મેલેરિયાથી કૃતિની થઈ આવી હાલત, પોસ્ટ કરીને ફેન્સને કરી અપીલ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કૃતિ ખરબંદાને મેલેરિયા થઈ ગયો છે. શુક્રવારે (6 નવેમ્બર) કૃતિ ખરબંદાએ સોશિયલ મીડિયા પર ખુદ આ વિશે માહિતી આપી છે કે તે મેલરિયાથી પીડિત છે. કૃતિ ખરબંદાએ પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટી સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરીને જણાવ્યુ છે કે તેન મેલેરિયા થયો છે પરંતુ ધીમે ધીમે તે રિકવર થઈ રહી છે. તેની તબિયતમાં સુધારો થયો છે પરંતુ આ સાથે કૃત ખરબંદાએ પોતાના ફેન્સને એક ખાસ અપીલ કરી છે.

આ છે મેલેરિયાવાળો ફેસ
કૃતિ ખરબંદાએ શુક્રવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સેલ્ફી શેર કરીને લખ્યુ, 'હેલો! આ મારો મેલેરિયાવાળો ફેસ છે. આ બિમારી વધુ દિવસ સુધી નહિ રહે. હું જલ્દી રિકવર થઈ જઈશ કારણકે મારે કામ પર પાછુ જવાનુ છે.'

પોતાની સાથે પ્રેમ કરતા શીખવ્યુ
કૃતિ ખરબંદાએ લખ્યુ છે, 'જે પણ લોકો કે મારા ફેન્સ મારા માટે ચિંતિત છે તેમને હું જણાવવા માંગુ છુ કે આજે મારી તબિયતમાં સુધારો છે. મને આશા છે કે કાલે વધુ સારુ અનુભવીશ. 2020એ મને ધીરજ રાખતા અને પોતાની સાથે પ્રેમ કરતા શીખવ્યુ છે.'

ઘરમાં બોર થઈ રહી છુ, ફની મીમ્સ મોકલોઃ કૃતિ ખરબંદા
કૃતિ ખરબંદાએ પોતાના ફેન્સને અપીલ કરીને કહ્યુ કે તે ઘરમાં બેઠા બેઠા બોર થઈ ગઈ છે અને આરામ કરીને થાકી ગઈ છે માટે તેને ફની મીમ્સ મોકલો. વળી, તેણે કહ્યુ કે મેલેરિયાથી પીડિત હોવાના કારણે ઘરમાં હંમેશા રહેવુ પડે છે. કોઈ કામ પણ નથી કરવા માટે એટલા માટે બોર થઈ રહી છુ. તમે લોકો મને ફની મીમ્સ મોકલો.
બાબા કા ઢાબા'ને વાયરલ કરનાર યુટ્યુબર સામે નોંધાઈ FIR