆ પણ વાંચોઃ કરિશ્મા તન્નાએ સેક્સી બિકિની ફોટો શેર કરીને ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics

હજુ તે વધુ સમય લેવા ઈચ્છે છે

પોતાના અને હેમ્સના સંબંધ પર પરિવારની પ્રતિક્રિયા વિશે કૃષ્ણાનુ કહેવુ છે કે તેનો પરિવાર આમાં દખલ નથી આપતો. તેઓ એમના પર વિશ્વાસ કરે છે. તે કહે છે કે હજુ તે વધુ સમય લેવા ઈચ્છે છે અને આ વાતોને પોતાની વચ્ચે જ રાખવા ઈચ્છે છે.

English summary
krishna shroff is on new year vacation with boyfriend, brother tiger shroff comments on photo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X